
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધી દ્વારા તેમના બહેન પ્રિયંકા ગાંધી ને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને ચારે બાજુ આજ ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધી ની છબી માનવામાં આવે છે અને જયારે પ્રિયંકા ગાંધી નાના હતા ત્યારે ઇન્દિરા ગાંધી એ કહ્યું હતું કે જયારે પ્રિયંકા ગાંધી રાજનીતિ માં આવશે ત્યારે લોકો મને ભૂલી જશે. આખો દેશ જાણે છે કે દાદી ઇન્દિરા ગાંધી ની જેમ પ્રિયંકા ગાંધી પ્રભાવશાળી નેત્રી છે અને જનમાનસ પર એક અદભુત છાપ છોડે છે.

પ્રિયંકા ગાંધી વિષે એવું કેહવાય છે કે તે પહેલા બૌ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતા હતા પરંતુ તેમને અમેઠી અને રાયબરેલી માં કામ કરતા જોઈ કાર્યકરો આ વાતને રદિયો આપે છે. જોકે હકીકત તો એજ છે કે તેમનો સ્વભાવ પહેલા ખુબ ગુસ્સાવાળો હતો પરંતુ હવે તે એકદમ ડાઉન ટુ અર્થ નેત્રી છે.

પ્રિયંકા ગાંધી માં અજબની કોઠા સૂઝ છે તેઓ એકલા ભાઈ રાહુલ ગાંધી ની લોકસભા અમેઠી અને માતાની લોકસભા સીટ રાઈબરેલી સંભાળે છે અને ત્યાની જનતાની નાડ પારખીને તમામ નિર્ણયો કરે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર લગભગ ૧૫ થી ૨૦ વર્ષ થી નથી આવા સમયમાં રાયબરેલી અને અમેઠી લોકસભા જીતવી ઘણીજ મુશ્કેલ બની શકે છે તોય પણ પ્રિયંકા ગાંધીએ ભાઈ અને માતાને જીતાડવામાં અથાગ મેહનત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીની રાયબરેલી સીટ થી લોકસભા ચુંટણી લડી શકે છે.
ગયા વર્ષે એટલે કે ૨૦૧૮ ના ફેબ્રુઆરી માં એક પ્રોગ્રામમાં મીડિયા કારમી દ્વારા હાર્દિકને રાહુલ ગાંધી ને પોતે નેતા મને છે કે નહિ એના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું રાહુલ ગાંધીને મારા નેતા નથી માનતો પરંતુ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં આવવું જોઈએ. આમ કહીને હાર્દિકે વધુ એક ચર્ચાને જોર આપ્યું હતું.
જોકે ૨૦૧૮ ના અંતમાં યોજાયેલા પાંચ વિધાનસભા ચુંટણીના ભાજપ વિરોધી પરિણામ અને કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકેલા ત્રણ મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનના પરિણામ બાદ હાર્દિક પટેલ રાહુલ ગાંધીના વખાણ કરી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે હાર્દિક પટેલ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા ના હોવા છતાં મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચાર અર્થે નાની નાની મીટીંગ અને સભાઓ ગજવી ચુક્યા છે મધ્યપ્રદેશ રાજસ્થાનના ના યુવાનોમાં પણ હાર્દિક પટેલનો ક્રેઝ જોવા મળ્યો છે.