IndiaPolitics

200 કરતા વધારે રાજીનામાં બાદ કોંગ્રેસ માં થશે આ મહાપરિવર્તન! આ પ્રથા પણ થશે બંધ!

લોકસભા ચુંટણીમાં કાર્મી હાર ભાળ્યા બાદ કોંગ્રેસ જડમૂળમાંથી પરિવર્તન કરવા જઇ રહી છે. ચુંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિ કરનાર કાર્યકરોથી માંડીને ધારાસભ્યો સુંધી એક્શન લેવાની તૈયારી કરી લીધી છે જેના ભાગ રૂપે અમુક રાજ્યો માં ધારાસભ્યોને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે આ કામની શરૂઆત કર્ણાટક થી કરી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત રાહુલ ગાંધીએ ખુદ લોકસભાની હારની તમામ જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ પણ આપી દીધું છે અને પોતાના નિર્ણય પર અડગ છે અને કોંગ્રેસ નવા પ્રમુખ જલ્દીથી શોધે તેવું પણ જાહેર કરી દીધું છે. અને નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં પોતે ભાગ નહીં લે તેવું પણ સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દો માં જણાવી દીધું છે. જે બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી હરકતમાં આવી ગઈ છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધીના અડગ નિર્ણયને કારણે લગભગ 200 જેટલા કાર્યકરો નેતાઓએ અત્યાર સુંધી રાજીનામાં આપી દીધા છે અને રોજે રોજ આખાય દેશમાંથી પણ રાજીનામાં આવી રહ્યા છે. તેમજ દરેક રાજ્યના કોંગ્રેસ એકમ દ્વારા પણ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ સર્વાનુમતે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા રહે તે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો છે.

સોનિયા ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

બીજી બાજુ રાહુલ ગાંધી બાદ કોણ તેના નામની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં સચિન પાઇલોટ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખરગે અને શુશીલ કુમાર શિંદે જેવા મોટા ગજાના નેતાઓના નામો પણ ચર્ચામાં છે. આ ઉપરાત યુવા ચહેરાઓ જેવા કે સચિન પાઇલોટ, જ્યોતિરદિત્ય સિંધિયા વગેરે જેવા નામો પણ ચર્ચા વિચારણામાં હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલું પરંતુ કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ એ હજુ સસ્પેન્સ જ છે.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસમાં મુખ્ય ફ્રન્ટલ ગણવામાં આવતા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસમાં વર્ષો જૂની પ્રથા મુજબ થતા આંતરિક ઇલેક્શન પણ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે અને લગભગ તમામ સિનિયર નેતાઓ આ મુદ્દે એક જ સુર માં છે કે આ ચુંટણી પ્રક્રિયા બંધ કરવામાં આવે. જોકે કોંગ્રેસ કાર્યકરો પણ આજ ઈચ્છે છે કે આ પ્રક્રિયા બંધ થાય કરણ કે આ આંતરિક ચુંટણી જુથવાદને પ્રોત્સાહન આપે છે તેવું પણ અમુક કાર્યકરોનું કહેવું છે.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર મક્કમ હોઈ હવે કોંગ્રેસમાં નવા પ્રમુખ શોધવાની કવાયાતો ચાલી રહી છે જેમાં હાલ ચર્ચિત નામોમાં શુશીલ કુમાર શિંદે સૌથી લોકપ્રિય નામ છે અને લગભગ તેમની પર પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે. શુશીલ કુમાર શિંદે લોકપ્રિયનેતા છે મહારાષ્ટ્રથી આવે છે અને ગૃહમંત્રી તરીકે તેમજ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જે નિર્વિરોધ ચુંટાઈ આવશે જો પસંદગી પામશે તો.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

કેમ શુશીલ કુમાર શિંદેની પસંદગી થઈ શકે છે?
શુશીલ કુમાર શિંદે સાફ છબી, મહારાષ્ટ્રથી આવે છે દલિત નેતા છે અને પાર્ટીમાં તેમનું દરેક નેતા સાથે બને છે તેઓનો પાર્ટીમાં કોઈપણ નેતા દ્વારા વિરોધ નથી. નિર્વિરોધ ચુંટાઈ આવશે જો તેમના નામની પસંદગી થાય તો. પણ હજુ જો અને તો છે. પણ જો અને તો માં કોંગ્રેસને ફાયદો થાય છે કે નુકશાન એ જોવું રહ્યું. મહારાષ્ટ્રમાં હવે ચૂૂંટણી દૂર નથી.

કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ રાહુલ ગાંધી આ તમામ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં કે પ્રમુખ પસંદગીમાં પણ વચ્ચે આવશે નહીં તેવું તેમના દ્વારા જાહેર કરવામાં પણ આવેલું છે. રાહુલ ગાંધી આ તમામ પ્રક્રિયા પત્યા બાદ ભારત યાત્રા પર પણ જઈ શકે છે. જો કે હાલ એ વિચારણામાં છે હજુ સત્તાવાર કોઈ જાહેરાત પણ કરવામાં આવેલ નથી.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચુંટણી પત્યા બાદ કોંગ્રેસમાં જડમૂળથી પરિવર્તન લાવવાની કવાયાતો હાથ ધરાઈ રહી છે અને આ બાબતે રાહુલ ગાંધી સાથે સાથે લગભગ 200 જેટલા નેતાઓ દ્વારા રાજીનામાં આપી દીધા છે જેમાં એઆઇસીસી સેક્રેટરી જે ઓને રાજ્યોના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા તેઓ પણ શામેલ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!