
લોકસભા ચુંટણી પૂર્ણ થઇ ગઈ છે પરિણામને આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં રાજકીય ગરમા ગરમી વધી જવા પામી છે. ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના નેતાઓનો દિલ્લીમાં મેળાવડો જામ્યો છે.

ભાજપ અને કોંગ્રેસમાં સાથી પક્ષો સાથે મિટિંગનો દોર ચાલી રહ્યો છે અને ૨૩મી એ પરિણામ બાદ શું કરવું તેની વ્યૂહ રચના અને ગઢજોડ કરવામાં લાગી ગયા છે. લગભગ લગભગ તમામ એક્ઝીટપોલમાં ભાજપને બહુમતી આપવામાં આવી રહી છે પરતું એક્ઝીટપોલ ક્યારેય સાચા પડ્યા નથી.

ઉપરાષ્ટ્રપતિ પણ એક્ઝીટપોલ વિષે કહી ચુક્યા છે કે એક્ઝીટપોલ ક્યારેય સાચા પડ્યા નથી. રાજકીય પંડિતો અને વિશ્લેષકો માને છે કે બહુમતી કોઈને પણ મળશે નહિ ભલે એક્ઝીટપોલ કાઈપણ કહે! જો બહુમતી કોઈને પણ ના મળે તો કેન્દ્રમાં ગઢબંધન સરકારનું ગઠન થાય.

૨૦૦૪માં જે થયું તે આ વખતે પણ થવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. જો રાજકીય વિશ્લેષકોનું માનીએ અને કોઈ પણ રાજકીય પાર્ટીને એકલા હાથે બહુમતી ના મળે તો ગઢબંધન સરકારનું ગઠન થાય! જો આ બને તો કોંગ્રેસ આ ચાન્સ ક્યારેય ચુકે નહિ!

ભાજપ પાસે એનડીએમાં લગભગ ૩૪ જયારે કોંગ્રેસ પાસે યુપીએનું ૩૬ જેટલી નાની મોટી રાજકીય પાર્ટીઓનું ગઢબંધન છે. ભાજપ સાથે જે પાર્ટીઓ છે તે પાર્ટીઓ જોવા જઈએ તો ૩-૪ પાર્ટીઓને બાદ કરતા પોતાના રાજ્યમાં એક બે ચાર બેઠક પર ચુંટણી લડી રહી છે જયારે કોંગ્રેસ ગઢબંધણ વળી પાર્ટીઓ પોતાના સ્ટેટમાં બે ચાર કરતાં વધારે સીટો પર લડી રહી છે.

આ ઉપરાંત જો ભાજપની સીટમાં ઘટાડો થયો તો ભાજપને નવા સહયોગી દળો શોધવા પડે જયારે કોંગ્રેસને શોધવા નહિ પડે ટીડીપી, ટીએમસી સપા, બસપા કોંગ્રેસને સમર્થન આપવા તોયાર છે. એટલે કોંગ્રેસના યુપીએને ઓછી સીટ મળશે તો કોંગ્રેસ તેની ભરપાઈ અન્ય માંથી કરી લેશે.

જો ૨૦૦૪નું ગણિત જોવા જઈએતો કોંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ સીટ મળી હતી જેમાં કોંગ્રેસના યુપીએને ૨૧૮ અને ભાજપના એનડીએને ૧૮૧ બેઠક મળી હતી બંને પાર્ટી પાસે બહુમતી નહોતી. ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા સરકાર બનાવવા માટે પરંતુ બાજી કોંગ્રેસે મારી!!

કોંગ્રેસના યુપીએ પાસે ૨૧૮ સીટ હતી સાથે સાથે કોંગ્રેસ દ્વારા સપા, બસપા અને લેફ્ટનું સમર્થન મેળવી લેવામાં આવ્યું હતું અને ૩૩૫ સીટ સાથે પ્રચંડ બહુમત સાથે સરકાર બનવી હતી. એટલે ગઢબંધ સહયોગીઓ લાવવા માટે કોંગ્રેસ ભાજપ કરતા ૨૦૦૪ના વર્ષમાં કેપેબલ હતું તો હવે ૨૦૧૯માં આર પારની લડાઈ છે!

ઉલ્લેખનીય છે કે, જો ભાજપ અને કોંગ્રેસને બહુમત નહિ મળે કે તેમના ગઢબંધન એનડીએ કે યુપીએને પણ બહુમત નહિ મળે તો કોંગ્રેસ બાજી મારી જશે એ નક્કી છે કારણ કે એન્ટી બીજેપી પાર્ટીઓ અને જે ભૂતકાળમાં એનડીએના સાથી પક્ષ હતા તે પણ હાલ કોંગ્રેસના દરવાજા ખખડાવી રહી છે જે ભાજપ માટે ચિંતા જનક તો છે જ.