GujaratIndiaPolitics

ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!

ચૂંટણીઓ નજીક આવતાં જ નેતાઓ ના આંટાફેરા વધી ગયા છે અને સાથે જ સાથે નવા નવા કામોના ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટનો વધી ગયા છે. રોજે રોજ કઈંક નવું ખાતમુહૂર્ત થાય છે અથવા તો ઉદ્દઘાટન થાય છે. ચૂંટણી નજીક આવતાં જ નવા નવા કામો થવા લાગ્યા છે કેન્દ્રીય મંત્રીઓ આવવા લાગ્યા છે. જે મંત્રીઓ હેલિકોપ્ટરથી આવતાં એ રોડ રસ્તે આવવા લાગ્યા છે. અને તૂટેલા રસ્તાઓ તાત્કાલિક અસરથી નવા બની રહયા છે. આવુ જ કઈંક કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ આવ્યા ત્યારે થયું. કેન્દ્રીય મંત્રીના એક વીડિયો ટ્વિટ બાદ ગુજરાત નું રાજકારણ ગરમાઈ ગયું છે.

કિરણ રિજ્જુ ગુજરાત મુલાકાતર હતાં ત્યારે તેઓ અમદાવાદ થી ભાવનગર બાય રોડ જતાં હતાં ત્યારે તેમણે અમદાવાદથી ભાવનગર જવાના રસ્તાનો શોર્ટ વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો બસ આ જ વીડિયો બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું હતું. અને કેટલાક સવાલો ઉભા થયાં હતાં. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે, અમદાવાદથી ભાવનગર સુધી સરળતાથી વાહન ચલાવ્યુ. સફર એકદમ સરળ છે કારણ કે રસ્તો સારો છે. માત્ર આ રોડ જ નહીં પરંતુ ગુજરાતના તમામ રસ્તાઓ ખૂબ સારા છે. આજે હું ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગનો શિલાન્યાસ કરીશ અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપીશ.”

કિરણ રિજ્જુ એ આ ટ્વિટ સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ અમદાવાદ ભાવનગર હાઇવે બતાવી રહ્યા છે. અને તેમાં તેઓએ ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. તેમના આ ટ્વિટ બાદ રાજકિય ગરમાવો આવી ગયો હતો. ભાવનગર યુવરાજ દ્વારા તેમને સામો જવાબ પણ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ના ટ્વિટ માં ભાવનગર યુવરાજ દ્વારા રીપ્લાય આપવામાં આવ્યો હતો. ભાવનગર ના યુવરાજ ના જવાબ બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. તેમણે કેન્દ્રીય મંત્રી ને કટાક્ષ કરીને કહ્યું હતું.

ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ દ્વારા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ ના ટ્વિટ નો જવાબ આપતાં કટાક્ષ કરીને કહ્યું હતું કે, “રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી, જોકે શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ તેનું સમારકામ થાય છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે.” યુવરાજ ના ટ્વિટ બાદ રોડ રસ્તા બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. લોકો પણ યુવરાજના ટ્વિટને સમર્થન આપી રહ્યા છે અને હવે રોડરસ્તા પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.

જણાવીદઈએ કે રોડ રસ્તા બાબતે કેન્દ્રીય મંત્રીના ટ્વિટ ના જવાબમાં ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે. આ પહેલાં પણ ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ જનતાને અસર કરતા મુદ્દા ઉઠાવી ચુક્યા છે. કોરોના સમયે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની દયનિય સ્થિતિને જોઈને યુવરાજ વ્યથિત થઈ ગયા હતા અને સરકાર, સરકારના અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. યુવરાજે ના માત્ર સરકાર પરંતુ સરકારી અધિકારીઓની બેદરકારી અંગે સવાલો ઉભા કર્યા હતા. તેમજ નબળી કામગીરી અને વ્યવસ્થાનો અભાવ વગેરે જેવા મુદ્દે સરકારને ખખડાવી નાખી હતી આ ઉપરાંત યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓને પણ આડેહાથ લઈ લીધા હતા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!