IndiaPolitics

આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં લેવામાં આવ્યા આ મહત્વના પગલાં! જાણો આગળ શું થશે!

ભારતના ઇતિહાસમાં આજનો દિવસ ખુબજ મહત્વનો સાબિત થશે અને આ સાથે જ જમ્મુ કાશ્મીર સાથે નવા રાજ્યનો ઉદય થશે. છેલ્લા બે દિવસના ઉત્તેજિત વાતાવરણ બાદ આજે 11 વાગે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં આર્ટિકલ 370 નાબુદ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને સાથે સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ને અલગ રાજ્ય બનાવવામાં આવશે નો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે જે પર હાલ રાજ્યસભામાં ડિબેટ ચાલી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે બંને ગૃહમાં બહુમત હોય આ પ્રસ્તાવ પાસ પણ થઈ ગયા છે.

આર્ટિકલ 370
ફોટો: સોસીયલ મીડિયા

હાલ આર્ટિકલ 370 નાબૂદ કરવાના કારણે કાશ્મીરમાં પણ અસમંજસ અને ભગલવાદીઓમાં ગુસ્સો છે બીજી તરફ કાશ્મીરની મુખ્ય રાજનૈતિક પાર્ટીઓના નેતાઓને સરકાર દ્વારા હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતાં અને રાજ્યમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી હતી તેમજ કોઈપણ જાતની રેલી, જનસભાઓ યોજી શકશે નહીં અને તેની મંજૂરી પણ આપવામાં આવશે નહીંની ગાઈડલાઈન ગઈકાલ મધરાતથી જાહેર કરી દેવામાં આવી હતી. સાથે સાથે ભારે માત્રામાં સૈન્ય સુરક્ષાબળને પણ તૈનાત કરી દેવામાં આવ્યું હતું અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ રાજાઓ રદ કરી દેવામાં આવી હતી.

આર્ટિકલ 370
ફોટો: સોસીયલ મીડિયા

આર્ટિકલ 370 નાબૂદ કરવાના પ્રસ્તાવને રાજ્યસભામાં લાવ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી દેવામાં આવી છે. 8000 જેટલા પેરામીલીટ્રી ટ્રુપ્સને ઉત્તર પ્રદેશ, ઓડીસા, આસામથી કાશ્મીર માં એરલીફ્ટ કરવામાં આવી રહ્યા છે. અને કાશ્મીરના ખીણ પ્રદેશ જે અતિ સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં વધારે માત્રામાં સૈન્ય સુરક્ષાબળ તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ગૃહમંત્રાલય માંથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી, ડીજીપી અને પોલીસ કમિશ્નરને એડવાઇઝરી જાહેર કારીએન હાઈ એલર્ટ પાર મુકવામાં આવ્યા છે.

આર્ટિકલ 370
ફોટો: સોસીયલ મીડિયા

સાથે જ ભારતીય આર્મી અને ભારતીય વાયુ સેના ને પણ હાઈ એલર્ટ પાર મુકવામાં આવ્યા ચબે જેમને કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના ઓપરેશન માટે તૈયાર રહે. તેમજ પાકિસ્તાન બોર્ડર પર પણ આર્મીને સ્ટેન્ડટુ માં રહેવા માટે જણાવવામાં આવ્યું છે સાથે સાથે હજુ પણ દેશના વિવિધ વિસ્તારોમાંથી આર્મીને કાશ્મીર એરલીફ્ટ કરવામાં આવી રહ્યું છે. હાલ શ્રીનગર સાથે કાશ્મીરના અમુક વિસ્તારોમાં 144 ની કલમ લગાવવામાં આવી છે અને જો સુરક્ષાને ધ્યાને લેતા સમગ્ર રાજ્યમાં પણ કલમ 144 લગાવી દેવામાં આવી શકે છે.

આર્ટિકલ 370
ફોટો: સોસીયલ મીડિયા

આર્ટિકલ 370 નાબૂદ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ રાજ્ય બનાવવામાં આવતા હાલ ભાજપના લદ્દાખના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. જોગવાઈ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે અને લદ્દાખમાં વિધાનસભાનું ગઠન નહીં કરવામાં આવે તે કેન્દ્ર સરકારને હસ્તક રહેશે. હવે જમ્મુ કાશ્મીરમાં એક જ રાષ્ટ્રધ્વજ હશે અને એ આપનો ત્રિરંગો હશે. સાથે સાથે ડબલ નાગરિકતા પણ નાબૂદ થશે અને ભારતીયતા જ નાગરિકતા બની રહેશે. બંને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. પૂર્ણ રાજ્ય નહીં રહે.

આર્ટિકલ 370
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે, કેટલાક સાંસદ સભ્યો પૂછી રહ્યા છે કે ક્યાં સુંધી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું રહશે તો તેમને જનબી દઉં કે જ્યાં સુંધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુંધી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે કે અમે તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની કવાયત હાથ ધરીશું હા એમાં વાર લાગશે પરંતુ અમે કટિબદ્ધ છીએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!