IndiaPolitics
Trending

અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે રાજીવ ગાંધીના કારણે આજે હું જીવી રહ્યો છું.

જયારે અટલ બિહારી વાજપેયી એ કહ્યું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના કારણે

જયારે અટલ બિહારી વાજપેયી એ કહ્યું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીના કારણે

અટલ બિહારી વાજપેયી જેવી તાકાત આજના કોઈ નેતામાં નથી તેમણે નિખાલસતા પૂર્વક કબુલ્યું હતું કે રાજીવ ગાંધી ના કારણે આજે હું જીવી રહ્યો છું. રાજીવ ગાંધીએ વાજપેયીજીને તેમની ઓફિસમાં બોલાવ્યા અને અને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર માં ન્યુયોર્ક જનાર પ્રતિનિધિ મંડળમાં તમને શામિલ કરવામાં આવે છે. ઉમ્મીદ છે કે આ મોકાનો લાભ ઉઠાવીને તમે તમારો ઈલાજ કરાવી શકશો.

વાત વર્ષ ૧૯૯૧ ની છે, ત્યારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા થઇ ચુકી હતી તેવખતે બીજેપીના કદ્દાવર નેતા અટલ બિહારી વાજપેયી સંસદ માં વિપક્ષના નેતા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ વાજપેયીજીએ એક પત્રકારને ખુબજ ભાવુકતા થી કહ્યુકે આજે હું જીવી રહ્યો છું તો રાજીવ ગાંધીના કારણે! સામે બેઠેલા પત્રકાર ચોંકી ગયા એટલુજ નહિ આ સમાચાર જયારે પ્રસિદ્ધ થયા ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. ૧૯૯૧ પહેલા વાજપેયીજીને કીડની ને લગતી સમસ્યા હતી ત્યારે ભારતમાં આ સમસ્યાનો ઈલાજ સમભવ નહોતો અને વાજપેયીજીને આ રોગના ઈલાજ માટે અમેરિકા જવું પડે એમ હતું પણ આર્થિક સાધનોની તંગીના કારણે આશક્ય નોહ્તું.

રાજીવ ગાંધી ની હત્યા બાદ વાજપેયીજીએ ભાવુક થઈને આ કહ્યું હતું કે, જયારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે ખબર નહિ કેવી રીતે તેમને મારી બીમારીની જાણ થઇ કે મને કીડનીને લગતી સમસ્યા છે અને તેમને એપણ ખબર પડી ગઈ હતી કે આ સમસ્યાના ઈલાજ માટે અમેરિકા જવું પડે એમ છે પરંતુ આર્થીક સાધનોની તંગીના કારણે આ સમયે અમેરિકા જવું મારા માટે સમભવ નહતું. આ બાબતે રાજીવ ગાંધીએ મને તેમની ઓફિસમાં બોલાવ્યો અને અને કહ્યું તમને સંયુક્ત રાષ્ટ્રમાં ન્યુયોર્ક જનાર પ્રતિનિધિ મંડળમાં શામિલ કરવામાં આવે છે. ઉમ્મીદ છે કે આ મોકા નો લાભ ઉઠાવીને તમે તમારો ઈલાજ કરાવી શકશો. વાજપેયીજીએ પત્રકારને કહ્યું કે હું ન્યુયોર્ક ગયો અને આજે એટલેજ જીવી રહ્યો છું.

ખરેખર આવી બાહોશી આજના કોઈ નેતામાં નથી અને એ વખતના જેવી સહાનુભુતિ અને પોતાનાપણાની લાગણી એ પણ વિપક્ષના નેતા માટે જે તમરી સરકારનો વિરોધ કરે છે એના માટે આવી લાગણી!! ખરેખર આજના જમાનામાં કોઈ નેતામાં નથી.

અટલ બિહારી વાજપેયી એ કયારેય કોઈ વિપક્ષના નેતા માટે અપમાનિત ભાષા નો ઉપયોગ કર્યો નથી કે ક્યારેય તેમણે સત્તાધારી સરકારના દેશહિતના પગલાને રોક્યા નથી હમેશા તેઓ જનહિત અને દેશહિતની વાટ કરતા જરૂર પડ્યે તે સરકાર સાથે ઉભા રહેતા ભલે તે વિપક્ષમાં જ કેમ ના હોય. એટલેજ તો ઘણીવાર સદનમાં વિપક્ષી પાર્ટીના નેતા કેહતા કે અટલજી સારા વ્યક્તિ છે પણ ખોટી જગ્યાએ છે. અટલ બિહારી વાજપાયી ના નિધનથી  દેશે એ મહાન નેતાને ખોયા છે અને એ ખોટ ક્યારેય પૂરી શકાય એમ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!