GujaratIndiaPolitics

મોટી જીતના દાવા વચ્ચે ભાજપ સતત નબળી તો કોંગ્રેસ સતત મજબૂત થઈ! જાણો ગણિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જૂજ દિવસો જ બાકી રહ્યા છે. અને લગભગ લગભગ નક્કી જ છે કે 8 ડિસેમ્બરે ગુજરાતમાં મત ગણતરી થશે. માત્ર ચૂંટણીનો કર્યક્રમ જ બાકી છે. ત્યારે દેશની રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો લગભગ લગભગ દર મહિને 3-4 વાર ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે તો ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપ ગુજરાત પ્રભારી, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને સતત ગુજરાત પ્રવાસ યોજી રહ્યા છે. ભાજપ આપની સક્રિયતા વધતાં કોંગ્રેસે પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે. કોંગ્રેસ દિવાળી પહેલાં ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કરી શકે છે.

જ્યારે ભાજપ આ બાબતે હજુ મૌન સેવી રહ્યું છે. ભાજપ મોટા મોટા દાવાઓ કરી રહ્યું છે અને બતાવી રહી છે કે પોતે સૌથી મજબૂત પાર્ટી છે પરંતુ જમીની હકીકત જોઈએ તો ભાજપ ધીમે ધીમે નબળી પડી રહી છે. ભાજપ કોંગ્રેસ ના ધારાસભ્યો નેતાઓને લઈને પોતે અંદરથી ખોખલી થઈ રહી છે કાર્યકરોમ નિરાશા અને હતાશા જન્મે છે. જ્યારે કોંગ્રેસ માં જગ્યા થવાથી નવા લોકો આવી રહ્યા છે નવી કેડર બની રહી છે અને ઉત્સાહ વધી રહ્યો છે. આંકડા મુજબ જઈએ તો ભાજપ વર્ષ 2002 બાદ સતત નબળી પડતી જઇ રહી છે. વર્ષ 2017 માં ભાજપ માત્ર બે આંકડામાં સમેટાઈ ગઈ હતી જે ઐતિહાસિક ગની શકાય છે. જે ભાજપ વર્ષોથી ત્રણ આંકડામાં હતી એ બે અંકડે આવીને રોકાઈ ગઈ.

આ ચૂંટણી માં પણ ભાજપે મોટા મોટા દાવાઓ કર્યા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ તો 182 માંથી 182 ની વાત કરી ચુક્યા છે. પરંતુ આંકડા કઈંક અલગ જ છે. વર્ષ 2002 થી ભાજપ નું પ્રદર્શન ફિકુ પડતું જઈ રહ્યું છે. વર્ષ 2002ની વાત કરીએ તો ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 માંથી 127 બેઠક મળી હતી. તો કોંગ્રેસ 182 બેઠક માંથી 51 બેઠક જીતી હતી. 127 નો આંકડો ભાજપ માટે હાલના સમયમાં સૌથી મજબૂત આંકડો છે. જે આંકડા બાદ ભાજપ ક્યારેય આજ સુંધી 125 સુંધી પણ પહોંચી શકી નથી. જ્યારે કોંગ્રેસ માટે સૌથી મજબૂત આંકડો 149 છે જે કોંગ્રેસ વર્ષોથી તેની નજીક પણ પહોંચી શકી નથી. કોંગ્રેસ માટે 149નો આંકડો માધવસિંહ સોલંકીને આભારી છે.

કોંગ્રેસ નું અને ભાજપ નું પણ કોઈ નેતૃત્વ 149 ના આંકડા સુંધી હજુ સુંધી નથી પહોંચી શક્યું. ભાજપ ની વાત કરીએ તો વર્ષ 2002 બાદ વર્ષ 2007 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ જેમાં 182 માંથી ભાજપને 117 બેઠક મળી હતી. જે 10 બેઠકના નુકશાન સાથે હતી. જ્યારે કોંગ્રેસ દરેક વિધાનસભા ચૂંટણીમાં પોતાની બેઠકો વધારતી આવી છે. વર્ષ 2007 માં કોંગ્રેસ ને 59 બેઠક મળી હતી જે ગત ચૂંટણી કરતાં 8 બેઠક વધારે હતી. જેમાં ભાજપ ની પણ કેટલીક પરંપરાગત બેઠક પર કોંગ્રેસ જીતી હતી. વર્ષ 2007 માં ભાજપ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ચૂંટણી લડયું હતું છતાં પણ ભાજપ 10 બેઠકોના નુકશાન સાથે સત્તામાં આવી.

વર્ષ 2007 બાદ સૌથી હાઈપ્રોફાઈલ અને દેશમાં બદલાતા માહોલ માં ગુજરાતમાં વર્ષ 2012 ની ચૂંટણી થઈ જેમાં ભાજપે 182 માંથી 115 બેઠક મેળવી જે વર્ષ 2007 માં જીતેલી બેઠક કરતાં 2 બેઠક ના નુકશાન સાથે. જ્યારે કોંગ્રેસ 182 માંથી 61 બેઠક જીતી અને ફરી મજબૂત બની. જે ગત 2007 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કરતા 2 બેઠક વધારે હતી. એટલે આંકડા મુજબ જોઈએ તો ભાજપ કરતાં કોંગ્રેસ મજબૂત બનતી જઇ રહી છે.ના માત્ર બેઠકોમાં પણ કોંગ્રેસ નો વોટશેર દરેક ચૂંટણીમાં વધી રહ્યો છે અને ભાજપ નો વેટશેર ઘટી રહ્યો છે. ભાજપ માટે આજ ચિંતા નો વિષય છે વર્ષ 2012 નું વર્ષ કોંગ્રેસ માટે વિરોધી લહેરનું હતું છતાં પણ ગુજરાતમાં બેઠક અને વોટશેર બંને વધ્યા હતા.

વર્ષ 2012 બાદ વર્ષ 2017 માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપ ને 182 બેઠક માંથી માત્ર 99 બેઠક જ મળી એટલે કે ભાજપ માટે આ સુધી નીચો સ્કોર કહી શકાય. ઐતિહાસિક રીતે ભાજપ બે આંકડા માં સમાઈ ગઈ અને કોંગ્રેસ સૌથી મજબૂત બનીને ઉભરી આવી. કોંગ્રેસ ને 182 માંથી 77 બેઠક મળી સાતગે સાથે અપક્ષ ધારાસભ્ય અને બિટીપી ના સાથેના ગઢબંધને કોંગ્રેસ ને 80 પહોંચાડી દીધી એટલે કે ભાજપ કરતાં માત્ર 19 બેઠક ઓછીમાલી હતી. જ્યારે ભાજપ 16 બેઠક ના નુકશાન સાથે સત્તામાં પાછી આવી હતી. એટલે નોઈએ તો ભાજપ સતત નબળી પડી રહી છે અને તેનો વોટશેર પણ ઘટી રહ્યો છે. જે ભાજપ માટે મોટી ચિંતાનો વિષય છે. હવે યોજાનારી ચૂંટણીમાં કોણ કેટલામાં રમે છે એ જોવું જ રહ્યું.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!