લોકસભા : સોનિયા રાહુલ મેનકા વરુણ થયા આમને સામને જાણો પછી શું થયું!

લોકસભા નું સત્ર શરુ થઇ ગયું છે. લોકસભામાં એક જ પરિવારના સદસ્યો પણ અલગ અલગ પાર્ટીમાં અને એ પણ દેશની મુખ્ય પાર્ટીઓમાંથી ચુંટાઈને આવ્યા છે. હા આ વાત છે ગાંધી પરિવારની! સંજય ગાંધીનો પરિવાર એટલે તેમની પત્ની મેનકા ગાંધી અને તેમનો પુત્ર વરુણ ગાંધી. બીજી તરફ રાજીવ ગાંધી પરિવાર તેમની પત્ની સોનિયા ગાંધી અને તેમનો પુત્ર રાહુલ ગાંધી.

સંજય ગાંધી અને રાજીવ ગાંધી બંને સગા ભાઈઓ દેશ અને પાર્ટી માટે જીવન ખર્ચી નાખ્યું છતાં બન્ને ભાઈઓનો પરિવાર આમને સામને. ક્યારેક આખો દેશ એજ સંજય ગાંધી ના હાથે ચાલતો હતો ક્યારેક સંજય ગાંધી એજ કોંગ્રેસ પાર્ટીના કરતા હરતા હતા. અને એજ સંજય ગાંધી મુખ્ય વિપક્ષી પાર્ટીઓના ધૂર વિરોધી હતા.

આજે એજ સંજય ગાંધી નો પરિવાર પોતાના પરિવારની પાર્ટીથી વિરોધી પાર્ટીમાં છે. જયારે રાજીવ ગાંધી ના પરિવારે પરંપરા અને પ્રથા જાળવી રાખી છે. પારિવારિક પ્રશ્નો જે પણ હોય એ વ્યક્તિગત બાબત છે. કેહવાય છે કે, જાહેરમાં પણ આ બંને પરીવાર એક બીજા સાથે દેખાવાનું કે વાત કરવાનું પણ પસંદ કરતા નથી અને જાહેરમાં સાથે આવવાનું અને વાટ કરવાનું પણ ટાળે છે.

ખુબ જ ઓછા એવા પ્રસંગ આવે છે જયારે આ બંને પરિવાર એક બીજા સામે હોય અને એક સાથે હોય! આમ જાહેરમાં એક બીજા સામે ક્યારેય નજર પણ મિલાવતા નથી પરંતુ થયું એવું કે સામે જોયા વગર ચાલે એમ નોહ્તું!

તો વાત છે લોકસભા ની લોકસભા માં વરુણ અને મેનકા ગાંધી આવતા હતા ત્યારે જ રાહુલ અને સોનિયા ગાંધી પણ આવતા હતા એક બીજાની વિરુદ્ધ દિશામાં બંને એક બીજા સામે જોયા વગર ચાલે એમ નોહ્તું!

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા બે હાથ જોડી નમસ્તે કરવામાં આવ્યા બાદ તરત સામે થી પણ બે હાથ જોડી નમસ્તે કરવામાં આવ્યું. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વરુણ ગાંધીને અભિનંદન આપવામાં આવ્યા સામે વરુણ ગાંધી દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા!

આવા ખુબ જ ઓછા પ્રસંગ બને છે જયારે ગાંધી પરિવાર એક બીજાની સામે આવે છે. જોકે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી દ્વારા ક્યારે પણ મેનકા ગાંધી કે વરુણ ગાંધીની લોકસભા સીટ પર તેમની વિરુદ્ધમાં પ્રચાર કર્યો નથી. પરંતુ જયારે મીડિયા દ્વારા વરુણ ગાંધી અને મેનકા ગાંધીને આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પાર્ટી આદેશ કરશે તો અમેઠી અને રાયબરેલીમાં પણ ભાજપ માટે પ્રચાર કરવા જવા તૈયાર છે.