IndiaPolitics

તો બિહાર માં થશે મહારાષ્ટ્ર વાળી? આ નેતાએ કરી નાખ્યો ઘટસ્ફોટ!

સમગ્ર દેશમાં ચૂંટણી નો માહોલ હતો જે 10 તારીખે મોડી રાત્રે સમાપ્ત થયો. પરંતુ હજુ પણ રાજકીય ગરમાંગરમી છે. સમગ્ર દેશમાં 54 જેટલી બેઠકો પર પેટાચૂંટણી હતી અને બિહારમાં વિધાનસભા ચૂંટણી હતી. જેના પરિણામ 10 તારીખે મોડી રાત્રે આવ્યા હતાં. લોકોમાં ઉત્સુકતા હતી કે બિહારમાં કોણ જીતશે ની આતુરતાનો અંત આવી ગયો પરંતુ કોણ મુખ્યમંત્રી બનશેની આતુરતા અને ઉત્સુકતાનો અંત હજુ પણ આવ્યો નથી. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં યોજાયેલી પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુંધી બિહારમાં કોણ બનશે મુખ્યમંત્રીનું કોકડું ગૂંચવાયેલું રહ્યું છે.

કોંગ્રેસ, પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે મહાગઢબંધનના નેતા તેજસ્વી યાદવ દ્વારા પોસ્ટલ બેલેટની હેરાફેરી અને સત્તાના દુરૂપયોગના સહારે મતગણત્રીમાં હેરફેર થઈ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમજ બિહારમાં મહાગઢબંધનની જ સરકાર બનશેની પણ ખાતરી આપવામાં આવી છે. બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં લાલુની પાર્ટી આરજેડી સૌથી મોટી પાર્ટી છે એટલે સ્વાભાવિક છે રાજ્યપાલ આરજેડીને જ સૌથી પહેલા સરકાર રચવા માટેનું આમંત્રણ આપશે. અને એ વખતે આરજેડી મોટી રમત રમી શકે છે. મહાગઢબંધનને સત્તા પર બેસવા માટે 12 બેઠક હજુ પણ જોઈએ છે. જે માટે હજુ પણ રાજકીય હલચલ ચાલુ જ છે.

બિહાર, નીતીશ કુમાર, ભાજપ, ચૂંટણી, અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આજે પટનામાં બિહાર ના પર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીના નિવાસસ્થાને મહાગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. જેમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટીલેવામાં આવ્યા હતાં. તેજસ્વી યાદવે ધારાસભ્યોને કહ્યું હતું કે બિહાર માં જનતાનો મેન્ડેટ મહાગઢબંધન ને મળ્યો છે. જેડીયું અને ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને મતોની હેરફેર કરી છે. સરકારી મશીનરી અને પાવરનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને આશ્વત કરતાં જણાવ્યું હતું કે, બિહારમાં સરકાર તો મહાગઢબંધનની જ બનશે તૈયાર રહો. તેમજ તેજસ્વી યાદવે તમામ ધારાસભ્યોને પટનામાં જ રહેવા અપીલ પણ કરી છે.

બિહાર, ભાજપ, અમિત શાહ, નીતીશ કુમાર

તેજસ્વી યાદવે ભાજપના જેડીયુના કેટલાક ધારાસભ્યો અને કેટલીક નાની પાર્ટીઓ જેવી કે, HAM, VIP અને AIMIM ને મહાગઢબંધન સાથે જોડાવવા માટે આમંત્રણ પણ આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો આ ત્રણ પાર્ટી મહાગઢબંધનમાં જોડાઈ જાય તો બિહાર ના રાજકારણમાં મોટો ભૂકંપ આવે અને બિહારમાં ભાજપના મોઢે આવેલો કોળિયો ઝુંટવાઈ જાય. તેમજ બિહાર ને યુવાન મુખ્યમંત્રી ના રૂપે તેજસ્વી યાદવ મળે. આ સંભાવનાઓ જોતા તેજસ્વી યાદવે મહાગઢબંધનના તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ એક મહિના સુધી પટનામાં જ રહે.

બિહાર, અમિત શાહ, ચિરાગ પાસવાન, amit shah, chirag paswan
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે AIMIM દ્વારા તો જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ મહાગઢબંધન સાથે જોડાવા તૈયાર છે. હવે બાકીની બે પાર્ટી HAM અને VIP જે ગત વિધાનસભા ચૂંટણીમાં મહાગઢબંધનની સહયોગી પાર્ટી હતી. હવે જોવાનું એ રહ્યું કે તેઓ શું નિર્ણય લે છે. જો કે હાલ બિહાર માં ભાજપ જેડીયું સરકાર બનાવી પણ લે તોય આગળ જતાં ખટપટ થાય તો તેનો ફાયદો મહાગઢબંધન ઉઠાવી શકે છે. હાલમાં તેજસ્વી સામે તમામ ધારાસભ્યોને સાચવવાનું અને કોઈ તૂટે નહીં તે જોવાનું છે કરણ કે ભાજપ ગઢબંધનને બહુમત કરતાં ત્રણ જ બેઠક વધારે મળી છે જ્યારે ભાજપ અને જેડીયું બહુમત માટે અન્ય પાર્ટી જેવી કે, HAM અને VIP પાસે આશા રાખી રહ્યું છે.

બિહાર,
ફોટો સોશિયલ મીડિયા

જો HAM અને VIP તેમના 4-4 ધારાસભ્યો લઈને મહાગઢબંધન માં જતાં રહે તો બિહારમાં ભાજપ સત્તાથઈ દૂર થઈ જાય. અને મહાગઢબંધન સત્તામાં આવી જાય. મહાગઢબંધન પાસે હાલમાં 110 ધારાસભ્યો છે જેમાં RJD 75, INC 19, લેફ્ટ પાર્ટીઓ 16 ધારાસભ્યો છે. એનડીએ ગઢબંધન પાસે 125 ધારાસભ્યો છે. જેમાં BJP 74, JDU 43, HAM 4, VIP 4. તેમજ અન્ય પણ 8 ધારાસભ્ય છે જેમાં ઓવેસીની AIMIM ના 5, BSP ના 1, ચીરાગ પાસવાન ની LJP ના 1 અને ઇન્ડિપેંડેન્ટ 1 ધારાસભ્ય છે.

બિહાર,
ફોટો સોશિયલ મીડિયા

હવે ગણીત જોઈએ જો તેજસ્વી યાદવ HAM અને VIP ને મહાગઢબંધન માં શામેલ થવા મનાવી લે તો મહાગઢબંધન પાસે 110+4+4+5 = ધારાસભ્યો થાય જે મેજોરીટીના આંકડા કરતાં એક વધારે છે. ત્યારે અનેડીએ પાસે HAM અને VIP સાથે મળીને 125 છે જો બંને NDA માંથી જાય તો ભાજપ પાસે 117 ધારાસભ્યો રહે. પરંતુ આતો હજુ જો અને તો નું ગણિત છે. એટલે કશું કહી શકાય નહીં. ધારાસભ્યો જેમ ગુજરાત, મધ્યપ્રદેશમાં પાર્ટી બદલે છે એમ બિહાર માં પણ પાર્ટી બદલી શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!