GujaratIndiaPolitics

અમિત ચાવડા ના કામની થઈ સરાહના! ગુજરાત બાદ સમગ્ર દેશમાં શરૂ થયું આ અભિયાન!

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતમ રોજના 10 હજાર કરતા વધારે કેસો આવી રહ્યા છે. લોકો હાલાકીનો સામનો કરી રહયા છે. ટેસ્ટિંગ કિટોની અછત છે વેક્સનીની પણ અછત છે. તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. આરોગ્યને લાગતી તમામ વ્યવસ્થાઓની લગભગ લગભગ અછત સર્જાઈ રહી છે. ઇન્જેક્શન, ઓક્સિજન જેવા જીવન રક્ષિત મેડિસિનની અછત સર્જાઈ રહી છે બ્લેકમાર્કેટિંગે માઝા મૂકી છે ચારે બાજુ અફરાતફરી નો માહોલ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો જે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે આશાનું કિરણ બન્યું છે.

અમિત ચાવડા દ્વારા શરૂ કરવામાં આવેલા પ્લાઝ્મા ડોનેશન અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા માટે કટિબદ્ધ બન્યા છે. પ્લાઝ્મા ડોનેશન અભિયાન માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે ગઢબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને મદદ મળી રહી છે અને ચારે બાજુ કોંગ્રેસના વખાણ પણ થઈ રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ના જન્મદિવસે કોંગ્રેસ દ્વારા ડોનેટ પ્લાઝ્મા સેવ સ્માઈલ નામનું કેમ્પએન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કેમ્પએન દ્વારા કોંગ્રેસ લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે જાગૃત કરે છે જેના કારણે જરૂરિયાતમંદ લોકોને પ્લાઝ્મા મળી શકે અને એમના જીવ બચાવી શકાય. આ માટે કોંગ્રેસ દ્વારા રેસ્ક્રોસ સાથે તાલમેલ સાધ્યો છે અને તેના દ્વારા જ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે લોકોને પ્રેરી રહ્યા છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોઓર્ડીનેટર બનાવ્યા છે જે લોકોને પ્લાઝ્મા આપવા માટે ગાઈડ કરે છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમની વેબસાઈટ પર ડોનેટ પ્લાઝ્મા સેવા સ્માઈલ સાથે એક પેજ શરૂ કરવામાં આવ્યું છે ત્યાં જઈને જો પ્લાઝ્મા આપવા હોય તો The Plasma Donor પર ક્લિક કરો અને જો લેવા હોય તો The Plasma Seekers પર ક્લિક કરો. જે બાદ એક ફોર્મ ખુલશે જેમાં વિગતો ભરવાની રહેશે ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે જિલ્લામાં નીમવામાં આવેલા કોઓર્ડીનેટર સુંધી તમારી રિકવેસ્ટ પહોંચશે અને એ પ્લાઝ્મા માટે કામે લાગી જશે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા લોકોને કોઈપણ રઝળપાટ વગર પ્લાઝ્મા ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

એઆઇસીસી દ્વારા અમિત ચાવડાના આ અભિયાની સરહના કરવામાં આવી છે અને હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનને રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર દેશમાં શરૂ કરી દીધું છે. જેની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સફળતા પામેલું પ્લાઝ્મા ડોનેશન અભિયાન હવે સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. હાઇકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના અનુરૂપ આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા એક લિંક લોન્ચ કરવામાં આવી છે જેના પર ક્લિક કરતા જ પ્લાઝ્મા ડોનેશન બાબતે જાણકારી મળે છે.

બીજી તરફ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા રાજ્યના 14 જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયોને અને પોતાના મુખ્ય કાર્યાલયનો કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની તૈયારી બતાવી છે. અમિત ચાવડા ના આ નિર્ણયે સમગ્ર રાજ્ય સાથે દેશના લોકોનું દિલ જીતી લીધું છે. આવો નિર્ણય લેનાર અમિત ચાવડા પહેલા રાજનેતા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આવો નિર્ણય કરનાર પોતે કોઈ રાજ્યના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. અમિત ચાવડા દ્વારા કોંગ્રેસ પક્ષના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવનને પણ કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની જાહેરાત કરી છે. તેમજ પ્રદેશ કાર્યાલય ને કોવિડ કંટ્રોલરૂમ બનાવવા માટે પણ સરકારને જણાવ્યું છે. પરંતુ આ બાબતે હજુ સુંધી સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી.

જો તમે પણ પ્લાઝ્મા ડોનેટ કરવા માંગતા હોય તો http://www.incgujarat.com/donate-plasma-save-smiles/ લિંક પર ક્લિક કરીને પ્લાઝ્મા ડોનેટ કરી કરાવી શકો છો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!