World

કોરોના: ગામને સલાહ આપતાં રાષ્ટ્રપતિના પરિવારે જ સ્ટે એટ હોમનું ઉલ્લંઘન કર્યું!

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સકંજામાં છે. સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આખા વિશ્વમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 2,250,752 જેટલી થઈ ગઈ છે. તો 154,261 જેટલા લોકો આ ગંભીર મહામારીમાં મોતને ભેટી ચુક્યા છે. દરેક દેશોમાં પણ પરિસ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે. દરેક દેશોમાં સરકાર એકદમ કડક પગલાં ભરી રહ્યા છે. લગભગ લગભગ આખું વિશ્વ લોકડાઉન થઈ જવા પામ્યું છે. દરેક દેશોમાં આ પરિસ્થિતિનું જવાબદાર ચીન માત્ર છે. ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા આ વાયરસે સમગ્ર વિશ્વને હાલમાં બાનમાં લઇ લીધું છે. સમગ્ર વિશ્વના દેશો ચીન સામે લાલ આંખ કરી રહ્યા છે.

ચીન, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china,
ફોટો સોશિયલ મીડિયા

આ વાયરસનો સૌથી વધારે પ્રકોપ પહેલા ઈટલી, ફ્રાન્સ અને જર્મની માં જોઈ ચુક્યા છીએ. વિષવું સૌથી સુંદર દેશ ઈટલી તો જાણે સ્મશાનમાં ફેરવાઈ ગયો હોય તેવું દ્રશ્ય હતું. ચારે બાજુ લાશોના ઢગલે ઢગલા. ઈટલી સરકાર મૃતદેહોનો નિકાલ કેમનો કરવો તેની અવઢવમાં હતી. ઇટલીમાં 22,745 લોકોના મોતના તાંડવ બાદ આ વાયરસ અમેરિકા પહોંચ્યો જ્યાં ઈટલી કરતાં પણ વધારે લોકોને મોતના મુખ ધકેલી ચુક્યો છે આ વાયરસ. હાલમાં અમેરિકા વિશ્વમાં સૌથી વધારે કોરોના ચેપગ્રસ્ત દેશ છે. જ્યાં લાખોનો સંખ્યામાં લોકો કોરોના વાયરસથી પીડિત છે. અમેરિકામાં લોકો પર કડક નિયમો પાલન કરવાના આદેશ, એડવાઝરી જાહેર કરી દેવામાં આવી છે.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે હાલમાં મોટો વિવાદ ઉભો થયો છે. અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણને જોતા કડક કાયદાઓ અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું એ આવશયક બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે સૌને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ મે દરમિયાન અમેરિકામાં એક મોટા વિવાડે જન્મ લીધો છે. સરકાર બહાર ના નીકળવાની સલાહ આપે છે અને તેમનો પરિવાર બહાર રાજા માણવા જાય છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ સામે મોટા વિવાદે જન્મ લીધો છે અને તેમના પુત્રી ઇવાંકા ટ્રમ્પ ને તેમના સલાહકાર પદેથી હટાવવાનો નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું છે. તેમની પર સ્ટે એટ હોમના નિયમનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, અમેરિકા હાલમાં જબરદસ્ત સંકટ માંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 37,158 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 7,10,021 લોકોમાં કોરોના સંક્રમણ પોઝિટિવ છે. જેથી કોઈ પણ નાગરિકને સરકારી નિયમનો ભંગ નહીં કરવાના સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યા હોવા છતાં Corona પ્રકોપ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ગોલ્ફ ક્લબની મુલાકાત લેતા વિવાદ સર્જાયો છે. તેમની પર સ્ટે એટ હોમના નિયમનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ તેમને ટ્રમ્પના સલાહકાર પદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

વોશિંગ્ટનમાં હાલમાં દરેકને ઘરમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે આમ છતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા ટ્રમ્પ તેમના પરિવાર સાથે 8 અપ્રિલે ગોલ્ફ ક્લબમાં રજા મનાવવા ગયા હતાં. એટલું જ નહીં તેઓ ત્યાં એક દિવસ રોકાણ પણ કર્યું હતું. તેમની સાથે તેમના પતિ જેરેક કુશનર અને બાળકો પણ હતા. આ બાબતે અમેરિકામાં રાજકિય ગરમાંગરમી આવી ગઈ છે અને ઇવાંકાને ટ્રમ્પને સલાહકાર પદેથી દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે. તો વ્હાઇટ હાઉસ દ્વારા તેમના સત્તાવાર સ્ટેટમેન્ટમાં ઇવાંકા ટ્રમ્પની આ યાત્રાને તેમની અંગત ગણાવી હતી અને આ બાબતે વધારે વિવાદ ઉભો ન કરવાની સલાહ પણ આપી છે.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અમેરિકા હાલમાં ખુબજ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અમેરિકામાં હાલમાં બહાર નીકળવું એટલે લાખોલોકોના જીવને જોખમમાં મૂકવું જેવી પરિસ્થિતિ છે. ત્યારે વોશિંગ્ટનના ગવર્નરે લોકોને કામ વગર બહાર ન નીકળવાના આદેશ આપ્યા છે તો હાલ સમગ્ર અમેરિકામાં મોર્નિંગ વોક, પાલતું કૂતરાને લઇ ફરવા જેવી તમામ સામાન્ય પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા ટ્રમ્પની અંગત યાત્રા અંગે મોટો વિવાદ થયો છે જે સમવાનું નામ નથી દેતો પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા આ બાબતે પોતાને અલગ કરી દેવામાં આવ્યા છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!