IndiaPolitics

કોંગ્રેસ અધ્યક્ષ બનતાની સાથે જ ખડગેએ સોનિયા ગાંધીને મળવા માંગ્યો સમય! ફગાઈ અરજી!

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ઘમસાણ હતુંકે કોણ બનશે અધ્યક્ષ. કોંગ્રેસ અધ્યક્ષ માટે બે લોકોએ ફોર્મ ભર્યા હતાં. એક શશી થરૂર અને બીજા મલ્લિકાર્જુન ખરગે. બંને એ પ્રચાર કર્યો રાજ્યો ફર્યા અને વોટિંગ થયું. આજે પરિણામ જાહેર થયા અને મલ્લિકાર્જુન ખરગે ચૂંટણી જીત્યા. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને મળવા માટે સમય માંગ્યો હતો. તે 10 જનપથ પર જઈને તેમનો આભાર માનવા માંગતા હતો.

પરંતુ તેમને સમય મળ્યો ન હતો. જોકે, સોનિયા ગાંધીના મનમાં બીજી જ કોઈ યોજના હતી. સોનિયા ગાંધી ઇચ્છતા હતાં કે તેઓ પોતે ખડગેના ઘરે જઈને વાતાવરણને અલગ રૂપ આપે. ખડગેની જીત બાદ સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમના ઘરે પહોંચ્યા હતા. બંને ખડગે દંપતીને ઉષ્માભેર મળ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

વાસ્તવમાં ખડગે પરંપરાને જાળવી રાખીને પોતે ગાંધી પરિવાર પાસે જવા ઇચ્છુક હતા. પરંતુ સોનિયા ગાંધીએ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કરવાનું મન બનાવ્યું. જે બાદ આખું ફોકસ 10 જનપથને બદલે ખડગેના ઘર 10 રાજાજી માર્ગ પર હતું. પ્રિયંકા સોનિયા સાથે તેમના ઘરે પહોંચ્યા. ફૂલોના ગુલદસ્તાની આપ-લે કરવામાં આવી હતી. સોનિયા ગાંધી અને પ્રિયંકાએ ખડગેની પત્ની રાધાબાઈ સાથે પણ ઉષ્માભેર મુલાકાત કરી હતી અને તેમને પણ શુભેચ્છઓ પાઠવી હતી.

ગાંધી પરિવાર દ્વારા આ બીજી વખત પરંપરા તોડવામાં આવી હતી કે તેઓ પોતે કોંગ્રેસ અધ્યક્ષ કે કોઈ નેતાને સામે ચાલીને શુભેચ્છા પાઠવવા જાય. પરંપરા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ કે નેતા જીત્યા બાદ ગાંધી પરિવાર ને ત્યાં શુભેચ્છા મુલાકાત કરવા જાય છે.

ધ્યાનમાં રાખો કે ગાંધી પરિવારે આ પરંપરા માત્ર એક જ વાર તોડી જ્યારે સોનિયા ગાંધી પોતે મનમોહન સિંહના ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન કોલસા કૌભાંડમાં પૂર્વ પીએમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ પાર્ટી ઓફિસથી મનમોહન સિંહના ઘર સુધી કૂચ કરી હતી. આ કોંગ્રેસની તાકાત અને એકતાનો પુરાવો આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓ ગાંધી પરિવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરે છે જે પરંપરા વર્ષોથી ચાલે છે. જે આજે બીજી વખત તૂટી છે. આ પહેલાં મનમોહનસિંહ માટે આ પરંપરા ખુદ સોનિયા ગાંધી દ્વારા જ તોડવામાં આવી હતી અને આજે સોનિયા ગાંધી દ્વારા જ ખડગે ને શુભેચ્છા આઓવું તેમના નિવસ્થાન પહોંચી ને તોડી છે.

ખડગેના ઘરે જઈને ગાંધી પરિવારે એવો સંદેશ પણ આપ્યો હતો કે તેઓ ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સ્વીકારે છે. આ પહેલા રાહુલ ગાંધી પણ ખડગેનું કોંગ્રેસ માં મૂલ્ય વધારતા જોવા મળ્યા હતા કે તેઓ હવે પાર્ટીમાં શું ભૂમિકા ભજવશે તે કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે. 21મી સદીમાં આ પહેલીવાર છે જ્યારે ગાંધી-નેહરુ પરિવાર સિવાય કોઈ અન્ય વ્યક્તિ પાર્ટીના અધ્યક્ષ બન્યા છે.

જોકે, સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેને શુભેચ્છા આપવા પહોંચે તે પહેલાં શશિ થરૂર ખડગેના ઘરે પહોંચી ગયા હતા અને અભિનંદન આપી પરત ફર્યા હતા. શશી થરૂર પ્રથમ વ્યક્તિ હતા જે ખડગે જીત્યા બાદ સૌથી પહેલા શુભેચ્છા આપવા પહોંચ્યા હોય. તેમણે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ ભલે ગમે તે હોય, પરંતુ તે પાર્ટીને મજબૂત કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!