IndiaPolitics

મુખ્યમંત્રી એ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીને ફેંક્યો પડકાર! કહ્યું તાકાત હોય તો…

મહારાષ્ટ્રની ગાદી કબજે કર્યા બાદ ભાજપનું સંપૂર્ણ ધ્યાન હવે દક્ષિણના રાજ્યો ખાસ કરીને તેલંગાણા પર છે. અને અમિત શાહ એ આ બાબતે કમર કસી છે. ગઈ કાલે એટલે કે રવિવારે તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી. આ બેઠક પહેલા જ રાજ્યમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બીજેપીની નેશનલ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે હૈદરાબાદ પહોંચ્યા હતા, પરંતુ સીએમ કેસીઆર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ આવ્યા ન હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાવો કર્યો છે કે રાજ્યમાં હાજર કેન્દ્રીય મંત્રીઓ કહે છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને પછાડ્યા બાદ હવે તેલંગાણામાં સત્તારૂઢ ટીઆરએસ સરકારને પાડી દેવાનો સમય આવી ગયો છે.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે મુખ્યમંત્રી રાવે ભાજપને આકરા સ્વરમાં પડકાર ફેંક્યો હતો. ચંદ્રશેખર રાવે કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી તેલંગાણામાં મારી સરકારને પાડી દે તેની હું રાહ જોઈશ.’ ચંદ્રશેખર રાવ જે કેસીઆર તરીકે પણ ઓળખાય છે તેમણે કહ્યું, ‘હૈદરાબાદમાં હાજર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જેમ મહાવિકાસ અઘાડી (શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન) સરકારને પાડીને ભાજપ સત્તાના આવી તેવી જ રીતે હવે તેલંગાણામાં ટીઆરએસ સરકાર પડવાનો સમય આવી ગયો છે. હું પણ આ ક્ષણની રાહ જોઈશ, જેથી હું મુક્ત થઈ શકું અને પછી કેન્દ્ર સરકારને પાડી શકું. આ સાથે જ મુખ્યમંત્રી કેસીઆર એ ભાજપ સહિત અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીને પણ પડકાર ફેંક્યો હતો.

ગુજરાત કોંગ્રેસ, કેજરીવાલ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કટોકટી ક્રાંતિનો માર્ગ મોકળો કરે છે. તેલંગાણાના નાગરિકોએ ઓળખ મેળવવા માટે 60 વર્ષથી સંઘર્ષ કર્યો છે. જરૂર પડશે તો અમે યુદ્ધ પણ લડીશું.” કહીને ભાજપ સહિત અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીને પડકાર ફેંક્યો હતો. તેલંગણામાં યોજાઈ રહેલી બીજેપીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે હૈદરાબાદ પહોંચ્યા હતા, પરંતુ સીએમ કેસીઆર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા ન હતા.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

વર્કિંગ કમિટીની બેઠકને ધ્યાનમાં રાખીને ભાજપે સમગ્ર શહેરને ફ્લેગ્સ, પોસ્ટરો અને બેનરોથી ઢાંકી દીધું છે, જ્યારે TRSએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને શહેરભરમાં PM મોદી અને ભાજપને નિશાન બનાવતા પોસ્ટરો અને બેનરો લગાવ્યા છે. ઘણા પોસ્ટરોએ ‘બાય, બાય મોદી, હવે બસ કરો અને બસ’ મોદી લખીને સીધા વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. ટીઆરએસ અને મુખ્યમંત્રી રાવનું આ વર્તન ભાજપના નેતાઓને ખિલાની જેમ ખૂંચી રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી રાવ અને તેમની પાર્ટીના આ પગલાની આકરી ટીકા કરી છે. ભાજપ નેતાઓએ પલટવાર કરતા કહ્યું કે, કેસીઆર આવી રણનીતિ અપનાવીને અને શક્તિ બતાવીને ન તો વડાપ્રધાન મોદીનું કદ ઘટાડી શકશે અને ન તો તેઓ તેમને લોકોના દિલમાંથી દૂર કરી શકશે.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, ભાજપે સાઉથબો કિલ્લો ફતેહ કરવા માટે રણનીતિના ભાગરૂપે જ તેલંગાણામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજી છે. જે બાબતે મુખ્યમંત્રી કેસીઆર આક્રોશીત જોવા મળી રહ્યા છે. તેઓ ભાજપ અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને નિશાન બનાવી રહયા છે. તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે રાજ્યમાં 104 ધારાસભ્યો છે અને છતા ભાજપ કહે છે કે ,મહારાષ્ટ્રની જેમ તેલંગાણામાં સરકાર ઉથલાવી દઈશું.હું પડકાર ફેંકુ છું કે, એક વખત આવો પ્રયત્ન ભાજપ કરી જુએ. ભાજપ અને પીએમ મોદીએ લોકશાહીને દાવ પર લગાડીને સાત રાજ્યોમાં સરકાર ગબડાવી દીધી છે. નરેન્દ્ર મોદી પીએમ નથી પણ પોતાના વેપારી દોસ્તના સેલ્સમેન બનીને રહી ગયા છે. પીએમ મોદીની ખોટી નીતિઓના કારણે કંપનીઓ દેશ છોડીને જતી રહી છે. રુપિયો ગગડી રહ્યો છે. ભાજપ અને પ્રધાનમંત્રી મોદી પાસે કોઈ જવાબ નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!