
ઘણા સમયથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ મામલે સમાચારો વહેતા થયા છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને સેવા કરશે. આ બાબતે ગુજરાતની દરેક પાર્ટીએ તેમને આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એ પણ નરેશ પટેલ ને તેમની પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.તો ક્યાંક તો દિલ્લી થી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો કેટલાક સમાચાર તો એવા ફરી રહ્યા છે કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી માંથી રાજ્યસભા જઈ શકે છે અને એ પણ હાલમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી તે પંજાબથી. હાલ માં જ્યાં સુંધી નરેશ પટેલ મગનું નામ મરી પાડે નહીં ત્યાં સુંધી આ બધી અફવાહ જ ગણી શકાય.

પરંતુ આજે ધુળેટી ના દિવસે એક મોટું નિવેદન આવ્યું છે.તે બાદ સમગ્ર પક્ષો આગળની રણનીતિના ચોકઠાં ગોઠવવા લાગી ગયા છે. કોંગ્રેસના નેતાઓ તો ખુલ્લેઆમ આમંત્રણ આપી રહ્યા છે.સૌથી પહેલાં હાર્દિક પટેલ દ્વારા ખુલ્લેઆમ પત્ર લખીને કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પણ ઓપન આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ ના દરેક નેતા દ્વારા નરેશ પટેલ ને કોંગ્રેસ સાથે જોડાવા માટે આમંત્રીત કરવામાં આવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ નરેશ પટેલને આમ આદમી પાર્ટી સાથે જોડાવા અને ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

તો ત્રીજી તરફ ભાજપ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. અને પાટીદાર આગેવાન તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં આવવાનો મુદ્દો ખૂબજ વધારે ચર્ચાસ્પદ બની ગયો છે. નરેશ પટેલને લઈને બધા નેતાઓ નિવેદનો તો કરી જ રહ્યા છે પરંતુ ભાજપ દ્વારા કરવાં આવેલું નિવેદન વધારે ચર્ચા જગાવી રહ્યુ વહહે. નરેશ પટેલ કોઈ નિર્ણય લે એ પહેલાં ભાજપ નેતાઓ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ભાજપમાં જ આવશે. નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી સદસ્ય રહ્યા છે અને અંગત રીતે મારા ખાસ મિત્ર પણ છે.

વધુમાં ભાજપ અધ્યક્ષ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલમાં નરેશ પટેલ દ્વારા કોઈપણ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓએ કોઈ પણ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી. પાટીદાર નેતા નરેશ પટેલ પ્રજા સાથે જોડાયેલા છે. તેઓ એક ધાર્મિક સંસ્થાના વડા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે શુભેચ્છક તરીકે જોડાયેલા છે તે રીતે સાથ જળવાઈ રહેશે. ભાજપ અધ્યક્ષ પાટીલ ના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. એમાં તેલ પુરવાનું કામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનો કર્યું છે. વિજય રૂપાણી દ્વારા પણ નરેશ પટેલ બાબતે નિવેદન આપ્યું છે અને આ વિવાદમાં વધારે ચર્ચા જગાવી છે. વિજય રૂપાણી ના નિવેદન બાદ સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ધુળેટીની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે તેમણે સમગ્ર રાજ્યને શુભકામનાઓ આપી હતી. ત્યારબાદ તેમણે પાટીદાર નેતા અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું જેના કારણે રાજકીય ગરમાંગરમી વધી ગઈ છે. રૂપાણી એ જણાવ્યું હતું કે, પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તેમજ કયા પક્ષમાં નરેશ પટેલ જશે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે. પરંતુ મને શ્રદ્ધા છે કે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. વિજય રૂપાણી અને સી.આર. પાટીલ ના નિવેદન બાદ રાજકીય ચહલપહલ તેજ થઈ ગઈ છે



