
હાલમાં સમગ્ર વિશ્વને કોરોનાએ બંધક બનાવી લીધા છે. સાથે સાથે આપણાં દેશમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં રોજના 10 હજાર કરતા વધારે કેસો આવી રહ્યા છે. તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. આરોગ્યને લાગતી તમામ વ્યવસ્થાઓની લગભગ લગભગ અછત સર્જાઈ રહી છે. ઇન્જેક્શન, ઓક્સિજન જેવા જીવન રક્ષિત મેડિસિનની અછત સર્જાઈ રહી છે બ્લેકમાર્કેટિંગે માઝા મૂકી છે ચારે બાજુ અફરાતફરી નો માહોલ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ આશાનું કિરણ બની છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને મદદ મળી રહી છે અને ચારે બાજુ કોંગ્રેસના વખાણ થઈ રહ્યા છે.
#DonatePlasmaSaveSmiles
— Gujarat Congress (@INCGujarat) April 27, 2021
“Donate Plasma – Save Smiles” ના સંકલ્પ સાથે @INCGujarat ના પ્લાઝમા કોર્ડિંનેટરશ્રીઓ સાથે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી @AmitChavdaINC એ ચર્ચા કરી પ્લાઝમા ડોનેટ કરાવવા અથવા પ્લાઝમાની જરૂર ધરાવતી વ્યક્તિનીઓને મદદ કરવાની કામગીરી કરવા બદલ પ્રોત્સાહિત કર્યાં. pic.twitter.com/spP9G2G7C6
એક તરફ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા રાજ્યના 14 જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયોને અને પોતાના મુખ્ય કાર્યાલયનો કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની તૈયારી બતાવી છે પરંતુ સરકાર તરફથી હજુ સુંધી કોઈ પહેલ કરવામાં આવી નથી. બીજી તરફ સરકારની પહેલ થાય એની રાહ જોયા વગર સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકરો આ મહામારીમાં લોકોની મદદે પહોંચી ગયા છે. કોંગ્રેસ ની મદદ દ્વારા લોકોના જીવ બચી રહ્યા છે અને તેમને સારવાર પણ મળી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ભાજપ તેમના નેતાઓની વાહવાહી માટે કરે છે જ્યારે કોંગ્રેસ દ્વારા આ મહામારીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને મદદ રૂપ થવા માટે કરવામાં આવ્યો છે.
Be the reason of someone’s smile
— Gujarat Congress (@INCGujarat) April 27, 2021
ગુજરાત કોંગ્રેસ આ નિર્ણાયક સમયમાં આપશ્રીને આગળ આવવા,પ્લાઝમાનું દાન કરી જીવનદાન આપવા વિનંતી કરે છે.
પ્લાઝમા ડોનેટ કરવા અથવા પ્લાઝમાની જરૂર ધરાવતી વ્યક્તિની માહિતી આપવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.https://t.co/AjmbYNVK0D#DonatePlasmaSaveSmiles pic.twitter.com/QyWmNFfbNZ
કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ના જન્મદિવસે કોંગ્રેસ દ્વારા ડોનેટ પ્લાઝ્મા સેવ સ્માઈલ નામનું કેમ્પએન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કેમ્પએન દ્વારા કોંગ્રેસ લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે જાગૃત કરે છે જેના કારણે જરૂરિયાતમંદ લોકોને પ્લાઝ્મા મળી શકે અને એમના જીવ બચાવી શકાય. આ માટે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન રેસ્ક્રોસ સોસાયટી સાથે તાલમેલ સાધ્યો છે અને તેના દ્વારા જ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે લોકોને પ્રેરી રહ્યા છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોઓર્ડીનેટર બનાવ્યા છે જે લોકોને પ્લાઝ્મા આપવા માટે ગાઈડ કરે. એટલું જ નહીં જે લોકોને પ્લાઝ્મા ની તાત્કાલિક જરૂરિયાત હોય તેવા લોકો પણ ગુજરાત કોંગ્રેસનો સંપર્ક કરી શકે છે.
#DonatePlasmaSaveSmiles
— Gujarat Congress (@INCGujarat) April 29, 2021
જો તમે પાછલાં ૩ મહિનામાં કોરોનાને માત આપી છે અને હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છો,તો મદદ માટે આગળ આવો અને પ્લાઝમા દાન કરી બીજા વ્યક્તિને પણ કોરોનાને માત આપવામાં સાથ આપો.
