IndiaPolitics

બંગાળ પહોંચેલા અમિત શાહે કરી મોટી ભૂલ!? મમતાને મળ્યો મુદ્દો તો ભાજપ ભીંસમાં!

હાલમાં બિહાર બાદ સૌથી વધારે ધ્યાનાકર્ષક રાજ્ય હોય તો બંગાળ છે. બંગાળમાં મમતા બેનર્જી એકલે હાથ ભાજપ અને લેફ્ટનો સામનો કરી રહ્યા છે. બંગાળમાં છેલ્લા 10 વર્ષ એટલે કે બે ટર્મથી મમતા બેનરજી એકલે હાથ સરકાર ચલાવી રહ્યા છે. મમતા બેનરજી દ્વારા વર્ષ 2011માં રાષ્ટ્રીય રાજનીતિ છોડી પોતાના રાજ્ય બંગાળમાં પરત ફર્યા હતા અને તેમની પાર્ટીએ આલીશાન જીત મેળવ્યા બાદ મમતા બેનરજીએ વર્ષ 2011માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા હતા. બસ ત્યારથી મમતા બેનર્જીનો બંગાળમાં સિકકો ચાલી રહ્યો છે. લાલ ગઢ ગણવામાં આવતાં બંગાળને તેમણે પોતાનો ગાઢ બનાવી દીધો.

અમિત શાહ, ભાજપ, બંગાળ
ફોટો: સોસીયલ મીડિયા

એક સમયે કટ્ટર અને મજબૂત રાજનીતિ કરતા લેફ્ટનો ગઢ રહેલા બંગાળને મમતા બેનરજી એ જીતી લીધો અને લેફ્ટને હાંસીયામાં ધકેલી દીધું. જે સીપીઆઈ, સીપીએમ લેફ્ટ પાર્ટીઓ બંગાળના સહારે કેન્દ્રમાં દાદાગીરી કરતી એમને મમતા બેનરજીએ ઠેકાણે પાડી દીધા. લેફ્ટના નેતાઓનું રાજકારણ લગભગ લગભગ પૂરું કરી નાખ્યું. હવે મમતા બેનરજી સામે ભાજપ મોટો પડકાર બની રહ્યું છે. ભાજપ ધીમે ધીમે બંગાળમાં પાયા નાખી રહ્યું છે. અને આ પાયા ને મજબૂત કરવાનું કામ ખુદ ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ કરી રહ્યા છે. આગામી વર્ષે બંગાળ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે અમિત શાહે બંગાળના આંટાફેરા વધારી દીધા છે.

અમિત શાહ, બંગાળ
ફોટો: સોસીયલ મીડિયા

આગામી વર્ષે બંગાળ વિધાનસભા ચૂંટણી ને ધ્યાને રાખીને બંગાળમાં ભાજપને મજબૂત કરવા ખુદ અમિત શાહ સક્રિય થઈ ગયા છે. અને લોકસભાની જેમજ વિધાનસભામાં પણ ધુંઆધાર પ્રચાર કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચે બંગાળ ભાજપ અને અમિત શાહ દ્વારા ભૂલ થઈ ગઈ જે ભાજપને ભારે પડી શકે છે. જણાવી દઈએ કે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસના બંગાળ પ્રવાસે છે. અને બંગાળમાં મજબૂત સ્થાન મેળવવા માટે આદિવાસી બેલ્ટ માં મજબૂત થવું પડે એ અમિત શાહને ખબર છે એટલે તેમણે પહેલા જ દિવસે આદિવાસી બહુમતી ધરાવતી વિસ્તાર બાંકુડાની મુલાકાત લીધી હતી.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

બસ આજ જગ્યાએ વિવાદ ઉભો થયો. અમિત શાહ અને ભાજપ નેતાઓ દ્વારા બાંકુડામાં સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યુ હતું. આદિવાસી વિસ્તારમાં મજબૂત થવા અને આદિવાસીઓને પ્રભાવિત કરવાના ચક્કરમાં ભાજપ નેતાઓ મોટી ભૂલ કરી બેઠા અને મમતા બેનરજી સહિત અન્ય પાર્ટીઓને એક મુદ્દો મળ્યો. અમિત શાહ અને ભાજપ નેતાઓ જે મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હતા તે હકીકતમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે જ નહીં. તે મૂર્તિ અન્ય એક આદિવાસી નેતાની પ્રતિમા હતી.

જેતે સમયે આ બાબતે ભાજપ નેતાઓનું ધ્યાન કોઈએ દોરતા પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક ભાજપ નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની તસ્વીર મંગાવીને આ મૂર્તિની સાથે નીચે મૂકી હતી અને ત્યારબાદ અમિત શાહ સહિત તમામ નેતાઓ ફૂલ હાર ચડાવી નમન કર્યા હતા. ભાજપની આ ગંભીર ભૂલ હવે બંગાળમાં ચર્ચાનો મુદ્દો બની છે. મમતા બેનરજી સહિત અન્ય પાર્ટીઓ ભાજપને આ મુદ્દે સખત રીતે ઘેરવાની તૈયારીઓ કરી રહ્યું છે. બંગાળમાં આવતાં વર્ષે વિધાનસભા ચૂંટણી છે પરંતુ બંગાળનું રાજકારણ અત્યારથી જ ગરમાઈ ગયું છે.

જો કે આ ઘટના બાદ કશું થયું જ નથી તેવું બતાવવા માટે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળમાં બાંકુરામાં પ્રસિદ્ધ આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી. બિરસા મુંડાજીનું જીવન આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોના અધિકાર અને ઉત્થાન માટે સમર્પિત હતું. તેમનું આ સાહસ, સંઘર્ષ અને બલિદાન આપણને દરેકને પ્રેરિત કરશે. પરંતુ આદિવાસી સંગઠનો અને નેતાઓ દ્વારા ભાજપની આ ભૂલને પકડી પાડવામાં આવી હતી.

સ્થાનિક આદિવાસી સમાજના એક સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટનાથી અમારા આદિવાસી સમાજ સાથે છેતરપીંડી થઇ હોવાનું અનુભવી રહ્યા છીએ છે. ભગવાન બિરસા મુંડાજીનું અપમાન થયું છે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે આ મુદ્દે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધું હતું. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા શાહને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી બંગાળની સંસ્કૃતિથી એટલા અજાણ છે કે, તેમને ભગવાન બિરસા મુંડાની જગ્યાએ અન્ય આદિવાસી નેતાની મૂર્તિને માળા પહેરાવીને ભગવાન બિરસા મુંડાને અપમાનિત કર્યા છે. તેમની તસ્વીર કોઈ અન્યના પગમાં મૂકી દીધી. શું આવી રીતે તેઓ બંગાળનું સન્માન કરી રહ્યા છે?

Related Articles

Back to top button
આજનું રાશિફળ!