GujaratIndiaPolitics
Trending

જાણો કેમ ઐતિહાસિક છે લાલ ડુંગરી મેદાન જ્યાં રાહુલ ગાંધી સભા યોજવાના છે!

ગુજરાતના વલસાડ પાસેના ધરમપુર સ્થિત લાલ ડુંગરી મેદાન ઐતિહાસિક ગણવામાં આવે છે કારણ કે ભારતના બે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આ લાલ ડુંગરી મેદાન પરથી જંગી જનસભા સભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચુક્યા છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

આ બે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એટલે સ્વ. ઇન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં જંગી જનસભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચુક્યા છે ત્યારે રાહુલ ગાંધી પણ પોતાના દાદી, પિતા અને માતાના રસ્તે ચાલવા જઇ રહ્યા છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

કહેવાય છે વલસાડ બેઠક પર જે પાર્ટી જીતે તેની જ સરકાર ભારતમાં બને છે 2004 અને 2009માં કોંગ્રેસ પાસે આ સીટ હતી 2014માં ભાજપે આ બેઠક જીતી લીધી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી દ્વારા લાલ ડુંગરી મેદાન ખાતે જનસભાને સંબોધન કરવાના છે તે એટલે પણ અગત્યનું છે કે ત્યાં ગરીબ આદિવાસી અને ખેડૂત પ્રજા છે જેમના માટે હમણાજ રાહુલ ગાંધીએ આપેલા વચન પ્રમાણે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા અને છત્તીસગઢમાં આદિવાસીઓની જમીન ભાજપ સરકારે હસ્તક કરી હતી તે તેમને પરત કરી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

બસ આવુજ કઈંક દક્ષિણ ગુજરાતમાં છે વર્ષોથી આદિવાસીઓ દ્વારા પોતાના હક હિત માટે લડત ચલાવવામાં આવી રહી છે. મેટ્રો આવતાની સાથે કેટલાય આદિવાસી પરિવારની જમીન સરકાર હસ્તક થઈ જવા પામી છે જે અંગે તેઓ કોર્ટ કચેરી મારફતે લડત પણ લડી રહ્યાં છે. રાહુલ ગાંધી આ મુદ્દા પણ ઉઠાવી શકે છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

લાલ ડુંગરી મેદાન ખાતે સોનિયા ગાંધી પણ જનસભા સંબોધી ચુક્યા વર્ષ 2004 અને વર્ષ 2009 ના લોકસભા ચુંટણી વખતે પણ સોનિયા ગાંધી આ મેદાન પર ચુંટણી પ્રચાર કરી ચુક્યા છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પકડ બનાવવા માંગે છે અને તે માટે રાહુલ ગાંધીની આ જનસભા તેમાં પ્રાણ પુરશે. રાહુલ ગાંધી અહીંયાંથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના હોય આ જનસભા કોંગ્રેસ માટે તેમજ કોંગ્રેસ કાર્યકરો માટે ખુબજ મહત્વની અને ઐતિહાસિક સાબિત થશે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ગુજરાત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ છે અને ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ કાર્યકરો ચાર્જ પણ થઈ ગયા છે. રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!