
છેલ્લા કેટલાય દિવસથી ઠંડી, ગરમી, તડકો, છાંયડો, ભૂખ, તરસ, સુખ, દુઃખ ને અવગણીને જગતનો તાત દિલ્લીના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યો છે. ધીમે ધીમે દિલ્લીની તમામ બોર્ડર પર કબજો કરી ને ખેડૂતો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. દિલ્લીમાં થઈ રહેલું ખેડુતોનું આઆંદોલન અત્યાર સુંધીનું સૌથી મોટું આંદોલન ગણવામાં આવી રહ્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા વગર કોઈ રાજકીય પાર્ટીના સમર્થન વગર આટલું મોટું આંદોલન ઉભું થયું છે. સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ નીવડી રહી છે અને હવે આ આંદોલન વધારે ઉગ્ર બનતું જઇ રહ્યું છે.

ભારતની રાજધાની દિલ્લીમાં થઈ રહેલા ખેડૂત આંદોલનના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે. અમેરિકા જેવા દેશોમાં પણ ભારતીયો દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મલી રહ્યું છે. ત્યારે કેનેડિયન પ્રધાનમંત્રી દ્વારા ભારતીય ખેડૂતોને ખુલ્લંમ ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતમાં ખેડૂતો દ્વારા કરાઇ રહેલા આંદોલનના સમાચારોથી હું વ્યથિત છું. દેખાવો કરી રહેલા ખેડૂતોના અધિકારોના રક્ષણ માટે કેનેડા સતત ખેડૂતોની સાથે છે. તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્વ વાટાઘાટમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને ભારત સરકાર પણ આ સમસ્યાનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવશે એવી અમને આશા છે.

કેનેડિયન પ્રધાનમંત્રીના નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું અને ભારત સરકારે ચીમકી આપી કે અમારા દેશની બાબતે અન્યો કોઈ દેશનેબોલવાનો હક અધિકાર નથી. તેમજ ભારતના વિદેશ મંત્રાલય તરફથી કેનેડિયન પ્રધાનમંત્રીએ આપેલા નિવેદન પર જણાવ્યું હતું કે કેનેડિયન પ્રધાનમંત્રીના આ નિવેદનને કારણે બે દેશોના સંબંધો વધારે મજબૂત થવાને બદલે બગડશે. જો કે આ બાદ પણ કેનેડિયન પ્રધાનમંત્રી પોતાના નિવેદન વળગી રહ્યા હતા. આમ જોવા જઈએ તો કેનેડામાં પણ ભારતીયોની વસ્તી સારી એવી છે એટલે ભારતીય કેનેડિયનની લાગણીને કારણે જસ્ટિન ટ્રુડોની નિવેદન હોઈ શકે છે.

જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ દેશનું પણ રાજકારણ ગરમાઈ ગયું છે. સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા ટ્રુડોને ભારતના આંતરિક મુદ્દાઓમાં દાખલ અંદાજી નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. અને સમગ્ર દેશ એક થઈ ગયો હતો. પરંતુ થોડા સમય પહેલા જ બરાક ઓબામા દ્વારા ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીના પૂર્વ પ્રમુખ બાબતે અસભ્ય ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે સત્તાપક્ષના નેતાઓ દ્વારા મઝા લેવામાં આવી હતી. તે પણ નોંધનીય છે. જો જસ્ટિન ટ્રુડોના સમર્થનમાં વિપક્ષી પાર્ટીઓ આવી હોત તો ભાજપ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહેવામાં આવેત. બસ આજ મુદ્દે હાર્દિક પટેલ પણ મેદાને આવ્યા છે.

હાર્દિક પટેલ દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું અને ભાજપને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પ્રવાસ યાદ કરાવી દીધો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારતીય ખેડૂતોના સમર્થનમાં બે શબ્દો કહ્યા અને ભાજપ નેતાઓ બયાનબાજી પર ઉતરી આવ્યા. પરંતુ ભારતના વડાપ્રધાન હોવા છતાં નરેન્દ્ર મોદી અમેરિકાના ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે તમે શા માટે ચૂપ હતા! બીજું કોઈ કરે તો ચોરી અને તમે બધું કરો એ લીલા.

જણાવી દઈએ કે, આજે ખેડૂતોએ કૃષિ કિસાન વિરોધી બીલના વિરોધને મજબૂત કરવા માટે ભારત બંધનું એલાન કર્યું છે અને આજે ભારત બંધ આપ્યું છે. ખેડૂતોના ભારત બંધને ભારતની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે ધરણા પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતાં. તેમજ આજના બંધને સમર્થન પણ જાહેર કરવામાં આવ્યું હતું. ખેડૂતનેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદાઓ પાછા લે નહીંતર આંદોલન વધારે ઉગ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે જો મોદી સરકાર દ્વારા વધારે પહેલ થાય તો આ આંદોલન સમેટાઈ શકે છે પરંતુ ખેડૂતોની માંગણી એક જ છે કૃષિ કિસાનના ત્રણ કાયદાઓ પાછા લેવામાં આવે. જો કે મોદી સરકાર આ કાયદાઓને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે. જોકે પ્રધાનમંત્રી દ્વારા પણ આ કાયદાઓને કિસાન હિતમાં ગણાવ્યા છે. ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધ બોલાવવામાં આવ્યું છે જેમાં ટ્રાન્સપોર્ટરોનું પણ સમર્થન મળતાં હાઇવે પાર પણ ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ શકે છે. આ સાથે જ ખેડૂત સંગઠનો દ્વારા તેમની માંગણી નહીં સંતોષાય તો આ આંદોલન વધારે ઉગ્ર બનશેની ચીમકી મોદી સરકારને આપવામાં આવી છે.