પાર્ટી બદલવાનો મોસમ માત્રનેમાત્ર ચૂંટણી વખતે જ આવે છે. નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની વર્ષો જૂની પાર્ટી જ્યાં તેમનું નામ બન્યું છે એ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે. માત્ર કોઈને કોઈ લોભ લાલચ માટે લરન્તુ કેટલાક નેતાઓના નસીબ એવા હોય છે કે તેઓ પાર્ટી બદલ્યા બાદ પસ્તાય છે અને ઘરના પણ રહેતા નથી કે ઘાટના પણ રહેતા નથી. એટલે કે જે સ્વાર્થ લોભ મોહ માટે તેઓ પોતાની પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જાય છે ત્યારે તેમનો એજ સ્વાર્થ, લોભ, લાભ અને મોહ પૂર્ણ થતો નથી. એટલે કે એમના કાયમ માટે બુચ વાગી ગયા હોય એવું થયું. કોંગ્રેસના કેટલાક નેતાઓની ભાજપમાં દયનિય સ્થિતિ છે.

આવું જ કઈંક કોંગ્રેસ ના પૂર્વ નેતાઓ સાથે થયું ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ આજે ઘરના પણ નથી કે ઘાટના પણ નથી. એક નેતા તો કોંગ્રેસમાં રાજ્ય સભા સાંસદ હતાં અને રાજવી પરિવાર માંથી આવતાં હતાં. છતાં પણ તેઓએ કોંગ્રેસ છોડી રાજ્યસભા સાંસદ પદેથી રાણીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા એ આશાએ કે ભાજપ રાજ્યસભામાં મોકલશે અને કોઈ ઉચ્ચ હોદ્દો આપશે. પરંતુ આવું કશુ થયું નહીં અને હવે મનોમન આ રાજનેતા પોતાના સ્વાર્થ માટે લીધેલા પગલાં બાબતે પોતાને જ કોસતા હશે.

વાત છે ઉત્તર પ્રદેશની કોંગ્રેસ છોડીને ભાજપ મા આવેલા રાજવી પરિવારના સંજયસિંહને ભાજપે લટકાવી રાખ્યા છે. સંજયસિંહ અમેઠી જે રાહુલ ગાંધીની લોકસભા બેઠક છે ત્યાં સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા અને રાહુલ ગાંધી માટે સંગઠન ઉભું કર્યું હતું તેમજ તેમને કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં દર વખતે મોકલવામાં આવતાં હતાં. પરંતુ વધારે કઈંક મેળવવાની લાલચે સંજયસિંહ એકેય બાજુના ના રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ડો. સંજયસિંહને લટકાવી દીધા છે.

જણાવી દઈએ કે ડો. સંજયસિંહ ગયા વર્ષે કોંગ્રેસ માંથી રાજીનામાં સાથે સાથે રાજ્યસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપીને ભાજપમા જોડાયા હતા. કહેવાય છે કે એ વખતે ભાજપે સંજયસિંહને રાજ્યસભાની ટિકિટ આપવાનું વચન આપેલું પણ મંગળવારે રાત્રે ભાજપે ઉત્તર પ્રદેશ માટે રાજ્યસભાની આંઠ બેઠક માટે ઉમેદવાર જાહેર કરેલા જેમાં સંજયસિંહનું નામ જ નહોતું. મતલબ એકદમ સાઇલેન્ટલી તેમને કાપવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં 9 બેઠકો ખાલી થાય છે ભાજપ ઈચ્છે તો 9 બેઠક આરામથી જીતી શકે છે પરંતુ ભાજપે આઠ ઉમેદવાર ઉતારી બધાંયને ચોંકાવી દીધા છે.

આમ જોઈએ તો ભાજપ આઠે આંઠ બેઠક જીતી શકે છે પરંતુ એક બેઠક બીએસપી ને આપી હોય તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ બીએસપી દ્વારા પણ નિવેદન આઓવામાં આવ્યું હતું કે બીએસપી ભાજપને પણ સમર્થન આપવાનું આવે તો આપી શકે છે. જે સૂચક નિવેદન માનવામાં આવે છે. જે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ફાયદો થાય શકે છે માટે ભાજપે એક રાજ્યસભા બેઠક આપીને બીએસપી સાથે ગઢબંધનની તૈયારી કરી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ રાજનીતિમાં કોંગ્રેસ છોડી આવેલા સંજયસિંહ નું કરિયર દાવ પર લાગી ગયું છે.

જણાવી દઈએ કે , ડો. સંજયસિંહની સાથે કોંગ્રેસ છોડીને આવેલા ભુવનેશ્વર કલિતાને ભાજપે માર્ચમાં જ આસામમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. ત્યારે ચર્ચાતું હતું કે સંજયસિંહનો પણ નંબર યુપીની ચૂંટણી વખતે લાગશે પરંતુ હાલની ઉઠાપઠક જોઈને લાગી રહ્યું છે કે સંજયસિંહ માટે દિલ્લી હજુ દૂર છે. સંજયસિંહ અમેઠીના રાજવી પરિવારમાંથી આવે છે. કોંગ્રેસમાં તેમના નામનો સિક્કો ચાલતો હતો તેવું કહેવાય છે જ્યારે ભાજપમાં તેમના નામનું પાંચીયું પણ નથી ચાલતું. હવે ભાજપમાં તેમનો નંબર ક્યારે લાગશે તે પોતે પણ નથી જાણતા.

ઉલ્લેખનીય છે કે, સંજયસિંહ એક સમયે નહેરૂ-ગાંધી પરિવારના અત્યંત નજીકના માવમાં આવતાં હતાં. સંજયસિંહના પ્રથમ પત્ની પત્ની ગરિમા સિંહ હાલમાં ભાજપ માંથી ધારાસભ્ય છે જ્યારે ગરિમાસિંહનો પુત્ર અનંત વિક્રમ સિંહ ભાજપ યુવા મોરચામાં મહત્વના હોદ્દેદાર છે. માત્ર સંજયસિંહ જ નથી જેને ભાજપે લટકાવી રાખ્યા છે પરંતુ તેમની જેમજ એક સમયના સમાજવાદી પાર્ટીના દિગ્ગજ ગણવામાં આવતાં નરેશ અગ્રવાલ ને પણ ભાજપે વર્ષ 2018થી લટકાવી રાખ્યા છે. વર્ષ 2018માં નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા ભાજપે તેમને લોકસભા ટિકિટ પણ આપી નોહતી તો રહ્યાસભાની શું વાત થાય!



