ગુજરાત પ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો છે કે ૮ જિલ્લા પંચાયત તેમજ ૪૦ થી વધારે તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યની રાજકોટ, અમરેલી, આણંદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, નર્મદા, તાપી અને જૂનાગઢ સહિતની જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ બિનહરીફ જાહેર થઈ છે. આ સાથેજ ૪૦થી વધારે તાલુકા પંચાયતો પર પણ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપ પ્રમુખ ચૂંટાઈ આવ્યા છે.