
છેલ્લા કેટલાય દિવસથી ઠંડી, ગરમી, તડકો, છાંયડો, ભૂખ, તરસ, સુખ, દુઃખ ને અવગણીને જગતનો તાત દિલ્લીના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યો છે. ધીમે ધીમે દિલ્લીની તમામ બોર્ડર પર કબજો કરી ને ખેડૂતો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. દિલ્લીમાં થઈ રહેલું ખેડુતોનું આઆંદોલન અત્યાર સુંધીનું સૌથી મોટું આંદોલન ગણવામાં આવી રહ્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા વગર કોઈ રાજકીય પાર્ટીના સમર્થન વગર આટલું મોટું આંદોલન ઉભું થયું છે. મોદી સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ નીવડી રહી છે અને હવે આ આંદોલન વધારે ઉગ્ર બનતું જઇ રહ્યું છે.

ભારતીય કિસાન યુનિયન મોટા એલાન બાદ મોદી સરકાર ને પરસેવો છૂટી ગયો છે. ભકિયું એ એલાન સાથે મોદી સરકાર અને પોલીસને ચેતવણી આપતા કહ્યું કે, ખેડૂતોને હેરાન કર્યા તો પોલીસ સ્ટેશનમાં ગાય ભેંસ બાંધી દઈશું અને ટ્રોલી રોકી તો એક્સપ્રેસ વે જામ કરી દઈશું. ખેડૂત આંદોલન વચ્ચે ભારતીય ખેડૂત સંઘે ચેતવણી આપી છે કે જો પોલીસ આંદોલનકારી ખેડુતોને કોઈપણ રીતે હેરાન કરશે તો તેઓ પોલીસ મથકોમાં ગાય અને ભેંસ બાંધશે અને તેની જવાબદારી સરકારની રહેશે. તેમણે કહ્યું કે, ક્યાંય પણ ખેડૂતો પરનો જુલમ સહન કરવામાં આવશે નહીં.

કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદાઓ વિરુદ્ધ સોમવારે ભૂખ હડતાલ સમાપ્ત થયા બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ચેતવણી આપી હતી કે, જો પોલીસ ખેડુતોને ત્રાસ આપશે તો તેઓ પોલીસ મથકોમાં ગાય-ભેંસ બાંધી દેશે. બીકેયુ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે “આજે જિલ્લા મુખ્યાલય ખાતે પ્રદર્શન અને યુપી ગેટ પર ઉપવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું કે એવા અહેવાલો છે કે ખેડુતોની ટ્રોલીઓ રોકવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ ખેડુતોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જો પોલીસ પ્રશાસન ખેડૂતોની ટ્રોલી રોકશે, તો અમે આખો એક્સપ્રેસ વે જામ કરી નાખશું. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ ત્યાંના ખેડુતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડના ખેડુતોને રોકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે ભારતીય ખેડૂત સંઘ ખેડૂતોની પજવણી સહન કરશે નહીં. તેમણે કહ્યું હતું કે, “જો ખેડૂતોને અટકાવવામાં આવશે તો અમે ગાજીપુર બોર્ડર સંપૂર્ણપણે બંધ કરી દઈશું. જે પોલીસ સ્ટેશનમાં ખેડુતોની અટકાયત કરવામાં આવશે ત્યાં અમારા સ્થાનિક કાર્યકરો પશુઓને બાંધવાનું કામ કરશે.”

રાકેશ ટીકૈતે વધુમાં કહ્યું કે, લડત લાંબી છે. રાજ્ય સરકારે આમાં દખલ ન કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું, “… તમે ખેડુતો પર જીત મેળવી શકશો નહીં… અમે ખેડુતો છીએ… ખેડુતોનો હેતુ તેમની માંગ છે સરકારને અસ્થિર કરવાનો નહીં… આમે રાજકીય પક્ષ નથી. સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપેજોઈએ. શિયાળાની ઋતુમાં ખુલ્લા આકાશમાં કોઈ આવી રીતે રોકાતું નથી. આ ખેતી અને પેટનો સવાલ છે.”

જણાવી દઈએ કે ખેડૂત છેલ્લા 18 દિવસથી દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, સરકાર સાથે અનેક તબક્કાની વાટાઘાટો અનિર્ણિત રહી છે. ખેડુતો સરકારને ત્રણેય કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે અત્યાર સુધીમાં માત્ર કેટલાક પ્રસ્તાવો જ ખેડૂતો સમક્ષ રજૂ કર્યા છે. રાકેશ ટીકૈતે સ્પષ્ટ કર્યું હતું કે “એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે ચિલ્લા બોર્ડર પર બેઠેલા આંદોલનકારી ખેડુતો ઉભા થઇ ગયા છે, જે ખેડૂત આંદોલનથી ઉભા થઇ ગયા છે તેમની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.

આસાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, કેટલાક ખેડૂત સંગઠનો સરકારના સરકારી સંગઠનો હોય છે, તેમની સાથે અમારે કોઈ લેવાદેવા નથી, જેને ઉભા થવું હોય એ થઈ જાય.અમે અહીં જ છીએ અને કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે અહીં જ રહીશું.”. આ સાથે જ ખેડૂત સંગઠનો દ્વારા તેમની માંગણી નહીં સંતોષાય તો આ આંદોલન વધારે ઉગ્ર બનશેની ચીમકી મોદી સરકાર ને આપવામાં આવી છે