
છેલ્લા ઘણા સમયથી દેશનો અન્નદાતા દિલ્લીની સરહદ પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર છે. મોદી સરકારના પ્રતિનિધિઓ સાથે વાતચીત બાદ પણ કોઈ નિર્ણય પર ના આવતાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મિટિંગ યોજાઈ હતી પરંતુ કિસાન આંદોલન બાબતે અને કૃષિ કાયદા પાછા લેવા બાબતે મોદી સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે ખેડૂતોના આ આંદોલનનો અંત આવ્યો નથી. ધીમે ધીમે ખેડૂત આંદોલનને દેશના દરેક ખુણા માંથી સમર્થન મળી રહ્યું છે અને સરકારનું ટેન્શન વધી રહ્યું છે. રાકેશ ટિકૈત પણ ખેડૂતો સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે.

બીજી તરફ ખેડૂતોને સમગ્ર દેશ માંથી સમર્થન મળી રહ્યું છે. મોદી સરકાર પર એક પછી એક રાજકીય પાર્ટીઓ કાયદાઓ રદ કરવા માટે દબાવ બનાવી રહી છે. પહેલા પંજાબની વર્ષોથી સાથી એવી શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને ઝટકો આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કેટલોક ક્ષેત્રીય પાર્ટીઓ પણ મેદાને આવી છે. અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહી છે. ભાજપની હરિયાણાની સાથી અને જેમના સમર્થનના સહારે ભજઓની સરકાર હરિયાણામાં છે તેના મુખીયાએ પણ ભાજપને એમએસપી બાબતે દબાણ કર્યું છે.

ત્યારે મોદી સરકાર દ્વારા ટસના મસ ના થતા ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા હવે વ્યૂહરચના બદલવામાં આવી છે. ખેડૂતો માટે ગૃહમંત્રી અમિત શાહે લીધેલા પગલાં બાદ ખેડૂતો વધારે નારાજ થયા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આંદોલન પર બેઠેલા ખેડૂતો માટે દિલ્હીની દરેક સરહદો ધીમે ધીમે સીલ કરીને પીએમ મોદી અને ગૃહ મંત્રી અમીત શાહે સૌથી મોટી ભુલ કરી હતી અને તેઓ આ ગણતરીમાં કાચા સાબીત થયા છે. મોદી સરકારની આ ભુલને જાણી લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા મોદી સરકારને ઘેરવા માટેનો અલગ રસ્તો મળી ગયો જે ભાજપ ને ભારે પડી શકે છે અને તે મોદી શાહ ની દુખતી રગ છે જેને ખેડૂતો દબાવી રહ્યા છે.

રાકેશ ટિકૈતે હવે સમજી ગયા છે કે આંદોલનને પંજાબ ને બદલે પશ્ચિમ ઉત્તર પ્રદેશ લક્ષી બનાવું જોઈએ. એટલે ઉત્તર પ્રદેશમાં દરેક શહેર ગામ માં કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે. રાકેશ ટિકૈતે હવે આંદોલનને પંજાબને બદલે પશ્ચિમ ઉત્તર પ્રદેશ લક્ષી બનાવી દીધું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ એજ ક્ષેત્ર છે જ્યાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભામાં ભાજપ જંગી બહુમતીથી જીતી હતી. જ્યાં ભાજપને 100 કરતા વધારે બેઠકો મળી હતી. રાકેશ ટિકૈત પણ જાણી ગયા છે કે દિલ્લીને હલાવવા માટે ઉત્તર પ્રદેશ કાફી છે. એટલે મોદી શાહ ની દુખતી રગ પર દબાણ કરવાની નવી રીત અપનાવવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં કોમ કોમ વચ્ચે કલેશ થતો રહેતો હોય છે અને આ માટે રાકેશ ટિકૈત દ્વારા દરેક કોમ ને એક સાથે લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ જે ફોમ્યુલાના કારણે જીતી હતી તે ફોર્મ્યુલા રાકેશ ટિકૈત જાણી ગયા છે અને હવે એજ ફોર્મ્યુલા ભાજપ માટે નુકસાનકારક સાબિત થાય તો નવાઈ નહીં. જણાવી દઈએ કે રાકેશ ટિકૈત કિસાન આંદોલનમાં સૌથી વધારે સ્વીકાર્ય નેતા બની ગયા છે. તેમની એક હાકલ દરેક ધર્મ દરેક કોમના કિસાનોને ભેગા કરી દે છે.

ઉલ્લેખનીય છે કે, રાકેશ ટિકૈત સમગ્ર હિન્દી હાર્ટલેન્ડ ગણવામાં આવતાં રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. કિસાન નેતાઓમાં રાકેશ ટિકૈત મોખરે છે. હિન્દી હાર્ટલેન્ડમાં છત્તીસગઢ અને રાજસ્થાન છોડી તમામ રાજ્યોમાં ભાજપ સરકાર છે. એટલે જો કિસાન આંદોલનને કારણે કોઈને પણ નુકશાન થાય તો એ છે ભાજપ. અને આ તમામ રાજ્યો કૃષિપ્રધાન રાજ્યો છે એટલે ભાજપને આગામી સમયમાં વધારે નુકશાન જાય તેમ છે.