IndiaPolitics

નીતીશ કુમાર ને બદલે ભાજપ નેતાને મુખ્યમંત્રી બનવવાનો તખ્તો ઘડાયો?! નીતીશ કુમાર ને…

બિહારમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. પરિણામ આવ્યાને આજે એક અઠવાડિયું થવા આવ્યું પરંતુ હજુ સુંધી કોણ સરકાર બનાવશે અને કોણ મુખ્યમંત્રી બનશે એ બાબતે અસમંજસની પરિસ્થિતિ છે. નીતીશ કુમાર, એનડીએ અને મહાગઢબંધનનો સરકાર બનાવવાનો આધાર હમ અને વીઆઇપી પાર્ટી પર છે. હાલમાં આ બંને પાર્ટી દ્વારા એનડીએને સમર્થન આપવામાં આવી રહ્યું છે. એટલે લગભગ લગભગ બિહારમાં એનડીએની સરકાર બનસે એ નક્કી છે. બીજી તરફ મહાગઢબંધનના નેતાઓ પણ હમ અને વીઆઇપી પાર્ટીને ઉપમુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી ચુક્યા છે પરંતુ હવે જોવાનું એ છે કે બંને પાર્ટી સહમત થાય છે કે નહીં.

બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

બિહારમાં હલચલ તેજ થઈ રહી છે તે જોતા ભાજપ દ્વારા રાજનાથસિંહને બિહાર મોકવામાં આવ્યા છે. બિહારમાં રાજનાથસિંહ ને મોકલવા એ ઘણા ઈશારા કરે છે. રાજનાથસિંહ અને નીતીશ કુમાર વચ્ચે અટલ બિહારી બાજપાઈ ના જમાનાથઈ ગાઢ મિત્રતા છે એ સૌ કોઈ જાણે છે. બિહારમાં ભાજપ કાર્યકરોમાં ભાજપના મુખ્યમંત્રી બને તેવી માંગ ઉઠી છે ત્યારે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ભાજપ કાર્યકરો અને નીતીશ કુમાર બંને ને નેરાજ કરીને કોઈ જોખમ લેવા માંગતા નથી. એટલે ભાજપે વચલો રસ્તો કાઢવા રાજનાથસિંહને બિહારમાં આજે યોજાનાર એનડીએની બેઠકમાં હાજરી આપવા મોકલવામાં આવ્યા છે.

અમિત શાહ, બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

બિહારમાં ભાજપને પોતાના મુખ્યમંત્રી બનાવવા છે એ નક્કી છે. પરંતુ આ માટે ભાજપે નીતીશ કુમાર ની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તેમ છે. અને તેના માટે જ રાજનાથસિંહ બિહારમાં છે. જે નીતીશ કુમારને સરીરીતે જાણે છે. તો બીજીતરફ કેન્દ્રમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના મંત્રીપરિષદનો વિસ્તાર કરવાનો નિર્ણય લઈ શકે છે. તેની પણ હલચલ થઈ રહી છે. તે જોતા રાજનાથસિંહ નીતીશ કુમાર ને કેન્દ્રમાં મંત્રી બનવામાનવી શકે છે અને બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બની શકે છે. જો અને તો જોતા કેન્દ્રમાં રચાતી નવી પરિસ્થિતિઓમાં જદયુ કેન્દ્ર સરકારમાં શામેલ થઈ શકે છે અને બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બની શકે છે.

મોદી સરકાર, નીતીશ કુમાર
ફોટો: સોસીયલ મીડિયા

એનડીએના મહત્વના ગણવામાં આવતાં અકાલી દળના એક માત્ર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરના રાજીનામાં બાદ અને અકાલી દલના એનડીએ માંથી વિદાય તેમજ લોજપા નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ એનડીએ ગઢબંધનમાં ભાજપ નેતાઓ જ બચ્યા છે એનડીએની અન્ય પાર્ટીના નેતાઓને પણ સમાવવા માટે અને એનડીએમાં બેલેન્સ રાખવા માટે સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્રમાં મંત્રીપરિષદ વિસ્તારની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. હાલમાં અકાલી દલની એક્ઝિટ અને લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાનના નિધન બાદ એનડીએના મંત્રીમંડળમાં ગેર ભાજપ પાર્ટીના રાજ્યમંત્રીના રૂપમાં એકલી રિપબ્લીકન પાર્ટીના નેતા રામદાસ અઠાવલે જ રહ્યા છે.

બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

બિહારમાં ભાજપ કાર્યકરોની માંગ અને જેડીયુંની ઓછી બેઠક ભાજપ માટે ફાયદા સમાન બની છે તો કેન્દ્રમાં રચાયેલા સમીકરણોએ ભાજપનો રસ્તો સરળ કરી નાખ્યો છે. ભાજપ નેતા રાજનાથસિંહ નીતીશ કુમારને માનવીને કેન્દ્રમાં મોકલી શકે છે અને બિહારના રાજકારણમાં સત્તાવાર ભાજપની એન્ટ્રી અને ભાજપ નાનાભાઈ માંથી મોટાભાઈની ભૂમિકામાં આવી જશે. આ લગભગ લગભગ નક્કી જેવું છે પરંતુ આ બાબતે નીતીશ કુમાર ની સહમતી જરૂરી છે. જેમને મનાવવા ભાજપે રાજનાથસિંહને મોકલ્યા છે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

વારાણસી, નીતીશ કુમાર
ફોટો: સોશિયલ મીડિયા

બિહારમાં એનડીએને પાતળી બહુમતી મળી છે. અને આ સ્થિતિમાં ભાજપ કોઈપણ રિસ્ક ઉઠાવવા માંગતી નથી. એટલે આમ જોવા જઈએ તો ગઢબંધનનો ફેસ નીતીશ કુમાર હતા એટલે મુખ્યમંત્રી પણ નીતીશ કુમાર બને એ સ્વાભાવિક છે પરંતુ ભાજપ હવે મોટાભાઈની ભૂમિકામાં છે એટલે કે જેડીયું કરતાં ભાજપ પાસે વધારે બેઠક છે ભાજપ પાસે 74 અને જેડીયું પાસે 43 બેઠક છે. એટલે જેડીયું પર ભાજપના મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ છે. તો બીજી તરફ કેન્દ્રમાં પણ જેડીયું નું કોઈ નેતૃત્વ નથી એટલે ભાજપ નીતીશ કુમાર પર કેન્દ્રમાં એનડીની મજબુતી માટે ભાગીદારી કરવા માટે દબાણ કરી શકે છે.

બિહાર, નીતીશ કુમાર
ફોટો સોશિયલ મીડિયા

આઆ તમામ જોતા નીતીશ કુમાર કેન્દ્રીય રાજનીતિમાં સક્રિય થઈ શકે છે અને બિહારની સંપૂર્ણ કમાન ભાજપને સોંપી શકે છે. બિહારમાં ભાજપ નાનાભાઈ મટી મોટાભાઈ બની ગયું છે. એટલે જો નીતીશ કુમાર પણ મુખ્યમંત્રી બને તો પણ મહત્વના મંત્રાલય ભાજપ પાસે જ જાય એ સ્વાભાવિક છે. જેમાં નીતીશ કુમારનું સ્વામના ઘવાઈ શકે છે એટલે ભાજપ નીતીશ કુમાર પર દબાણ કરીને તેમને કેન્દ્રમાં લઈ જઈ ને બિહારમાં ભાજપના મુખ્યમંત્રી માટેનો રસ્તો સાફ કરી શકે છે. અને આમ પણ મોદી સરકાર ને બે વર્ષ પૂર્ણ થવાં આરે છે હજુ પણ એકવાર પણ મંત્રીમંડળનો વિસ્તાર થયો નથી.

Show More

Related Articles

Back to top button