IndiaPolitics

તો પછી આખા દેશમાં 40 લાખ ટ્રેક્ટરો સાથે રેલી કાઢીશું: રાકેશ ટીકૈત નું અલ્ટિમેટમ!

છેલ્લા ઘણા સમયથી દેશનો અન્નદાતા દિલ્લીની સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર છે. મોદી સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત બાદ પણ કોઈ નિર્ણય પર ના આવતાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મિટિંગ યોજાઈ હતી પરંતુ કિસાન આંદોલન બાબતે અને કૃષિ કાયદા પાછા લેવા બાબતે મોદી સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે ખેડૂતોના આ આંદોલનનો અંત આવ્યો નથી. ધીમે ધીમે ખેડૂત આંદોલનને દેશના દરેક ખુણા માંથી સમર્થન મળી રહ્યું છે અને સરકારનું ટેન્શન વધી રહ્યું છે.

મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ ખેડૂતોને સમગ્ર દેશ માંથી સમર્થન મળી રહ્યું છે. મોદી સરકાર પર એક પછી એક રાજકીય પાર્ટીઓ કાયદાઓ રદ કરવા માટે દબાવ બનાવી રહી છે. પહેલા પંજાબની વર્ષોથી સાથી એવી શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને ઝટકો આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કેટલોક ક્ષેત્રીય પાર્ટીઓ પણ મેદાને આવી છે. અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહી છે. ભાજપની હરિયાણાની સાથી અને જેમના સમર્થનના સહારે ભજઓની સરકાર હરિયાણામાં છે તેના મુખીયાએ પણ ભાજપને એમએસપી બાબતે દબાણ કર્યું છે.

રૂપાણી સરકાર, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

સરકાર દ્વારા કૃષિ કાયદા રદ કરવામાં વધારે સમય લેતા આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકારની વચ્ચે અંતર વધી રહ્યુ છે. મોદી સરકાર દ્વારા દિલ્હીમાં સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા બોર્ડરને રીતસરની સિલ કરી દેવામાં આવી છે. બેરીકેડ સાથે સાથે કોન્ક્રીટ પાથરવામાં આવી છે તેમજ તારની વાડ પણ કરવામાં આવી છે. રસ્તા પર મોટા ખીલા મારવામામાં આવ્યા છે. મોદી સરકારની આ કામગીરી બાદ ખેડૂત નેતાઓ વધારે ઉગ્ર બન્યા છે અને સરકારને ચેતવણી આપી છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, અમે સરકારને ઓક્ટોબર સુધીનો સમય આપવા માટે તૈયાર છીએ. જો સરકાર હજું પણ અમારી વાત નહીં માને તો દેશવ્યાપી ટ્રેકટર રેલી નિકળશે. ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશભરમાં ખેડૂતો 40 લાખ ટ્રેક્ટરોની સાથે રેલી કાઢશે. આ સાથે જ રાકેશ ટિકૈતે સ્પષ્ટ રીતે કહ્યું હતું છે કે સરકારને ખેડૂતોની માંગ માનવી જોઈએ. રાકેશ ટિકૈત દ્વારા સરકારને ઓક્ટોબર સુંધીનો સમય આપવાની તૈયારી બતાવી અને જો ઓક્ટોબર સુંધી સરકાર ખેડુતોની માંગ માનશે નહીં તો દેશભરમાં ખેડૂતો 40 લાખ ટ્રેક્ટરોની રેલી કાઢશે.

જણાવી દઈએ કે, દેશની વિપક્ષી પાર્ટીના વિવિધ નેતાઓ દ્વારા ગત મંગળવારે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. જેમાં શિવસેનાના સિનિયર નેતા અને પ્રવક્તા સંજય રાઉત ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાકેશ ટિકૈત પણ ત્યાં હાજર રહ્યા હતા. ઝારખંડના કૃષિ મંત્રી બાદલ પત્રલેખે પણ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે તેઓ ગાજીપુર બોર્ડર આવ્યા છે. આમ વિપક્ષી પાર્ટીઓના સમર્થન ને કારણે મોદી સરકાર પર કૃષિ કાયદાઓ રદ કરવા માટેની ભીંસ વધી રહી છે.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, દિલ્લીના જે વિસ્તારોમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પરના પ્રતિબંધને કારણે ખેડૂતોની હેરાનગતિમાં વધારો થયો છે. ખેડૂતોના સંતાનો ઓનલાઈન કલાસ કરી રહ્યા છે તેમ ખલેલ પડી રહી છે. અને ખેડૂતો બહારની દુનિયાથી કપાયેલા અનુભવી રહ્યા છે. ખેડૂતો એ ઈન્ટરનેટની સુવિધા ફરીથી શરૂ કરવામાટે સરકાર પર દબાણ પણ કર્યું છે. જે બાબતે પણ સરકાર દ્વારા હાલમાં કોઈ પ્રતિઉત્તર આપવામાં આવ્યો નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!