IndiaPolitics

મમતા કરતાં પણ મોટા બન્યા અરવિંદ કેજરીવાલ! મોદી શાહ માટે મોટી ચુનોતી!

ગત 10મી માર્ચના રોજ દેશના પાંચ રાજ્યો ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ ના વિધાનસભા પરિણામ આવ્યા જેમાં ચાર રાજ્યોમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી છે તો પંજાબ માં પહેલીવાર આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે એ પણ પ્રચંડ બહુમત સાથે. આ સાથે જ આમ આદમી પાર્ટી દેશની ત્રીજી પાર્ટી બની છે જે ની એક કરતાં વધારે રાજ્યોમાં સરકાર હોય. અરવિંદ કેજરીવાલ ની આપ ધીમે ધીમે એક બાદ એક રાજ્યમાં પોતાનો જાદુ ચલાવી રહી છે. પહેલાં દિલ્લીમાં સરકાર બનાવી પછી ફરીથી દિલ્લીમાં બહુમતી સાથે સરકાર બનાવી અને હવે પંજાબમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પંજાબમાં જબરદસ્ત પ્રદર્શન બાદ આપના કાર્યકરો વધારે ઉત્સાહી બન્યા છે.

ભાજપના ચાણક્ય
ફોટો સોશિયલ મીડિયા

હવે હવે સ્વાભાવિક છે કે અન્ય રાજ્યોમાં પણ આપના કાર્યકરો જોશ અને જુસ્સા સાથે લડવા જઈ રહ્યા છે. હવે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે કેજરીવાલની આપ પણ લડશે એમા બે મત નથી. પંજાબ માં જીતવાની સાથે જ આમ આદમી પાર્ટીના સમર્થકોમાં અને કાર્યકરોમાં બમણો જુસ્સો આવી ગયો છે. અને ગુજરાતમાં પણ એજ જોશ અને જુસ્સા સાથે લકડવાની તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં અન્ય રાજ્યોમાં પણ આગામી સમયમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓ પણ લડશે. જોવા જઈએ તો હવે અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી પણ લોકલ પાર્ટી નથી રહી. હવે દેશના એક કરતાં વધારે રાજ્યોમાં સરકાર હોય એવી ત્રીજી પાર્ટી બની છે આમ આદમી પાર્ટી.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જી કરતા પણ મોટા નેતા બની ગયા છે. અરવિંદ કેજરીવાલ પાસે હવે પહેલાં કરતાં વધારે રાજકીય તાકાત આવી ગઈ છે. ત્યારે અન્ય રાજ્યોમાં લોકલ પાર્ટીઓમાં ફફડાટ છે તે સ્પષ્ટ છે. અરવિંદ કેજરીવાલ હવે લોકલ નેતાથી મટીને દેશનનેતા બન્યા છે કારણ કે એક રાજ્યએ એમના રાજકારણ ને સ્વીકારીને ફરીથી સરકાર બનાવી આપી અને અન્ય બીજા પણ એક રાજ્યના લોકોએ તેમની પાર્ટીને ખોબલેને ખોબલે મત આપીને વિજયી બનાવ્યા. જે આજ સુંધી અન્ય કોઈ ક્ષેત્રીય પાર્ટી માટે બન્યુ નથી. કેજરીવાલ પાસે હવે બે રાજ્યો છે જેના આધારે તેઓ દેશના રાજકારણમાં પણ મહત્વના નેતા બની ગયા છે. અત્યાર સુંધી સમગ્ર દેશમાં મમતા બેનર્જી છવાયેલા હતાં કારણ કે ભાજપ ના ચાણક્ય કહેવાતા અમિત શાહને હરાઈ ને પોતે બંગાળમ ફરી મુખ્યમંત્રી બન્યા.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ હવે અરવિંદ કેજરીવાલ દ્વારા ના માત્ર અમિત શાહ પરંતુ નરેન્દ્ર મોદી ની પણ દરેક સ્ટ્રેટેજી ને નિષ્ફળ બનાવીને પંજાબમાં સરકાર બનાવી નાખી. પહેલીવખત આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવશે એ પણ એકલે હાથે. જે ભાજપ કેટલાય વર્ષોથી કરી શકી નથી તે હવે અરવિંદ કેજરીવાલે કરી બતાવ્યું છે. કોઈપણ ક્ષેત્રીય નેતા પોતાના રાજ્ય સિવાય અન્ય રાજ્ય માં પ્રભાવ ઉભો કરી શક્યા નથી સિવાય અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ જ એવી વ્યક્તિ છે પોતાના ગૃહ રાજ્ય કરતાં અન્ય રાજ્યમાં પોતાનો પ્રભાવ ઉભો કરી શક્યા છે. પંજાબ ની જીત એ માત્ર ભગવત માન માટે જ મહત્વની નથી પરંતુ સૌથી મહત્વની છે અરવિંદ કેજરીવાલ માટે. ભાજપ ભલે ચાર રાજ્યોમાં જીત્યું હોય પરંતુ સમગ્ર દેશમાં માત્ર પંજાબની જ ચર્ચા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટી ધીરે ધીરે લોકસભા અને રાજ્યસભામાં પણ પોતાની તાકાત વધારતી જઇ રહી છે. આગામી સમયમાં પંજાબ માં ચાર જેટલી રાજ્યસભા બેઠકો ખાલી થાય છે ત્યારે રાજ્યસભામાં કેજરીવાલ ને ચારેય બેઠક આરામથી મળી શકે તેમ છે ત્યારે કેજરીવાલની રાજ્યસભામાં પણ ધીરે ધીરે મજબૂતાઈ વધી રહી છે જે કેટલીય ક્ષેત્રીય પાર્ટીઓ કરતાં વધારે છે. ભાજપ માટે પહેલા મમતા અને હવે કેજરીવાલ એમ બે મોટી ચુનોતી બની ને ઉભરી આવ્યા છે. મમતા અને કેજરીવાલ આગામી લોલસભા ચૂંટણીઆ સાથે આવી જાય તો ચોક્કસ ભાજપ માટે ખતરાની ઘંટી સમાન પરિસ્થિતિ થઇ જાય તેમ છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલની આપ પ્રચંડ જોશ જુસ્સા સાથે લડશે અને વધારે બેઠકો મેળવે તો નાવાઈ નહીં!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!