
છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોઈને કોઈ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે પરંતું હવે એવું કોઈ શિસ્ત બચ્યું હોય એવું લાગતું નથી. નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કેટલીક વાર મંત્રીઓ પણ ખુલ્લે આમ પોતાની પાર્ટીનો અને પાર્ટીના નિર્ણયનો વિરોધ કરતા નજરે ચડી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાજપની નીતિરીતિનો સખત વિરોધ કરતા સુબ્રમણ્યમ સ્વામી એ નકવેદન આપ્યું છે. રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ભાજપને જ ઘેરવામાં આવી છે.

આમ તો સ્વામી કોંગ્રેસ અને ગાંધી પરિવારના એક સમયે નજીકના વ્યક્તિ હતાં પરંતુ સંબંધોમાં ખટાશ આવતાં સ્વામી હવે કોંગ્રેસના અને ગાંધી પરિવારના કટ્ટર વિરોધી બની ગયા છે. ક્યારેક ક્યારેક પબ્લિસિટી માટે સ્વામી કોંગ્રેસ અને ગાંધી પરિવારને ખરી ખોટી સંભળાવીને ઘેરવાના પ્રયત્નો કરતાં રહે છે. જો કે આવું તેઓ ભાજપ સાથે પણ કરે છે. ભાજપને પણ સમયે સમયે કોઈને કોઈ બાબતે ઘેરતાં રહે છે અને પ્રેશર બનાવવાના પ્રયત્નો કરતાં રહે છે. આ વખતે પણ ભાજપ પાર પ્રેશર બનાવવા અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા ભાજપ ને જ ઘેર્યું છે.

છેલ્લા 4 દિવસથી અર્નબ ગૌસ્વામી જેલયાત્રા પર છે. 2018માં એક ઇન્ટિરિયર ડિઝાઈનર ને રિપબ્લિક સ્ટુડિયો બનાવ્યા બાદ પૈસા ન ચૂકવવાના કારણે ઇન્ટિરિયર ડિઝાઈનર આર્થિક સંકડામણ નો ભોગ બન્યા હતા અને અંતે તેમણે આત્મહત્યા કરી હતી જેની સુસાઇડ નોટમાં અર્નબ ગૌસ્વામીનું નામ લખીને ગયા હતાં. જે બાબતે અર્નબ ગૌસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ છેલ્લા 4 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જો કે ગઈકાલે તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં તેઓને નવી મુંબઇ ની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.

હવે આ બાબતે સ્વામી એ તેમની જ પાર્ટીને આડેહાથ લીધી હતી. સ્વામી એ અર્નબ ના સમર્થનમાં કહ્યું કે, અર્નબ ગૌસ્વામી પાસે ભાજપ કેન્દ્રીય મંત્રીઓનું સમર્થન છે જે એમના પક્ષમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આવામાં જો હું પણ અર્નબ ના પક્ષમાં હું મારો અવાજ ઉઠાવું તો એમાં શું ફરક પડશે? સ્વામી દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે અર્નબ પાસે સમગ્ર ભાજપ અને સરકારનું સમર્થન છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અન્ય એક ટ્વીટ દ્વારા તેમની જ સરકાર પર કટાક્ષ કર્યો છે. સ્વામીએ ટવીટ કરીને લખ્યું છે કે “મેં ભાજપ સરકારને બંધારણીય માર્ગ બતાવ્યો છે.” હું ઘોડાને પાણી સુધી લઈ જઈ શકું છું પણ તેને પાણી પીવડાવી શકતો નથી.” સ્વામીનું આ ટ્વીટ અર્નબ ગોસ્વામીના કેસ સાથે જોડવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતકાળમાં અર્નબ ગોસ્વામી વિશે એક ટ્વીટ કર્યું હતું.

આ ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું છે કે “ગોસ્વામીને ભાજપના કેન્દ્રીય પ્રધાનોનો ટેકો છે, જેઓ તેમની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો હું અવાજ ઉઠાવું, તો તે શું ફરક પાડશે? જો ભાજપ ઇચ્છે તો તે બંધારણની કલમ 256 અને 257 એ અંતર્ગત મહારાષ્ટ્ર સરકારને સૂચના મોકલી શકે છે…જો તેઓ હજી પણ સાંભળશે નહીં તો બંધારણની કલમ 356 નો ઉપયોગ કરવો જોઈએ” એવું માનવામાં આવે છે કે સુબ્રમણ્યમ સ્વામીનું તાજેતરનું ટ્વીટ આ ટ્વિટના સંદર્ભમાં આવ્યું છે.

પોતાના ટ્વિટમાં સ્વામીએ કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સૂચન કર્યું છે. સમજાવો કે બંધારણની કલમ 256 અને 257 એ હેઠળ કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય સરકારને જરૂરી સૂચના આપી શકે છે. સ્વામીના મતે, જો સૂચનો છતાં મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રની વાત નહીં માને તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. કેન્દ્ર સરકાર બંધારણની કલમ 356 હેઠળ આ શક્તિ મળી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યનું નિયંત્રણ મુખ્યમંત્રીને બદલે સીધા ભારતના રાષ્ટ્રપતિ હેઠળ આવે છે. જો કે, વહીવટી સત્તા રાજ્યપાલને સોંપવામાં આવે છે.

ઈન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યાના દુષપ્રેરણ ના આરોપમાં અર્નબ ગોસ્વામીની તાજેતરમાં જ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ભાજપ તેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા બદલાની કાર્યવાહી ગણાવી રહી છે અને મહારાષ્ટ્ર ભાજપ પણ આ મુદ્દે વિરોધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અર્નબ ગૌસ્વામીની ધરપકડને ક્યાંક ન્યાયિક કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે તો ક્યાંક તેનો વિરોધ તો પીડિત પરિવાર દ્વારા મહારાષ્ટ્ર પોલીસ અને મહારાષ્ટ્ર સરકારનો આભાર માનવામાં આવી રહ્યો છે. આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગોસ્વામીની વચગાળાની જામીન અરજી પર ચુકાદો જાહેર કરે તેવી સંભાવના છે.