કોંગ્રેસ વિધાસભામાં મજબુત સ્થિતિ થઈ જતા ભાજપમાં આ ચિંતાનો વિષય બન્યો હતો અને આજ ચિંતા હવે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની એક પછી એક વિકેટ ખેરવીને દૂર કરી રહી છે.લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને હારનો ડર સતાવી રહ્યો હતો અને પોતે પણ મજબૂત સ્થિતિમાં ના હોઈ મજબૂત થવા માટે અને કોંગ્રેસને નબળી બનાવવા માટે કોંગ્રેસના ગઢમાં સેંધ મારવા લાગી છે.

કોંગ્રેસ ધારાસભ્ય અને પોતાને કટ્ટર કોંગ્રેસી બતાવતા કુંવરજી કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાઈ ગયા. એ ભાજપની મોટી જીત ગણાય ભાજપે કુંવરજીને આવતાની સાથે જ મંત્રી બનાવી દીધા હતા અને તેમને જસદણથી ચુંટણી લડાવી હતી જ્યાંથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. જસદણમાં કોંગ્રેસે લડત સારી આપી હતી પરંતુ પૈસા અને પાવરના જોડે કુંવરજી જીત્યા એવો આક્ષેપ પણ કુંવરજીની સામે ઉભેલા અવસર નકીયાએ કર્યો હતો.

કોંગ્રેસ માંથી આજે આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય એ રાજીનામુ આપી દીધું છે ત્યારે ભાજપે તેમને આવકાર્યા છે હાલ આશાબેને જોડાવાનો નિર્ણય લીધો નથી પરંતુ જલ્દી જ જોડાઈ જશે એ નક્કી છે.

ભાજપ કોંગ્રેસને વિધાનસભામાં નબળી પાડવા માંગે છે અને એ રણનીતિ મુજબનું કામ ભાજપ હાલ કરી રહી છે ઓફિશિયલી નહીં પણ બંધ બરણે થઈ રહયું હોય એવું લોકોનું માનવું છે અને આબાબતે કોંગ્રેસ ના નેતાઓ પણ જાહેરમાં નિવેદનો આપી ચુક્યા છે.

આ બાબતે પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે, આશાબેને 20 કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સેટિંગ કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આશાબેને જનમતનું અપમાન કર્યું છે અને એમના આવા કૃત્યોથી પાટીદારો પર કોઈ વિશ્વાસ નહીં કરે. અમે આશાબેનના આ જનવીરોધી પગલાંનો વિરોધ કરીએ છીએ.

બીજી તરફ પાટણથી કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવા અને ધમકાવવામાં આવે છે અને તેમને કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપ માં જોડાઈ જવાનની લાલચ પણ આપવામાં આવે છે.

વધુમાં પાટણના કોંગ્રેસ ના પાટીદાર ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે મને પણ ભાજપ દ્વારા ધમકાવવામાં આવ્યો છે અને રાજીનામુ આપી દેવા લાલચ પણ આપવાના પ્રયત્નો ભાજપ તરફથી કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર પટેલ પહેલા પણ વરુણ પટેલ અને રેશમાં પટેલના ભાજપમાં જોડાઈ જવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની પર પણ આક્ષેપ કર્યો હતો કે વરુણ પટેલ અને રેશમાં પટેલ પૈસા લઈ ભાજપ સાથે જોડાઈ ગયા છે.



