
છેલ્લા કેટલાક દિવસથી સરકારના કિસાન વિરોધી કાયદા સામે ખેડૂતોએ દિલ્લીને બાનમાં લીધું છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોને રોકવા માટે આંસુગેસ અને આવી કડકડતી ઠંડીમાં વોટરકેનનનો મારો પણ કર્યો પરંતુ ખેડૂતો એક ઇંચ પાછળ ખસ્યા વગર દિલ્લીની તમામ સરહદો પાર કબજો કરી લીધો છે. સરકાર ભીંસમાં મુકાઈ જતા ખેડૂતોને બુરારી મેદાન પર જવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તોજ વાતચીત થશે પરંતુ ખેડૂતોએ સરકારની આ માંગણીનો અસ્વીકાર કરીને સરકારને ચેતવણી આપી કે અમારી માંગ માનવામાં નહિ આવે તો દિલ્લીના દાણા પાણી બંધ કરી દેવામાં આવશે.

મોદી સરકાર ની આડોડાઈને કારણે ખેડૂતોમાં રોષ વધી જવા પામ્યો છે. અને હવે સરકાર-ખેડૂતો વચ્ચેની વાતચીત પર પણ સંકટના વદળો મંદરાઈ રહ્યા છે. પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના જનરલ રેક્રેટરી સુખવિંદર સબ્રને કહ્યું કે, દેશમાં 500 થી વધુ કિસાન સમૂહો છે, પરંતુ સરકાર દ્વારા ફક્ત 32 સમૂહો સાથે જ વાત કરવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. બાકીના સમુહોને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા નથી. સરકાર દ્વારા ખેડૂતોના સંગઠનોને વિભાજીત કરવાનો પ્લાન હતો પરંતુ ખેડૂત સંગઠનોની એકતાને જોતા સરકારની ચાલ ઊંધી પડી છે.

પંજાબ કિસાન મજૂર સંઘર્ષ સમિતિએ મોદી સરકાર અને ખેડુતો વચ્ચે વાતચીત શરૂ થાય તે પહેલાં મોટી જાહેરાત કરી છે. કિસાન મઝદુર સંઘર્ષ સમિતિ, પંજાબના મહાસચિવએ કહ્યું કે, “મોડી રાત્રે સરકાર તરફથી એક પત્ર મળ્યો, જેમાં પંજાબના 32 ખેડૂત સંગઠનોને વાટાઘાટ માટે આમંત્રણ અપાયું છે. દેશના તમામ સંગઠનોને બોલાવાયા નહીં. દેશના ખેડુતોમાં વિભાજનની વાત છે. અમે બેઠકમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે. વાતચીત પૂર્વે જ વડા પ્રધાને ચુકાદો સંભળાવી દીધો છે કે આપણા કૃષિ કાયદા ખૂબ જ સારા છે, તો આવા વાતાવરણમાં વાતચીત કરવાનો અંદાજો અમને આવી ગયો છે.”

પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સુખવિન્દર સબ્રને કહ્યું છે કે દેશમાં ખેડૂતોના 500 થી વધુ જૂથો છે, પરંતુ મોદી સરકારે માત્ર 32 જૂથોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે. બાકી લોકોને સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી બધા જૂથોને બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે સરકાર સાથે વાટાઘાટ કરીશું નહીં.

મહત્વપૂર્ણ છે કે, આજે બપોરે 3 વાગ્યે ખેડુતો અને મોદી સરકાર વચ્ચે વાટાઘાટો થવાની હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક બોલાવી છે. કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 6 દિવસથી ખેડુતો રસ્તા પર ઉતર્યા છે અને સરકાર સાથે સતત સત્તાવાર વાટાઘાટોની માંગ કરી રહ્યા હતા. ખેડૂતોએ દિલ્હીની તમામ સરહદોને ઘેરી લીધી છે. અને ઠેર ઠેર દેખાવો કરી રહ્યા છે.

અગાઉ મોદી સરકાર ની શરત હતી કે ખેડુતોએ બુરારી મેદાન પર જવું જોઇએ, પછી જ કોઈ ચર્ચા થશે. પરંતુ ખેડૂતોએ સરકારની શરત સ્વીકારવાની ના પાડી દીધી હતી. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની સાથે વાત નહીં માને અને તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો તેઓ તમામ રીતે દિલ્હીના દરવાજા બંધ કરી દેશે. ખેડુતોની ચેતવણી બાદ સરકારે હવે તેમને બિનશરતી વાતચીત માટે બોલાવ્યા છે.