IndiaPolitics

પ્રધાનમંત્રી મોદી સામે મુખ્યમંત્રી એ જ રણશીંગુ ફૂંકયું! કહ્યું બસ હવે બઉ થયું!

બિહારના CM નીતીશ કુમારે ફરી પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ બેટિંગ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું કે 2024માં ભાજપને 50 સીટો પર લાવી દઈશું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે 2024ની ચૂંટણીમાં તમામ વિપક્ષો સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપ 50 સીટો પર આવી જશે. તેમણે કહ્યું કે હું હાલ આ અભિયાનમાં વ્યસ્ત છું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 50 સીટો સુધી ઘટી જશે. શનિવારે પટનામાં પાર્ટીની રાજ્ય કાર્યકારિણીની બેઠકને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે વિપક્ષને એક કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી કુમારે કહ્યું કે 2024ની ચૂંટણીમાં તમામ વિપક્ષો સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપ 50 સીટો પર આવી જશે. તેણે કહ્યું કે હું આ અભિયાનમાં વ્યસ્ત છું. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેઠકમાં બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની સ્થિતિ પર અવાજ કેવી રીતે ઉઠાવવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રણનીતિ બનાવવામાં આવી હતી. બેઠકમાં, મુખ્ય પ્રધાને બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં જેડીયુની હારને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું અને બેઠકોમાં ઘટાડો માટે જૂના ભાગીદારને પણ જવાબદાર ઠેરવ્યા. બેઠકમાં 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે નીતિશની ભૂમિકા શું હોવી જોઈએ તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને મહાગઠબંધનની સરકાર બનાવી હતી. આ સરકારને RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત સાત પક્ષોનું સમર્થન છે. આ પહેલા નીતીશ કુમાર ભાજપ સાથે ગઢબંધન માં સરકાર ચલાવતાં હતા. વર્ષ 2015ના બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમાર રાજદ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ સાથે મળીને મહાગઢબંધન બનાવી ભાજપ સામે લડ્યા હતાં અને જીત્યા પણ હતાં. ત્યાર બાદ નીતીશ કુમારે રાજદ અને કોંગ્રેસ સાથે ગઢબંધન તોડી નાખ્યું અને ભાજપ સાથે આગામી 2020ની ચૂંટણી લડ્યા હતાં. આશ્ચર્યનિવાત એ છે કે આ ગઢબંધનમાં નીતીશ કુમાર ને સૌથી ઓછી બેઠક મળી હતી છતાં મુખ્યમંત્રી બન્યા હતાં.

નીતીશ કુમાર, બિહાર
ફોટો સોશિયલ મીડિયા

જેડીયું ભાજપ ગઢબંધનમાં ભાજપને નીતીશ કુમાર કરતાં વધારે બેઠકો મળી હતી અને સામે રાજદ સૌથી મોટી રાજકીય પાર્ટી બનીને ઉભરી આવી હતી. પરંતુ નીતીશ કુમારના ભાજપ સાથેના ગઢબંધનને કારણે બિહારમાં ભાજપ નીતીશ કુમારની સરકાર બની હતી. જે હમણા ભંગ થઈ અને ફરી નીતીશ કુમાર દ્વારા મહાગઢબંધન તરફ ગતિ કરી હતી. હાલ માં બિહારમાં રાજદ, જેડીયું અને કોંગ્રેસ ની મહાગઢબંધનની સરકાર છે. બિહારમાં નીતીશ કુમાર મથી રહ્યા છે વિપક્ષને એક કરવા માટે થોડા સમય પહેલા તેલંગણાના મુખ્યમંત્રી નેપણ મળ્યા હતાં જે મુલાકાત બાદ સમગ્ર દેશ માં એક મેસેજ ગયો કે હવે ભાજપ સામે તમામ વિપક્ષી પાર્ટીએક થશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!