GujaratIndiaPolitics

તો અમિત શાહ ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નહીં બનાવી શકે! જાણો કેમ?

ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે સીટ મળે એ પાર્ટીના વડાપ્રધાન બને. અમિત શાહ એ 2014ના ઇલેક્શનમાં ઉત્તરપ્રદેશ પર જબરદસ્ત ફોકસ કરીને 80 માંથી 72 સીટ લાવવામાં સફળતા મેળવી હતી. એનું એક કારણ એ પણ હતું કે ત્યારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અલગ અલગ લડતા હતા તેમજ કોંગ્રેસ પણ અલગ અલગ લડી રહી હતી આ વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે કપરા ચઢાણ છે.

લોકસભા
ફોટો: સોસીયલ મીડિયા

આ વખતે કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશની કમાન પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ યુપીમાં આવતાની સાથેજ તોડજોડ શરૂ કરી દીધી છે અને ભાજપના કહેવાતા ચાણક્ય અમિત શાહના કિલ્લામાં સેંધ મારવાની શરૂઆત કરી દીધી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

પ્રિયંકા ગાંધી એ યુપી આવતાની સાથે જ ભાજપ, સપા, બસપાના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેશનના સભ્યો વગેરેને કોંગ્રેસમાં જોડી દીધા છે અને મૃત:પ્રાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ પુરી દીધા છે. ઇમરાન પ્રતાપગહી જેવા યુવાન અને યુવાનોમાં લોકપ્રિય લોકોને પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસમાં જોડીને તેમને ટિકિટ પણ આપી છે. બીજી તરફ સપા બસપાનું ગઢબંધન પણ ભાજપને ભારે પડી રહ્યું છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

યુપીમાં અમિત શાહ આ વખતે થાપ ખાઈ ગયા છે. કારણ કે સપા બસપા સાથે ગઢબંધનમાં કોંગ્રેસને ના રહેવું એ એક સોચી સમજી રણનીતિ જ કહી શકાય છે. ચુંટણી બાદ સપા, બસપા કોંગ્રેસને જ સમર્થન આપશે એ નક્કી છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા પણ એવા જ ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે જે ભાજપના મત તોડે જેના કારણે ભાજપની સીટો કપાય અને યુપીમાં ભાજપ નબળું પડે તો તેની અસર દેશના રાજકારણમાં પડે. અને આ વાત ખુદ પ્રિયંકા ગાંધી પણ મીડિયા માં કહી ચુક્યા છે કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપના વોટ કાપશે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

સપા બસપા ગઢબંધન હાલ તો મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે અને જો તો વાળી રણનીતિ સફળ થાય તો ભાજપ યુપીમાં ખુબજ ખરાબ રીતે હારે તેમ છે. ભાજપ 72 સીટોના બદલે ખાલી 20 સીટોમાં સમેટાઈ જય તેમ છે. યુપીની ભરપાઈ કરવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડીશા તરફ પોતાનું જોર વધારી રહ્યા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ઓડિશામાં લડાઇ હમેશા એક તરફીજ રહી છે બીજેડી 2014માં 21 બેઠક માંથી 20 બેઠક એકલા હાથે જીતી હતી તો ભાજપને 1 સીટ મળી હતી. આ વખતે ભાજપ અને બીજેડી ગઢબંધનમાં નથી લડી રહ્યા અને નવીન પટનાયક દ્વારા એનડીએને સમર્થન આપવા બાબતે પત્તા ખોલ્યા નથી તો ચોક્કસ પણે ઓડીશામાં ભાજપને ફટકો પડે તેમ છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ બંગાળમાં મમતા બેનર્જી પોતાનો ગઢ બચાવવા માટે મરણિયા થઈ ગયા છે અને અમિત શાહને બંગાળમાં આવતાં પણ રોકવા લાગ્યા છે. બંગાળમાં મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસનું પ્રભુત્વ છે 2014ની ચુંટણીમાં 42 બેઠકો માંથી ભાજપને 2 બેઠક મળી હતી આ વખતે મમતા બેનર્જીએ ભાજપ માટે એ બંને બેઠક પણ જીતવી મુશ્કેલ બનાવી દીધી છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ઝારખંડમાં પણ અમિત શાહ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ગઢબંધન આગળ ભાજપ દમ તોડતું દેખાઈ રહયું છે. આ વખતે જેએમએમ, જેવીએમ, રાજદ અને કોંગ્રેસનું મહાગઢબંધન છે. 2014માં ભાજપ 14 માંથી 12 સીટ જીત્યું હતું આવખતે ભાજપને રોકવા મહાગઢબંધન મેદાનમાં છે. જે ભાજપ માટે સૌથી મોટી ચેલેન્જ છે. 12 માંથી ભાજપ 5-6 પર આવી શકે એમ છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

બિહારની વાત કરીએ તો ભાજપ ચુંટણી પહેલા બિહારમાં માહોલ બનાવવામાં સફળ થયું હતું પરંતુ ચુંટણી આવતાની સાથે જ બિહારમાં બધુંય કડડ ભૂસ થઈ ગયું હતું. બિહારના લોકલ પ્રશ્નો જેવા કે બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો, પીએમ મોદી દ્વારા બિહાર માટે જાહેર કરવામાં આવેલા પેકેજની કોઈ વાત નહીં વગેરે જેવા મુદ્દે ભાજપ ભીંસમાં છે તેનો ફાયદો મહાગઢબંધન ઉઠાવી રહ્યું છે અને ભાજપ બેકફૂટ પર આવી ગયું છે.

ફોટો: સોસીયલ મીડિયા

બિહારમાં તેજશ્વિ યાદવ અને લાલુ ફેક્ટર, ઓડિશમાં નવીન પટનાયક ઢાલ બનીને ઉભા છે, બંગાળમાં મમતા બેનર્જી તો યુપીમાં અખિલેશ યાદવ, માયાવતી અને પ્રિયંકા ગાંધી મુખ્ય ચેલેન્જર્સ સાબિત થઈ રહ્યા છે. આવા સમયે ભાજપને જો યુપી, બિહાર, ઓડિશા અને બંગાળમાં ઓછી સીટો મળશે તો નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બની શકે નહીં!

ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, 2014માં બિહારમાં 40 સીટો માંથી ભાજપ 22 સીટ, ઝારખંડની 14 સીટો માંથી ભાજપને 12 સીટ, ઓડિશાની 21 સીટ માંથી ભાજપને 1 સીટ મળી હતી પરંતુ નવીન પટનાયક એનડીએના સદસ્ય હતા એટલે 21 સીટ ભાજપને મળી હતી, યુપીમાં 80 માંથી 72 સીટ, બંગાળ માં 42 માંથી 2 સીટ મળી હતી આમ 2014માં ટોટલ 197 સીટ માંથી 129 જેટલી સીટ મળી હતી. પરંતુ આ વખતનો માહોલ જોતા 197 માંથી ભાજપને 65-70 જેટલી સીટ મળી શકે તેમ છે. જો અને તો ના ગણિત મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાજપની રણનીતિ આ વખતે ફ્લોપ સાબિત થઇ શકે તેમછે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!