રહસ્ય! કેમ ચંદ્રયાન 2 ના લેન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની જ પસંદગી કરવામાં આવી? જાણો!

ઈસરો દ્વારા જ્યારથી ચંદ્રયાન 2 ને ચંદ્ર પર મોકલવામાં આવ્યું ત્યારથી આખાય દેશ સાથે વિશ્વનું ધ્યાન ભારત દેશ પર હતું. આપણો દેશ એક જબરદસ્ત મોટો ઇતિહાસ રચવા જઈ રહ્યો હતો. જ્યાં આજ સુંધી કોઈ નથી પહોંચ્યું ત્યાં આપણે પહોંચીને ઇતિહાસ કાયમ કરવા જઈ રહ્યા હતાં. અને આપણે ઇતિહાસ રચવાની એકદમ નજીક હતાં લૅન્ડર વિક્રમ સાથે ચંદ્રની સપાટીથી લગભગ 2.1 કિ.મી જ દૂર હતું અને અંતિમ ક્ષણોમાં સંપર્ક અચાનક તૂટી ગયો. આ સંપર્ક તૂટ્યા બાદ ફરી સંપર્ક થવાની રાહ જોતા વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયાં.

ચંદ્રયાન 2 ના ચંદ્ર પર સફળ સોફ્ટ લૅન્ડિંગ માટે લેન્ડિંગની તમામ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી ત્યારે શરૂઆતમાં તો વિક્રમ લૅન્ડરના ચારેય ઍન્જિન કોઈપણ અડચણ વગર સફળતાપૂર્વક શરૂ થઈ ગયા હતાં. લૅન્ડિંગ પણ એકદમ સોફ્ટ થાવ જઇ રહ્યું હતું ક્યાંય પણ કોઈ અડચણ કે બધા પેદા થઈ નોહતી બધું બરાબર ચાલી રહ્યું હતું. વૈજ્ઞાનિકો સહિત ઇસરોના હેડક્વાર્ટરમાં મોજુદ પ્રધાનમંત્રી મોદી પણ ઇસરોની આ અનન્ય સિદ્ધિને તાળી પાડી વધાવી રહ્યા હતાં અને આખુંય વિશ્વ ભારતના આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઇ રહ્યું હતું. પરંતુ અચાનક 1:50 વાગ્યે વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટી ગયો.

ભારત માટે આ મિશન ખુબજ અગત્યનું હતું કારણ કે ભારત વિશ્વમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યું હતું અને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ભારત વિશ્વમાં 4થો દેશ બનવા જઈ રહ્યો હતો. અમેરિકા, ચાઇના અને રશિયા બાદ ભારતને આ સિદ્ધિ પ્રાપ્ત થવા જઈ રહી હતી. આ અભિયાન ખુબજ મહત્વનું ગણવામાં આવતું હતું જેના દ્વારા ચંદ્રમા પરના કેટલાય વણઉકલ્યા રાઝ ખુલે તેમ હતાં. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ બની જાત. કરણ કે વિશ્વના કોઇપણ દેશ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવની પસંદગી કરવમાં આવી નથી. કરણ કે મોટા ખાડા અને અંધારીયો વિસ્તાર જ્યાં તાપમાન 0 થી માઇનસ 200 ડીગ્રી જેટલું નીચે જતું રહે છે.

ચંદ્રયાન-2 દ્વારા ભારત વિશ્વમાં એક અલગ છાપ ઉભી કરવા માંગતું હતું જે ભારતે કરી બતાવ્યું ભલે ચંદ્રયાન 2 ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ ના થઇ શક્યું પરંતુ ઇસરોના આ પરાક્રમની નોંધ વિશ્વે લીધી છે. સૌથી કપરા અને દુર્ગમ ગણવામાં આવતાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની પસંદગી કરીને ઇસરોએ સૌને ચોંકાવી દીધા હતા. અત્યાર સુધીમાં વિશ્વનો કોઇપણ દેશ ચંદ્રના આ ભાગ તરફ ગયો નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચંદ્રના દક્ષિણ ભાગ વિશે દુનિયાને ઘણી ઓછી જાણકારી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્ય પ્રકાશ પણ ઓછી માત્રામાં પહોંચે છે. ચંદ્રની ધરીના થોડા ઝૂકાવના કારણે દક્ષિણ ધ્રુવના કેટલાક વિસ્તાર કાયમ માટે સૂર્યના પ્રકાશ વિહોણા જ રહે છે.

ઉલ્લેખનિય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ચંદ્ર પ્રકાશ નહિવત માત્રામાં પહોંચે છે જેના કારણે અંધારું જ રહે છે અને ઠંડીનું પ્રમાણ પણ વધારે રહે છે નોર્મલી શૂન્ય થી માઇનસ 200 ડીગ્રી જેટલું નીચું તાપમાન રહ્યા કરે છે જેના કારણે ત્યાં દરેક વસ્તુ જામી ગઈ છે જેમાં અલગ અલગ ગેસનો પણ સમાવેશ થાય છે. અને બીજી આ વિસ્તારની ખરાબ બાબત એ કે આ વિસ્તારમાં ઘણા મોટા ખાડાઓ આવેલા છે, જેને ‘કોલ્ડ ટ્રેપ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આવા દુર્ગમ વિસ્તારમાં જ્યાં વિશ્વના કોઈ દેશ પહોંચી શક્યા નથી ત્યાં ભારતના આ મિશનમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે વધારે જાણકારી અને નવી શોધની શક્યતા હતી જે ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડર દ્વારા પ્રાપ્ત થઇ શકે તેમ હતી. જો આ શક્ય બન્યું હોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ જેવા દુર્ગમ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વાનો પ્રથમ દેશ બન્યો હોત.