જો આપ પ્લાઝમા દાન કરવા માંગો છો તો નીચે આપેલ લિંક કરો.https://t.co/sra5Up4D80 pic.twitter.com/3yGOllWxBj
ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમની વેબસાઈટ પર ડોનેટ પ્લાઝ્મા સેવ સ્માઈલ સાથે એક પેજ શરૂ કરવામાં આવ્યું છે ત્યાં જઈને જો પ્લાઝ્મા આપવા હોય તો The Plasma Donor પર ક્લિક કરો અને જો લેવા હોય તો The Plasma Seekers પર ક્લિક કરો. જે બાદ એક ફોર્મ ખુલશે જેમાં વિગતો ભરવાની રહેશે ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જે તે જિલ્લામાં નીમવામાં આવેલા કોઓર્ડીનેટર સુંધી તમારી રિકવેસ્ટ પહોંચશે અને એ પ્લાઝ્મા માટે કામે લાગી જશે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા લોકોને કોઈપણ રઝળપાટ વગર પ્લાઝ્મા ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
“Donate Plasma – Save Smiles”@INCGujarat આ નિર્ણાયક સમયમાં આપશ્રીને આગળ આવવા,પ્લાઝમાનું દાન કરી જીવનદાન આપવા વિનંતી કરે છે.
— Gujarat Congress (@INCGujarat) April 24, 2021
પ્લાઝમા ડોનેટ કરવા અથવા પ્લાઝમાની જરૂર ધરાવતી વ્યક્તિની માહિતી આપવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.https://t.co/AjmbYNVK0D#Gujarat #Plasma pic.twitter.com/jUBSbrLOoF
આ મહામારીના સમયમાં કોંગ્રેસના તમામ કાર્યકરો સંકટ સમયના સાથી બનીને ઉભરી આવ્યા છે. પોતાના જીવની ફિકર કર્યાવગર જનતાની સેવામાં લાગી ગયા છે. કોરોના વાયરસના વધતા જતા કેસો જોઈને કોંગ્રેસ અધ્યક્ષ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ તેમની વિધાનસભામાં જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. અમિત ચાવડાએ જનતા માટે કામગીરી કરવામાં કાયમ સૌથી આગળ રહી આદર્શ દાખલો પૂરો પડ્યો છે.
#DonatePlasmaSaveSmiles
— Gujarat Congress (@INCGujarat) April 29, 2021
Contact details of our co-ordinators from district/taluka/city of Gujarat
પ્લાઝમા ડોનેટ કરવા અથવા પ્લાઝમાની જરૂર ધરાવતી વ્યક્તિની માહિતી આપવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.https://t.co/AjmbYNVK0D#Gujarat #Plasma #Helpline9099902255 pic.twitter.com/TdHPLLy9UH
અમિત ચાવડા એ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલયોને કોવિડ કેર સેન્ટર માં બદલવાનો નિર્ણય લીધો છે જે નિર્ણયે સમગ્ર રાજ્ય સાથે દેશના લોકોનું દિલ જીતી લીધું છે. આવો નિર્ણય લેનાર અમિત ચાવડા પહેલા રાજનેતા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આવો નિર્ણય કરનાર પોતે કોઈ રાજ્યના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. અમિત ચાવડા દ્વારા કોંગ્રેસ પક્ષના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવનને પણ કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની જાહેરાત કરી છે. તેમજ પ્રદેશ કાર્યાલય ને કોવિડ કંટ્રોલરૂમ બનાવવા માટે પણ સરકારને જણાવ્યું છે. પરંતુ આ બાબતે હજુ સુંધી સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી.
Let’s save lives together ❤️
— Gujarat Congress (@INCGujarat) April 27, 2021
પ્લાઝમા ડોનેટ કરવા અથવા પ્લાઝમાની જરૂર ધરાવતી વ્યક્તિની માહિતી આપવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.https://t.co/AjmbYNVK0D#DonatePlasmaSaveSmiles pic.twitter.com/dKPJbxaYRM
જો તમે પણ પ્લાઝ્મા ડોનેટ કરવા માંગતા હોય તો www.incgujarat.com/donate-plasma-save-smiles/ લિંક પર ક્લિક કરીને પ્લાઝ્મા ડોનેટ કરી કરાવી શકો છો.