
આજ તારીખ 16 સપ્ટેમ્બરના રોજથી સમગ્ર ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. આજ વહેલી સવારથી જ આ એક્ટ મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને કડકાઇથી આ કાયદાનું પાલન કરાવામાટે સરકારશ્રી દ્વારા ટ્રાફિક પોલીસ તંત્રને ખડે પગે રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તો આવા તોતિંગ, મસમોટા અને અંધાધૂંધ કહી શકાય તેવા દંડમાં ગુજરાત સરકાર દ્વારા સામાન્ય રાહત આપવામાં આવી છે જેના સામે જનતામાં ભારે રોશની લાગણી જોવા મળી રહી છે. જનતાને ખુબજ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા એક નંબર લોન્ચ કરવામાં આવ્યો છે.

ત્યારે શસક્ત વિપક્ષની ભૂમિકા માં ગુજરાત કોંગ્રેસ દ્વારા એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મિસ્કોલ મારો આંખ ઉઘાડો અભિયાન દ્વારા સરકારના આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા એક નંબર લોન્ચ કરવામાં આવ્યો છે જેના પર મિસ્કોલ મારીને જનતા વિરોધ દર્શાવી શકે છે. આ કોંગ્રેસ દ્વારા સરકારની આંખ ખોલવામાટે કેટલાક ક્રિએટિવસ પણ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં રોડ રસ્તાની ખરાબ હાલત માટે કોણ જવાબદાર? બાળકને ખોળામાં બેસાડો તો દંડ પરંતુ બાળ કુપોષણ અને બાળ તસ્કરીના વધતા પ્રમાણનું શુ? વગેરે જેવા વેધક સવાલો પૂછવામાં આવ્યા છે.

આમ કોંગ્રેસ દ્વારા ગાંધીગીરી સ્વરૂપે જનતાનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે જેમાં કોંગ્રેસ દ્વારા આ અભિયાન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલા નંબર 07941050774 પર લગભગ અત્યાર સુંધી 10 હજાર સુંધી મિસ્કોલ આવી ચુક્યા છે અને તમે આ વાંચતા હશો ત્યાં સુંધી લગભગ ડબલ જેટલો આંકડો પાર થઈ ગયો હશે. આમ ગુજરાત કોંગ્રેસને આ ભિયાનમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પહેલા પણ કોંગ્રેસ દ્વારા આ કાયદાનો વિરોધ કરવા માટે સરકારને ઉદ્દેશીને એક દંડનામું બહાર પડ્યું હતું જેમાં જનતાને પડતી અસુવિધા માટે કોણ જવાબદાર અને તેને લાગતા વળગતા અધિકારીને દંડની જોગવાઈનું દંડનામું જાહેર કરવામાં આવ્યું હતું.

પહેલી સપ્ટેમ્બરના રોજ જ્યારે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થયો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને રોડ રસ્તાની ખરાબ હાલત, અસ્વચ્છ રસ્તા ગંદગી અને સફાઈ, બંધ ટ્રાફિક સિગ્નલ્સ, રસ્તા પર ખાડા, ભુવા, ખોડેલી સડક, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તે રઝળતા રખડતા પશુથી થતો અકસ્માત અને રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ વગેરે અંગેની ખરાબ સ્થિતિ માટે પણ જવાબદાર અધિકારી સામે પગલાં અને દંડ વસુલવાનું લિસ્ટ દંડની રકમ સાથેનું દંડનામું જાહેર કર્યું હતું અને જનતાનો આવાજ બની હતી.

ઉલ્લેખનીય છે કે, પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં મોટર વિહિકલ એક્ટ સંશોધન કાયદો લાગુ થઈ ગયો છે જેમાં દરેક રાજ્યોને તેમાં સુધારા વધારા કરવાની સત્તા છે. મધ્યપ્રદેશ અને બંગાળમાં આ કાયદો લાગુ થયો નથી ત્યારે ગુજરાત પણ આ કાયદામાં દંડની જોગવાઈઓને લઈને અવઢવની સ્થિતિમાં હતું પરંતુ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ અંગે પ્રેસકોન્ફ્રન્સ યોજી હતી અને અમુક સામાન્ય રાહત સાથે આ કાયદો 16 સપ્ટેમ્બરના રોજ લાગુ થશે તેવી જાહેરાત કરી હતી. કાયદામાં કરેલા તોતિંગ, મસમોટા અને અંધાધૂંધ દંડની જોગવાઈમાં ફેરફાર અંગે તેમણે આરટીઓ પાસે પણ રિપોર્ટ મંગાવ્યો હતો. પરંતુ સામાન્ય સુધારા સાથે આ કાયદો લાગુ થતાં જનતાના પેટે પાટુ માર્યા સમાન થયું છે.