
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતી કાલે એટલે કે 11 તારીખે પરિણામ પણ આવી જશે અને નક્કી થઈ જશે કે દિલ્લીની ગાદી પર કોણ બિરાજશે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. પરંતુ એક્ઝિટ પોલ સહિત તામામ જગ્યાએ આમ આદમી પાર્ટીની સરકાર બનતી બતાવાઈ રહી છે પરંતુ જનતાએ કોને વોટ આપ્યા છે એ તો હવે 11 મી તારીખે જ જાણવા મળશે. દિલ્લી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાં હવે ગુજરાતમાં ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ ચૂંટણી આવી રહી છે બિહાર પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાં ગરમી વધી જશે.

ગુજરાતમાં વિધાબસભા કે કોઈ પેટા ચૂંટણી નહીં પરંતુ ગુજરાતમાં ચૂંટણી રાજ્યસભાની આવી રહી છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ચાર જેટલી રાજ્યસભા બેઠકો ખાલી થાય છે. જેમાંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. પરંતુ હાલનું વિધાનસભાનું ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક સીટ આંચકી લઈ શકે છે. અને ભાજપ બે બેઠક તથા કોંગ્રેસ બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખી શકે છે. ગત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતાં આ વખતે આવી કોઈ ઘટના બને એવું લાગતું નથી.

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં દલ બદલું નેતાઓને જનતાએ બરાબરનો પાઠ ભણાવી દીધો છે એ જોતાં કોઈપણ ધારાસભ્યો આઘાપાછા થાય એમ લાગતું નથી. અને અત્યારે ભાજપમાં પણ ઉકળતાં ચરું જેવી પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ આવી કોઈ પહેલ થાય એમ લાગતું નથી. ભાજપના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ પણ કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં સામેલ કરીને મંત્રી પદ આપવા સામે વિરોધ નોંધાવી ચુક્યા છે ત્યારે ભાજપ પોતાના આંતરિક વિખવાદને ડામવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાના પ્રયત્નો કરશે નહીં. કોંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બાબતે વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

ગુજરાત સાથે લગભગ તમામ રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે સિનિયર નેતાઓને બદલે બીજી પેઢીના નેતાઓને પણ રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગણીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, આરપીએન સિંહ, સુરજેવાલા, રાજીવ સાતવ, જીતીન પ્રસાદ વગેરે નેતાઓને રાજ્યસભામાં મોકલી શકે છે તો ગુજરાતમાં ચૂંટણી ની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની બે બેઠક પર ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. જેમાં એક બેઠક માટેનું નામ લગભગ લગભગ નક્કી છે. કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં મોકલી શકે છે.

હાલ કોંગ્રેસ દ્વારા આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ દ્વારા બે બેઠક પૈકી એક બેઠક પર ભરતસિંહ સોલંકીનું નામ લગભગ લગભગ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકી એવું નામ છે જે ગુજરાત કોંગ્રેસમાં નિર્વિરોધ અને નિર્વિવાદ ફાઇનલ થઈ શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં લાવવાનો શ્રેય પણ તેમને જ જાય છે તેમજ પાર્ટી હાઇકમાન્ડ સાથે તેમની ઘનિષ્ઠતા જોતા કોંગ્રેસ ભરતસિંહ સોલંકીને રાજ્યસભા ટિકિટ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં ચૂંટણી બાબતે ચર્ચાઓ અને મિટિંગોનો દોર શરૂ થઈ જશે. આ વખતે પણ રાજ્યસભા ચૂંટણી એટલી જ રસાકસી ભરી રહેશે જેટલી એહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જામેલા જંગ સમયે હતી. કરણ કે ગુજરાતની ચાર બેઠક માંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે તો એક બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે વિધાનસભામાં ગણિત જોતાં કોંગ્રેસ ભાજપ પાસેથી એક બેઠક આંચકી લઈ શકે છે અને ભાજપ ત્રણ બેઠકના બદલે બે બેઠક જીતી શકે છે તો કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઇ શકે છે.
- આ પણ વાંચો
- દિલ્લીમાં કેજરીવાલ ભલે જોર લગાવે પણ ભાજપ કોંગ્રેસ ખેલ બગાડી શકે છે! જાણો આ લેટેસ્ટ સમીકરણ!
- ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીનું રાજકોટ જ ભ્રષ્ટાચારની ફેક્ટરી છે?? મોટો ખુલાસો!
- આ ધારાસભ્યએ અમિત શાહને મોકલી લીગલ નોટિસ! ગુજરાતનું રાજકારણ ગરમાયું! જાણો!
- નિરાશાના સમયમાં ભાજપ માટે સારા સમાચાર, CAA ના કારણે છેડો ફાડ્યો હવે સાથે આવ્યા! જાણો!
- ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ! આંતરિક વિદ્રોહની ફોજ મોટી થતી જઇ રહી છે! જાણો!
- જો વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી બને તો ગુજરાત મુખ્યમંત્રી કોણ બનશે? જાણો!