GujaratPoliticsRajkot
Trending

જસદણ ભાજપમાં પડ્યા ગાબડા, આ મોટા નેતા જોડાયા કોંગ્રેસમાં

Jansad જનસદ ન્યુઝ: હાલ જસદણ માં પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે સમગ્ર ગુજરાતનું ધ્યાન જસદણ પાર ટકેલું છે. જસદણમાં ૨૦ ડિસેમ્બરે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે છે, ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના સિનીયર નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાઈ જતાં તેમની સીટ જસદણ પર આ પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે. આ ચુંટણી ભાજપ અને કુંવરજી બાવળિયા માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગઈ છે.

ભાજપ કોંગ્રેસ માંથી આવેલા આયાતી નેતા કુંવરજી બાવળીયાને ચૂંટણી લડાવી રહ્યા છે તો કોંગ્રેસે એક સમયના કુંવરજીના ચેલા ગણાતા અવસર નાકિયાને કુંવરજી સમક્ષ ટીકીટ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચારે બાજુ કોણ જીતશે જસદણની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ આ ચુંટણી ભાજપ માટે સહેલી નથી જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવી રહી છે અને કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

જસદણ ભાજપ સંગઠનમાં ગાબડા

જસદણ ભાજપ સંગઠનમાં ગાબડા પડ્યા છે. ભાજપના માલધારી સેલના પ્રમુખ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને ઉમેદવાર અવસર નાકિયાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરીને સામેલ થઈ ગયા છે.

જસદણની ચુંટણીને હવે આંગળીના વેઢે ગણાય તેટલાજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ સંગઠનમાં ગાબડા પડ્યા છે. ભાજપ માલધારી સેલના પ્રમુખ ગોરા મુંધવા તેના સમર્થકો સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને ઉમેદવાર અવસર નાકીયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે અને અવસર નાકિયાને સમર્થન જાહેર કર્યું છે. એક તરફ ભાજપ સંગઠનમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને માલધારી સમાજ અને અન્ય સમાજનું સમર્થન મળી રહ્યું છે.

રાજકીય મુદ્દે ખેલાશે ઘમાસાણ

જસદણ પેટા ચુંટણીને આંગળીના વેઢે ગણાય એટલા દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓના નામ લોકરાક્ષકની પરીક્ષાના પેપર લીક મામલે સામે આવી રહ્યાં છે. પેપર લીક કાંડને કોંગ્રેસ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો છે તો મોંઘવારી પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારા બાબતે કોંગ્રેસ ભાજપને ઘેરી રહી છે. સાથે સાથે જસદણના લોકલ પ્રશ્નો બાબતે પણ કોંગ્રેસ હાવી થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

કુંવરજી કહેતા હતા કે અમારા માટે આ પેટા ચુંટણી સરળ છે પરંતુ તેમને અત્યારની પરિસ્થિતિ જોતા આ ચુંટણી સૌથી અઘરી લાગતી હશે એવું અમારા અંગત સુત્રોનું માનવું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!