IndiaPolitics

હારની હારમાળા બાદ પણ ભાજપ માટે ઝારખંડ થી આવ્યા સારા સમાચાર!

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ હતું ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘણીબધી સભાઓ સંબોધવાના આવી હતી. તેમજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ રેલીઓ સંબોધવામાં આવી હતી. હિંદુત્વના પોસ્ટર બોય ગણવામાં આવતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતાં. ક્યાંય કોઈ પણ જાતની ચૂક ના રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. પરંતુ તોય ભાજપને જોઈએ તેવું પરિણામ ના મળ્યું. ભાજપ દ્વારા ઝારખંડ માટે અબકી બાર 65 પારનું સ્લોગન આપવામાં આવ્યું હતું. પરંતુ આ સ્લોગનના અડધી સીટ પર પણ ભાજપ પહોંચી શક્યું નોહતું!

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

લોકસભામાં જીત બાદ ભાજપ માટે ચારે તરફથી હારની હરમાળાઓ સર્જાઈ રહી હતી. તેમાં બળતાંમાં ઘી હોમ્યુ ઝારખંડની હારે. સોમવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં. જેમાં લોકલ પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા ના નેતૃત્વમાં બનેલ ઝામુમો-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને 47 સીટ પર સ્પષ્ટ બહુમતી મળી છે. તો સત્તાધારી ભાજપને 25 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ ભાજપના ટોપ નેતાઓ હાર્યા જેમાં ખુદ મુખ્યમંત્રી રઘુવર દાસ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા શામેલ છે. જેમાં મુખ્યમંત્રી ખુદ 17,000 જેટલા વોટથી હાર્યા જે સીટ લર તેઓ લગભગ ચાર ટર્મથી ચૂંટાઈ આવતાં હતાં.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ હારની હારમાળા વચ્ચે ભાજપ માટે એક આનંદના સમાચાર આવી રહ્યા છે. ઝારખંડમાં ભલે ઝામુમો-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોય અને ભલે 47 જેટલી સીટ મળી હોય પરંતુ ભાજપ કરતાં વોટ શેર ઓછો છે. એટલે કે ભાજપ પાસે રાજ્યમાંથી ભલે સત્તા ગઈ છે પરંતુ ભાજપનો વોટ શેર વધ્યો છે. ભાજપની 25 સીટ સાથેનો વોટ શેર 33.5 જેટલો છે જ્યારે ગઢબંધન (ઝામુમો+ કોંગ્રેસ+ રાજદ)ની 47 સીટ સાથેનો વોટ શેર 35.25% જેટલો છે. એટલે કે ભાજપ એકલે હાથે લડી અને હાર્યા બાદ પણ તેનો વોટ શેર અન્ય પાર્ટીઓ કરતાં વધારે છે. જોકે ભાજપે રાજ્યમાં સિંગલ લાર્જેસ્ટ પર્ટીનો ખિતાબ ગુમાવ્યો છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

જો કે ભાજપનું આટલું ખરાબ પ્રદર્શન ક્યારેય જોવા મળ્યું નથી જેમાં ટોપ કેડર હારી ગઈ હોય. જેમાં ખુદ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનો સમાવેશ થાય છે. સીએમ રઘુવર દાસને જમશેદપુર ઇસ્ટથી પાર્ટીના જ બાજી નેતા સરયૂ રાયે હરાવ્યા છે. સરયૂ રાયે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી રાઘુવર દર સાથે મતભેદ થતાં પાર્ટી છોડી હતી અને રાઘુવર દાસ સામે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે બાદ તેઓ ચૂંટણી લડ્યા અને રાઘુવર દાસને 17000 જેટલા મતથી હરાવ્યા હતા. ભાજપની આ હાર માટે મુખ્યમંત્રી રઘુવર દાસનો અહંકાર અને જડતાભર્યું વલણ તેમજ સ્થાનિક મુદ્દાની અવગણના માનવામાં આવી રહી છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!