
લોકસભા ચુંટણી પૂર્ણ થઇ ગઈ છે આવતી કાલે એટલે કે ૨૩મી મે ના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે ચુંટણી પંચ દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં રાજકીય ગરમા ગરમી વધી જવા પામી છે. ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના નેતાઓનો દિલ્લીમાં મેળાવડો જામ્યો છે.

આવતી કાલે ૨૩મી મે ના રોજ દેશનું અને દેશની રાજકીય પાર્ટીઓના નેતાઓનું ભાવી નક્કી થાવ જઈ રહ્યું છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી સત્તા છે જેને ટકાવી રાખવા માટે ચુંટણી પંચ પણ મહત્વના પગલા લઇ રહ્યું છે. અને આ તેની જવાબદારી પણ છે.

વિપક્ષી ૨૨ જેટલી પાર્ટીઓને મનમાં કોઈ શક કુશંકા હોય તો ચુંટણી પંચ દ્વારા તેનું સંપૂર્ણ પણે નિરાકરણ આપવું જોઈએ આ તેમની નૈતિક ફરજ સમાન છે.તે ધ્યાને લઈને વિપક્ષી પાર્ટીઓના મનમાં EVM મુદ્દે જે પણ શંકાઓ છે તેને દુર્કારવા માટે ચુંટણી પંચ દ્વારા વિપક્ષી પાર્ટીઓને ખાતરી આપી છે.

ગઈ કાલે એટલે કે ૨૧મી મે ના રોજ લગભગ ૨૧ રાજનૈતિક પાર્ટીઓના વડા કે તેમના પ્રતિનિધિઓ દ્વારા ભારતીય ચુંટણી પંચ ને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે અને આ મુદ્દે ગઈ કાલે ચુંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે બુધવારે એટલે કે ૨૨મી એ મીટીંગ બાદ કોઈ નિર્ણય લઈશું.

આ બાબતે અમારા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચુંટણી પંચ અતિમહત્વનો કહી શકાય તેવો નિર્ણય લેશે. આ માટે ચુંટણી પંચ દ્વારા ચુંટણી અધિકારીઓને એક બેઠક પણ બોલાવવામાં આવી છે જેમાં તમામ અધિકારીઓ હાજર રહશે અને મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિપક્ષોની માંગ છે કે ચુંટણી પરિણામ સાથે સાથે વિવીપેટ સ્લીપની પણ ગણતરી કરીને સરખાવવામાં આવે. આજે ચુંટણી પાંચ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોદ્વારા મળતી માહિતી મુજબ ચુંટણી પંચ વિવીપેટ સ્લીપની સરખામણી કરવા માટે કોઈ પણ જાતના ફેરફાર નઈ કરવામાં આવે. અને વિપક્ષોની માંગ ફગાવી દીધી છે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે.

લગભગ ૨૨ જેટલી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ગઈ કાલે ચુંટણી પંચને આ અંગે મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું અને પારદર્શિતા જળવાય તે માટે ચુંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવો જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ મેમોરેન્ડમ આપવા માટે આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રેન વગરે જેવા મળીને કુલ ૨૨ પાર્ટીઓના પ્રતિનિધિઓ ચુંટણી પંચને મળવા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, EVM બદલવાના અને હેરેફેરીના સમાચારો એ વિપક્ષી પાર્ટીઓને હતપ્રત કરી નાખ્યા છે અને ચુંટણી પરિણામમાં પારદર્શિતા જળવાય તેમજ જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી વિપક્ષી પરતો દ્વારા ચુંટણી પંચના બારના ખખડાવવા પડ્યા હતા.