છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની દેવા માફી બાદ બીજી સૌથી મોટી જાહેરાત
છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની મોટી જાહેરાત, બસ્તરમાં અધિગ્રહિત જમીન ખેડૂતોને પાછી આપશે સરકાર.
છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, રાહુલ ગાંધીએ બસ્તરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે 10 ગામના ખેડૂતોની અધિગ્રહિત જમીન પાછી આપવાનું વચન આપ્યું હતું. જમીન પાછી આપવા માટે અધિકારીઓ અને મંત્રી પરિષદની હવેની બેઠકમાં પ્રસ્તાવ લાવવા માટે કહેવામાં આવ્યું છે.
છત્તીસગઢ માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ કોંગ્રેસ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. સરકારે બસ્તરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે અધિગ્રહણ કરેલી જમીન ખેડૂતોને પાછી આપવાની જાહેરાત કરી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલ દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

સીએમ ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને કહ્યું કે, “રાહુલ ગાંધીજીએ બસ્તારમાં ટાટા સ્ટીલ પ્લાન્ટ માટે 10 ગામન આખેડૂતોની જમીન અધિગ્રહ કરેલી હતી જેને પાછી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ખેડૂતોની જમીન પાછી આપવા માટે અધિકારીઓને આગામી મંત્રી પરિષદની બેઠકમાં પ્રસ્તાવ લાવવાનો નિર્દેશ આપી દીધો છે. દેવું પણ ચૂકવીશું અને ફરજ પણ નિભાવીશું.”
.@RahulGandhi जी ने बस्तर में टाटा इस्पात संयंत्र के लिए 10 गांवों के किसानों की अधिग्रहित जमीन वापस दिलाने का वादा किया था।
उनकी जमीन वापस दिलाने के लिए अधिकारियों को मंत्री परिषद की आगामी बैठक में प्रस्ताव लाने के निर्देश दे दिए गए हैं।
कर्ज भी चुकाएंगे और फर्ज भी निभाएंगे।
— Bhupesh Baghel (@bhupeshbaghel) December 24, 2018
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ડૉ.રમણ સરકારના સમયમાં છત્તીસગઢ ના બસ્તરમાં આદિવાસીઓની જમીન અધિગ્રહણ કરવામાં આવી હતી. આ અધિગ્રહણથી કેટલાય ખેડૂતો નારાજ હતા અને કેટલીયવાર રમણ સરકારને રજુઆત કરી ચુક્યા હતા પરંતુ રમણ સરકાર આંખઆડાકાન કરી રહી હતી. અને ચુંટણી સભાઓમાં ખેડૂતોના એક મંડળે રાહુલ ગાંધીને આ મુદ્દે રજુઆત કરી હતી. અને રાહુલ ગાંધીએ આ મુદ્દે તત્કાળ નિર્ણય લઈને જણાવ્યું હતુંકે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોને તેમની અધિગ્રહણ કરેલી જમીન પાછી આપવામાં આવશે. ખેડૂતોના મોત પર વિકાસ નહીં થાય. છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ સરકારે પાછલી સરકારે અધિગ્રહણ કરેલી જમીન પાછી આપવનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડૂતોની દેવા માફી સહિત ઘણાં વચનો કર્યા હતા. રાજ્યમાં સરકારની રચના સાથે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને જે વચનો કરવામાં આવ્યા હતાં એ બધાય વચનો ટૂંક સમયમાં પૂરા થશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા તેમની ટ્વિટમાં પણ આ તરફ ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ ખેડૂતોની લોન પણ ચૂકવશે અને પોતાની ફરજનું પાલન કરશે. છત્તીસગઢ જનતાને હાલની કોંગ્રેસ સરકાર તરફથી મોટી અપેક્ષાઓ છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, અમે રાજ્યના લોકોની અપેક્ષાઓ પૂરી કરીશુ.



