IndiaPolitics

મહાસર્વેમાં પીએમ મોદી માટે મુશ્કેલી! રાહુલ ગાંધી માટે મોટા સમાચાર! દેશમાં પરિવર્તનનો પવન?

2022 નું વર્ષ રાજકીય રીતે સમગ્ર રાજકીય પાર્ટીઓ માટે અતિમહત્વનું માનવામાં આવે છે. ભારત દેશની રાજનીતિ વર્ષ 2022 પર આધારિત છે.વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં દેશના તાત્કાલિન પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ ના નેતૃત્વની પણ પરીક્ષા થશે. સાથે સાથે ભારત જોડો યાત્રા કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ની પણ પરીક્ષા થશે. વર્ષ 2022 ની ચૂંટણીના પરિણામો વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીના પરિણામો બદલી શકે છે. માટે વર્ષ 2022 નું રાજકીય મહત્વ ખૂબ છે. કેટલીક ન્યૂઝ ચેનલ દ્વારા આ બાબતે સર્વે પણ કરવામાં આવ્યા છે જેમાં ચોંકાવનારા પરિણામ બહાર આવ્યા છે.

ન્યૂઝ ચેનલ એબીપીને તાજેતરમાં સી-વોટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી એ 6 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતમાંથી આ યાત્રા શરૂ કરી હતી. તે દિવસે તમિલનાડુમાં કરવામાં આવેલા સર્વેમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી ના કામથી સંતુષ્ટ છે. 11 સપ્ટેમ્બરના રોજ, આવું કહેનારાઓની ટકાવારી 63 હતી. અસંતોષની જાણ કરનારાઓની ટકાવારી અનુક્રમે 25 અને 22 હતી. 6 સપ્ટેમ્બરે, 16 ટકા લોકોએ આ પ્રશ્નનો અનિર્ણિત જવાબ આપ્યો (કહી ન શકાય). 11 સપ્ટેમ્બરે આવા જવાબોની સંખ્યામાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે કેરળમાં લોકોને આ સવાલ પૂછવામાં આવ્યો તો ત્યાંના લોકોનો જવાબ કંઈક આવો હતો. 10 સપ્ટેમ્બરે 56 ટકા લોકોએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી ના કામથી સંતુષ્ટ છે, જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ 60 ટકા લોકોએ કહ્યું હતું. અસંતુષ્ટ કહેનારાઓની સંખ્યા અનુક્રમે 31 અને 30 ટકા હતી. કહી શકાય નહીં – 10 સપ્ટેમ્બરે 13 ટકા લોકોએ આ જવાબ આપ્યો હતો, જ્યારે 14 સપ્ટેમ્બરે ત્રણ ટકા ઘટીને 10 થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ABP-C વોટર ઓપિનિયન પોલ 3698 લોકો સાથે વાત કરીને કરવામાં આવ્યો હતો. તેમાં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

એવો સવાલ પણ ઉઠ્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષમાંથી કયા નામ પર પીએમ પદ માટે સહમતિ બની શકે છે? જેના જવાબમાં સૌથી વધુ 23 ટકા લોકોએ રાહુલ ગાંધી નું નામ લીધું હતું. 29 ટકા લોકોનું માનવું હતું કે કોઈપણ નામ પર સર્વસંમતિ નહીં બને. 18 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ, 12 ટકા નીતીશ કુમાર, 6 ટકા મમતા બેનર્જી અને બે ટકાએ કેસીઆરનું નામ આપ્યું છે. 10 ટકા લોકોએ કહ્યું કે આ સિવાય કોઈ નેતા હશે. વિપક્ષ એક થઈને સર્વ સંમતિથી એક નામ પસંદ કરે તો ભાજપ માટે આવનારી 2024ની લોકસભા ચૂંટણી સખત કઠણ બની જાય.

44 ટકા લોકો માને છે કે નીતિશ કુમાર વિપક્ષને એક કરી શકે છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર પોતાને પીએમની રેસમાંથી બહાર જણાવી રહ્યા છે, પરંતુ તેઓ વિપક્ષી એકતા માટે સક્રિય છે. આ હેતુસર તેઓ તાજેતરમાં તમામ નેતાઓને પણ મળ્યા હતા. પરંતુ તાજેતરના ABP-C વોટર સર્વેમાં 56 ટકા લોકોએ કહ્યું કે નીતીશ કુમાર આ પ્રયાસમાં સફળ થઈ શકશે નહીં. 44 ટકા લોકો માનતા હતા કે નીતીશ કુમાર વિપક્ષને એક કરી શકે છે. આ સર્વે સાચા પડે તો ક્યાંક ને ક્યાંક ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. કોંગ્રેસ સાઉથમાં સૌથી વધારે ઝડપે મજબૂત થઈ રહી છે. જે જોતા ભાજપ ના ટેન્શનમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!