Gujarat

ભાવનગર યુવરાજ મેદાને આવ્યા! કહ્યું સત્તા મજા માણવા નથી! સરકારમાં ફફડાટ!

દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. અને તેની સામે સરકાર બેસહાય હોય તેવું દેખાઈ રહ્યું છે. દિવસેને દિવસે વધતાં જતાં કોરોના કેસો બાબતે સરકાર પાસે પ્લાનિંગ અને વ્યવસ્થાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. સંક્રમણ વધતા હોસ્પિટલોમા પૂરતી બેડની વ્યવસ્થા નથી તો ક્યારેક ઓક્સિજનનો જથ્થો ખૂટી જાય છે તો ક્યારેક ઇન્જેક્શન નથી મળતાં તો ક્યારેક દર્દીઓને જમીન પર સારવાર લેવી પડે છે. તો મૃતદેહોને અંતિમ વિધિ માટે લાઈનમાં રહેવું પડે છે. આ તમામમાં સરકારનો અણઘડ વહીવટ છતો થયો છે. સરકારની નબળી કામગીરી જોઈને ભાવનગર યુવરાજ મેદાને આવ્યા છે.

નીતિન પટેલ ,રૂપાણી સરકાર, પેટા ચૂંટણી, ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

કોરોના કાળમાં સરકારની નબળી કામગીરી બાબતે ભાવનગરના યુવરાજે સરકાર સામે, અધિકારીઓ સામે નારાજગી પ્રકટ કરી છે, ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયનિય સ્થિતિના કેટલાક વીડિયો અને ફોટોસ વાઈરલ થઈ ગયા હતા જેને લઇને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ મેદાને ચડ્યા છે અને સરકારને તેમજ સરકારના અધિકારીઓ પર વરસ્યા હતાં. જેમ પહેલાંના જમાનામાં રાજાઓ પોતાની પ્રજાને હેરાન થતી જોઈને તેમની ભલાઈ માટે મેદાને આવતાં હતાં તેવી જ રીતે ભાવનગરના યુવરાજ પોતાની જનતાની પરેશાનીઓ જોઈને વ્યથિત થઈ ગયા છે અને સરકાર સામે લાલ આંખ કરી છે.

ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાત
ફોટો સોશિયલ મીડિયા

ચારે બાજુ કોરોના સંક્રમણ વધ્યું છે અને તેમાં ભાવનગર પણ શામેલ છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની દયનિય સ્થિતિને જોઈને વ્યથિત થયેલા યુવરાજે સરકાર અને સરકારના અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. યુવરાજે ના માત્ર સરકાર પરંતુ સરકારી અધિકારીઓની બેદરકારી અંગે સવાલો ઉભા કર્યા છે. તેમજ નબળી કામગીરી અને વ્યવસ્થાનો અભાવ વગેરે જેવા મુદ્દે સરકારને ખખડાવી નાખી છે. આ ઉપરાંત યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓને પણ આડેહાથ લઈ લીધા છે.

આટલું ઓછું હોય તેમ યુવરાજે કહ્યું કે જો જવાબદારી ના નિભાવી શકતા હોય તો માફી માંગો અને રાજીનામુ આપી દો. તેમજ ધારાસભ્યો ખરીદવાની બાબતે તેમણે સલાહ આપતા કહ્યું કે, રાજકીય પક્ષો ધારાસભ્યોને ખરીદવા માટે જે ફંડ લાવે છે અને વાપરે છે તે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારની વ્યવસ્થા અને તેમની સારસંભાળ પાછળ ખર્ચ કરવાની સલાહ આપીને રાજકીય પાર્ટીના કાન આમળવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત તેમણે કહ્યું કે સત્તા મજા માણવા માટે નથી લોકોના કામ કરવા માટે છે. યુવરાજના કડવા વેણના કારણે સરકાર અને અધિકારીઓમાં ફફડાટ છે.

રાજ્યસભા, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં રાજ્યના ભાવનગર ની સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ ગયો હતો જે કોરોના સંક્રમિત દર્દીઓની હાલત બતાવતો હતો તેમાં સ્પષ્ટ પણે દેખાઈ આવતું હતું કે સદંતર વ્યવસ્થાનો આભાવ છે જેને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે સરકાર સમક્ષ અને સરકારી અધિકારીઓ સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા નારાજગી દર્શાવી છે. આ વીડિયો જે વાઇરલ થયો હતો તેમાં દર્દીઓની હાલત ખૂબ જ દયનિય હતી અને દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા ના હોઈ જમીન પર સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી. જે ખુબજ કમકમાટી ભર્યું હતું.

નીતિન પટેલ, ધમણ, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

જેને લઈને ભાવનગર યુવરાજ મેદાને ચડ્યા છે અને સરકારી તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરી ન ચલાવી લેવાય, લોકોએ જનપ્રતિનિધિઓને, રાજનેતાઓને જનતાની સેવા કરવા માટે સત્તા આપી છે. સત્તા મજા માણવા માટે નથી. ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ. જો કોઈ અધિકારી કે, નેતા કામ કરી શકતા નથી. તો જનતાની માફી માંગે અને રાજીનામું આપી અન્યોને જવાબદારી સોંપી દેવી જોઈએ. ભાવનગરના યુવરાજ દ્વારા જનતાની દયનિય પરિસ્થિતિ જોઈને સરકાર, સરકારી અધિકારીઓ, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓને આડે હાથ લીધા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!