વાયુ સેનાની એર સ્ટ્રાઈક પર મોદી મંત્રીનું ચોંકાવનારૂ નિવેદન! જાણીને લાગશે નવાઈ!

પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી જેમાં પાકિસ્તાનમાં આવેલા કેટલાય આતંકી ઠેકાણાઓ નાશ પામ્યા છે એવા સમાચારો આવી રહ્યા છે. ત્યાં મોદી સરકારના કેબિનેટ મંત્રી અહલુવાલિયા ના નિવેદને રાજકારણ ગરમાયું છે.

જમ્મુ કાશ્મીરના ફૂલવામા માં થયેલા આતંકી હુમલમાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા હતા ત્યાર બાદ ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં રહેલા આતંકીઓ અને તેમના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ૩૦૦ જેટલા આતંકીઓ ઠાર માર્યા છે તેવા સમાચાર વહેતા થયા હતા.

પરંતુ ૩૦૦ આતંકીઓ ઠાર માર્યા છે તેવો સરકાર પાસે પણ કોઈ પુરાવો નથી કે પાકિસ્તાન પાસે પણ આવો કોઈ પુરાવો નથી કે પાકિસ્તાન દ્વારા અધિકારીક રીતે જાહેર કરવામાં આવ્યો નથી. વિદેશી પત્રકાર સમૂહો દ્વારા પણ આની જાંચ પડતાલ કરવામાં આવી છે પણ આવું કોઈ સબુત તથ્ય જાણવા મળેલ નથી તેવા સમાચારોનો વિડીયો પણ સોશિયલ મીડિયા માં ફરતો થયો છે.

ભાજપના નેતા અને હાલ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી એસ એસ અહલુવાલિયા ને એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે પત્રકાર મિત્રો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, કેટલાક રીપોર્ટ મુજબ ૨૦૦-૩૦૦ આતંકી ઠેકાણાઓ નાશ પામ્યા છે એ બાબતે તમે શું કહેશો!

આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અહલુવાલિયા એ જણાવ્યું હતું કે, શું નરેન્દ્ર મોદી એ તેમની રેલી કે ભાષણમાં આ અંગે જણાવ્યું હતું? શું તેમને કહ્યું છે કે ૩૦૦ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે? શું અમિત શાહ દ્વારા પણ આવું કેહવામાં આવ્યું છે?

શું ભાજપના કોઈ પ્રવક્તા દ્વાર આવું જાહેર કરવામ આવ્યું છે? કહીને મંત્રી અહલુવાલિયા દ્વારા મીડિયાને સમા સવાલો કરવામાં આવ્યા હતા. વધુમાં તેમને જણાવ્યું કે જો આવું નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભાજપના પ્રવકતાએ નથી કહ્યું તો તેનો મતલબ એ છે કે પાકિસ્તાનમાં આટલી મોટી તબાહી નથી થઇ.

આગળ તેમણે જણાવ્યું હતું કે આપણે માત્રને માત્ર સીમા પાર કડકમાં કડક સંદેશો આપવા માંગતા હતા પરંતુ જો આવી જરૂરત પડી તો આપણી વાયુ સેના આટલી મોટી તબાહી કરવા સક્ષમ છે. અમે કોઈ પણ પ્રકારના જાન માલનું નુકશાન નથી ઇચ્છતા. મંત્રીના આ નિવેદન બાદ મોદી સરકાર તરફ વિપક્ષ આંગળીઓ ઉઠાવવ લાગ્યું છે.

આ વિડીયો બંગાળી ભાષામાં છે અને પશ્ચિમ બંગાળમાં અહલુવાલિયાના આ નિવેદનની ચર્ચાઓ ખુબ જામી છે સાથે સાથે પશ્ચિમ બંગાળની સિપિઆઇ(એમ) પાર્ટીએ તેના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉઠાવ્યા છે.
સિપિઆઇ(એમ) દ્વાર સવાલ કરવામાં આવ્યા છે કે જો મોદી મંત્રી સાચું કેહતા હોય તો મોદી મીડિયા દ્વારા જૂથ ફેલાવી રહ્યા છે અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે!

ઉલ્લેખનીય છે કે, ધ હિંદુ એ પોતાના એક રીપોર્ટ માં લખ્યું છે કે, એસ એસ અહલુવાલિયા એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ઘટના પછી નરેન્દ્ર મોદી એ પોતાના ભાષણમાં એમ કહ્યું હતું કે ૩૦૦ લોકોના મોત થયા છે? શું ભાજપના કોઈ પ્રવક્તાએ આવું જણાવ્યું હતું? શું અમિત શાહે આવું કહ્યું? આનું એ કારણ છે કે ત્યાં ખુબ મોટા પ્રમાણમાં તબાહી નથી થઇ પરંતુ અમે સીમા પાર એ સંદેશ આપવા માંગતા હતા કે જરૂરત પડી તો અમે તબાહી મચવા સક્ષમ છીએ. અમે કોઈ પણ પ્રકારના જાન માલનું નુકશાન નથી ઈચ્છતા.
સોર્સ: સિપિઆઇ(એમ) ટ્વીટર એકાઉન્ટ, ધ હિંદુ અને જનસત્તા.કોમ