IndiaPolitics

મોદી સરકાર ની દશા બેઠી! ખેડૂતો એકના બે ના થતાં મોદી શાહ વિચારશે અલગ રસ્તો?

છેલ્લા આંઠ આંઠ દિવસથી ઠંડી, ગરમી, તડકો, છાંયડો, ભૂખ, તરસ, સુખ, દુઃખ ને અવગણીને જગતનો તાત દિલ્લીના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યો છે. ધીમે ધીમે દિલ્લીની તમામ બોર્ડર પર કબજો કરી ને ખેડૂતો સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. દિલ્લીમાં થઈ રહેલું ખેડુતોનું આઆંદોલન અત્યાર સુંધીનું સૌથી મોટું આંદોલન ગણવામાં આવી રહ્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા વગર કોઈ રાજકીય પાર્ટીના સમર્થન વગર આટલું મોટું આંદોલન ઉભું થયું છે. મોદી સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ નીવડી રહી છે અને હવે આ આંદોલન વધારે ઉગ્ર બનતું જઇ રહ્યું છે.

બિહાર
ફોટો સોશિયલ મીડિયા

ખેડૂતોની મુખ્ય માંગણી એજ છે કે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ પરત લેવામાં આવે તેની સાથે બીજી અન્ય માંગણીઓ સાથે છેલ્લા આંઠ દિવસથી દેશભરના ખેડૂતો દિલ્લી સરહદ પર એકઠા થઇ રહ્યા છે અને દિલ્લીના રસ્તાઓ બંધ કરી રહ્યા છે. ગઈ કાલે ગુરુવારે કૃષિ કાયદાઓ પરત લેવા સહિતની માગણીઓ સાથે રાજધાની દિલ્હીમાં ખેડૂત સંગઠનો અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ચોથી વારની બેઠક થઈ હતી જે લગભગ આઠ કલાક સુધી ચાલી હતી, પરંતુ કોઈ જ નિવેડો આવ્યો નોહતો. હજુ પણ શનિવારે એક બેઠક બોલાવવામાં આવી છે.

ભાજપ

શનિવારે મોદી સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મોદી સરકાર જગતના તાત સામે ઝૂકે તો જ કોઈ નિવેડો આવે તેવી શક્યતાઓ છે. બાકી આ આંદોલન સમેટાઈ જાય તેવા કોઈ અણસાર હાલ તો દેખાતાં નથી. કારણ કે ગુરુવારે મોદી સરકાર સાથે થયેલી બેઠક બાદ ખેડૂત સંગઠ દ્વારા મુખ્ય માંગણી ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવા પાર અડગ રહ્યાં હતાં આટલું જ નહીં સરકાર દ્વારા ભોજન રાખવામાં આવેલું તેનો પણ બહિષ્કાર કર્યો હતો અને લંગરમાંથી લાવેલા ભોજનને ગ્રહણ કર્યું હતું. ખેડૂતો એ મોદી સરકાર સાથેની આ બેઠકમાં સરકારી ભોજન સાથે સાથે સરકારી ચા, પાણીની સુવિધાઓ લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

ભાજપના ચાણક્ય, અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

દિવસેને દિવસે મોદી સરકાર ની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રોજ કોઈ નેતા, સેલિબ્રિટી કે કોઈ રાજકીય પાર્ટી ખેડૂતોના આ આંદોલનને સમર્થન આપી રહ્યું છે. ગઈકાલે મોદી સરકાર ની સહયોગી રહેલી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તેમજ અકાલી દળના રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ ઢીંઢસાએ તેમના ‘પદ્મ એવોર્ડ’ પરત કરીને સરકાર સામે રોષ અને ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. મોદી સરકાર સામે હરિયાણાના અપક્ષ ધારાસભ્યએ પણ વિરોધ દર્શાવ્યો હતો અને હરિયાણા સરકારમાં સમર્થન પાછું ખેંચી લીધું હતું.

CAA, ભાજપ નેતા, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

મોદી સરકાર ના મંત્રીઓ દ્વારા કિસાન આંદોલનને કાબુમાં લાવી ના શકવાને કારણે અમિત શાહ ની એન્ટ્રી થઈ છે પરંતુ હજુ પણ કોઈ નિવેડો આવ્યો નથી. ગુરૂવારે દિલ્હીના વિજ્ઞાાન ભવનમાં મોદી સરકાર ના ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને લગભગ 40 જેટલા કૃષિ સંગઠનોના આગેવાન કિસાનો સાથે આંઠ કલાક જેટલી ચાલેલી બેઠકમાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. સપ્ટેમ્બરમાં ઉતાવળે રજૂ કરાયેલા કૃષિ કાયદાઓમાં રહેલી કેટલીક ખામીઓ પર આ બેઠકમાં હાજર રહેલા ખેડૂત આગેવાનો દ્વારા ભાર મૂક્યો હતો અને આ કાયદાઓને પરત લેવાની માંગણી કરી હતી. જે બાબતે કોઈ ઉકેલ આવ્યો નોહતો.

મોદી સરકાર, ભાજપ,
ફોટો: સોસીયલ મીડિયા

સરલર સાથે બેઠક પુર્ણ થયા બાદ ખેડૂત આગેવાનો દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર તથા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતાં અને ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ સંકલન સમિતિના સભ્ય પ્રતિભા શિંદેએ જણાવ્યું હતું કે, ‘અમારા તરફથી સરકાર સાથે ચર્ચા પૂરી થઈ ગઈ છે. આજની બેઠકમાંથી કોઈ ઉકેલ નહીં આવે તો તેઓ આગામી બેઠકોમાં ભાગ નહીં લે.’ આ નિવેદન બાદ સરકારની મુશ્કેલીઓવધી છે અનેમોદી શાહના ટેન્શનમાં વધારો થયો છે. ભાજપ કોઈપણ ભોગે આ આંદોલનને દબાબવવા માંગે છે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર કેટલાક અઘોષિત ભાજપ સદસ્યો દ્વારા આંદોલનને ગેરકાયદેસર અને બિનજરૂરી દર્શાવવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો દ્વારા આ આંદોલનને ખાલીસ્તાન સાથે જોડો દેવાનો નાકામ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ જગતના તાત સાથે જનસમર્થન હોવાને કારણે આ સાજીશ વધુ ચાલી નહીં. મોદી સરકાર દ્વારા આ ત્રણ કાયદાઓ પાછા લેવામાં આવે અથવા તો આ કાયદામાં સુધારા કરવામાં આવે તો વાત આગળ વધે તેમ છે. હોવી જોવું રહ્યું કે શનિવારે બોલાવેલી બેઠકમાં શું પરિણામ આવે છે. જોકે કેટલાક સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિને પાત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ પણ કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button