IndiaPolitics

મોદી સરકારના પ્રસ્તાવ એક રાષ્ટ્ર એક ચુંટણીને ચાર મોટી પાર્ટીનું સમર્થન તો અન્ય ક્ષેત્રીય પાર્ટીનો વિરોધ

એક દેશ એક ચુંટણી ના પ્રસ્તાવને ચાર પાર્ટીનું સમર્થન કહ્યું 2019 થી જ થાય શરૂઆત

એક દેશ એક ચુંટણી પ્રસ્તાવ

ભારતીય જનતા પાર્ટીના પ્રસ્તાવ એક દેશ એક ચુંટણી ને મળ્યો ચાર મોટી પાર્ટીનો સાથ. ગઈ કાલ રવિવારે  યોજાયેલી લો કમિશનની બેઠકમાં SP, JDU, TDP, TRSએ સમર્થન આપ્યું અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે તો ત્યાં સુંધી કહી દીધું કે, આની શરૂઆત 2019થી જ થવી જોઈએ. જો કે TDPએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરીને ચોંકાવી દીધા.

આંધ્ર પ્રદેશની TDP અને તેલંગાણાની TRS પાર્ટીનું સમર્થન

ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી TDPએ કહ્યું કે, “એક સાથે ચૂંટણી કરાવવા માટે મોટી સંખ્યામાં VVPATની જરૂરિયાત છે. ચૂંટણી પંચ આટલા મશીનો ભેગા ન કરી શકે, એટલે અમારી સલાહ એ છે કે ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે. જ્યાં સુધી આંધ્રપ્રદેશનો સવાલ છે રાજ્યમાં એક સાથે જ ચૂંટણી થાય છે. જો ચૂંટણી 2019માં થઈ તો તેમાં કોઈ સુધારાની જરૂરિયાત નથી.”

ચંદ્રશેખર રાવના પક્ષ TRSએ કહ્યું કે, “લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થવાથી સમય અને ધનનો વ્યય નહીં થાય. કેન્દ્ર અને રાજ્યમાં સરકાર પૂરા પાંચ વર્ષ સાથે મળીને કામ કરી શકશે.”

સમાજવાદીનું શરતી સમર્થન

સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે, ” અમે એક સાથે ચૂંટણી કરાવવાના પક્ષમાં છીએ. લોકસભા કે વિધાનસભામાં ખંડિત જનાદેશ આવવાથી સર્વસહમતીથી સરકાર બનાવવામાં આવે. તે માટે ધારાસભ્યો અને સાંસદો પાસેથી શપથ પત્ર લેવું પડશે કે સરકારનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી સાથે મળીને કામ કરે જો કોઈ જનપ્રતિનિધિ પક્ષપલટો કરે કે ખરીદ વેચાણમાં સામેલ હોય તો લો કમીશન અઠવાડીયાની અંદર તેના વિરૂદ્ધ કાર્યવાહી કરે. જો સરકાર ત્રણ વર્ષની અંદર પડી જાય અને બીજી વખત સરકાર બનાવવાની કોઈ શક્યતા નથી તો બે વર્ષ માટે ચૂંટણી કરાવવામાં આવે.”

અન્ય ક્ષેત્રીય પાર્ટીઓનો વિરોધ

તૃણુમૂળ કોંગ્રેસ, અન્નાદ્રુમક, ગોવા ફોરવર્ડ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને DMK એ આ પ્રસ્તાવને બંધારણના મૂળ સિદ્ધાંતો વિરૂદ્ધ ગણાવતાં તેનો વિરોધ કર્યો અને કહ્યું આ પ્રસ્તાવ બંધારણ વિરૂદ્ધનો છે અને ક્ષેત્રીય હિતો પર તેનાથી પ્રતિકૂળ પ્રભાવ પડશે.

એનડીએનો અલગ થલગ મત

ઉલ્લેખનીય છે કે એનડીએની ક્ષેત્રીય પાર્ટી દ્વારા પણ મોદી સરકારના સુરમાં સુર પુરાવવા માં અલગ મત મતાંતર છે એનડીએની ઘણી ક્ષેત્રીય પાર્ટી આ પ્રસ્તાવના વિરોધમાં છે અથવાતો હજુ તેમણે પોતાના પત્તાં ખોલ્યા નથી. આ પ્રસ્તાવ થી ફરી રાજકીય ગલીયારોમાં ગરમા ગરમી નો માહોલ સર્જાયો છે, હવે જોવા નું એ રહ્યું કે વિપક્ષની એક જુટતા બની રહેશે કે એમાં ૨૦૧૯ પહેલા મોટી ફાટફૂટ થશે!!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!