
વર્ષ 1993 બાદ ગુજરાતમાં સૌથી મોટુ તીડ આક્રમણ થયું છે. જગતના તાતે મહામુશ્કેલી વેઠીને માંડ માંડ પૈસા ભેગા કરીને વાવેતર કર્યું હતું ત્યારે તીડ દ્વારા ઉભા પાકને નુકશાન કરવામાં આવી રહ્યું છે. પહેલા દુકાળની સ્થિતિ પછી અતિવૃષ્ટિ ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે તીડ આક્રમણ. ખેડૂત માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે અને જગતનો તાત લાચાર બનીને સરકાર તરફ મદદની મીટ માંડીને બેઠો છે. ત્યારે સરકારના અધિકારી દ્વારા ગુજરાતના ભાવીને ઘડવાનું છોડીને આજુબાજુના ખવતરોમાં જઇને તીડ ભગડવાનો તુઘલકી ફરમાન કરીને શિક્ષક અને ખેડૂતનો મઝાક કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓનું ભાવિ પણ અધરતાલ મુકાઈ જશે.

ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા એક ખાલી મેદાનમાં થાળી વગાડીને તીડ ઉડાડવાનું નાટક કરવામાં આવ્યું. આવા નાટકો સત્તાધારી પક્ષનું સુકાન સાંભળનાર વ્યક્તિ કરે ત્યારે ખેડૂતોને પડતા પાર પાટુ માર્યા બરાબર છે. એક ખાનગી ચેનલ દ્વાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નાટકીય પ્રોગ્રામને ખેડૂતોની ક્રૂર મઝાક ગણાવી છે. જ્યારે ખેડૂતો સરકાર સમક્ષ ચોક્કસ મદદની મીટ માંડીને બેઠા છે. વર્ષ 1993માં આવો જ ભયંકર તીડ હુમલો થયો હતો ત્યારે રાજ્યની જે તે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ આજે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ હોય તેવું વર્તાઈ રહ્યું છે.

આજે આપણે ટેકનોલોજીના ક્ષેત્રે આગળ છીએ આપણો દેશ ચંદ્ર, મંગળ પર પહોંચી ગયો પણ આપણે તીડ ભગડવામાટે આજે પણ થાળી, ઢોલ નગારા લઈને નીકળીએ છીએ! સરકાર દ્વારા રાહ જોયા વગર ખેડૂતોની વહારે આવવું જોઈએ જેમાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે પેટાચૂંટણીમાં જીતેલા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત આવા કપરા સમયે ખેડૂતોની મદદે આવ્યા છે. તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ ખેુડુતોના પાક નુકસાનનું નીરક્ષણ કર્યું તથા તેમણે કહ્યું કે, “સરકાર તાત્કાલિક ધોરણે સરહદી વિસ્તાર થરાદ – વાવ ના દરેક ખેડુતોને સહાય , પાક વિમો, દેવા માફ નહી કરે ત્યાં સુધી અમે ખેડુતો માટે લડીશું.”

ગુલાબસિંહ રાજપૂત દ્વારા 23 ડિસેમ્બરના રોજ તીડ હુમલા બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, “ગુજરાતથી માત્ર 10 કિલોમીટર દૂર કરોડો તીડનું ઝુંડ ત્યાં જોવામાં આવ્યું છે આવતી કાલે સવારે ગુજરાતની સરહદમાં પ્રવેશ કરશે એવી શક્યતા છે તાત્કાલિક ધોરણે સરકાર આને રોકવાના પગલાંલે નહીતો ગુજરાતના છેવાડાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને ભયંકર નુકસાન થઇ શકે છે.” પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નોહતા તે આશ્ચર્યની વાત છે!

પરંતુ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક નિવેદન કરી જણાવવામાં આવ્યું કે, “બનાસકાંઠામાં ભયંકર તીડના આતંકને અટકાવવા માટે રાજ્ય સરકાર કામે લાગી ગઈ છે અને યુદ્ધના ધોરણે 11 જેટલી ટીમ બનાસકાંઠામાં કાર્યરત છે.” હેલિકોપ્ટરથી દવાના છંટકાવ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, “હેલિકોપ્ટર નહીં પરંતુ ડ્રોનથી દવા છંટકાવ કરાઇ રહ્યો છે. રાજ્ય સરકાર તેની તરફ આગળ વધી રહી છે.” હેલિકોપ્ટરથી કે ડ્રોનથઈ પણ હાલ જગતના તાતને સહાયની જરૂર છે. થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને મદદ કરે.

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં થરાદ વિધાનસભા પણ હતી જે ભાજપનો ગઢ ગણવામાં આવતી તે બેઠક પર 15 વર્ષ જેટલા લાંબા સમયથી ભાજપનું એક હથ્થું શાશન હતું જે ગઢને જીતવાનું કામ કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કર્યું. 15 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ થરાદમાં ગુલાબના રૂપે પંજો પડ્યો. યુવાન અને જનતાના સેવક કોને કહેવાય એ ગુલાબસિંહએ આવતાની સાથે જ બતાવી દીધું હતું. હજુ શપથ પણ લીધી નોહતી અને થરાદ વિધાનસભામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકશાની બાબતે કલેક્ટરને મળીને ખેડૂતોને મદદ કરવા રજુઆત કરી હતી.

ત્યારબાદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને નેતાઓ બનાસકાંઠાના થરાદ માં જેટલી કેનાલો આવે છે તે કેનાલોની દશા પરિસ્થિતિ જાણવા માટે રૂબરૂ મુલાકાત લીધી હતી. કેનાલોની કથળતી પરિસ્થિતિ તેમજ ખેડૂતોને પાણી ન મળવાની ફરિયાદોને ધ્યાને લઈને બનાસકાંઠાના થરાદ નર્મદા વિભાગની ઓફિસને બંને નેતાઓ, ખેડૂતો અને સ્થાનિકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. વાવ થરાદ સુઇગામ કેનાલોની સફાઈ કરવાની માંગ સાથે ધારાસભ્યો સહિત ખેડૂતોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
