
લોકસભા ચુંટણી પુરી થઈ ગઈ મોદી સરકારે બહુમતીથઈ સરકાર બનાવી લીધી. તમામ મંત્રીઓ અને લોકસભાના તમામ સભ્યોના શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ ગયો છે. પરંતુ હજુ ઇવીએમ માં ગડબડીનું ભૂત ધુણી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ માં ગાડબડીના અહેવાલો મળી રહ્યા હતા. આ વખતે ઈવીએમમાં ગડબડી અંગે કોઈ રાજનેતા એ નહીં પણ ફિલ્મ અભિનેતાએ ફરિયાદ કરી છે ના માત્ર ફરિયાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી પણ કરી નાખી છે.

તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ઈવીએમમાં છેડછાડ શક્ય છે. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું કે, હું આ બાબત સાબિત પણ કરી શકુ છું, સુપ્રીમ કોર્ટ દ્વારા મને મંજુરી આપવામાં આવે!

આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ સાઉથની મોટાભાગની ફિલ્મ માં વિલન બનતા મંસુર અલી ખાન. તેઓએ લોકસભા ચુંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથની મોટાભાગની ફિલ્મોમાં એમાં પણ તમિલ ફિલ્મોમાં તેઓ વિલન તરીકે દેખાય છે એટલું જ નહીં તેઓ હાઈએસ્ટ ફી વસુલતા વિલન તરીકે પણ ઓળખાય છે.

મુળ તમિલ અભિનેતા મંસૂર અલી ડિંડીગુલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. તેમાં તેણે હારનો સામનો કર્યો હતો. અભિનેતા ખાને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અભિનેતા મંસુર અલી ખાને પોતાની અરજીમાં સ્પષ્ટ દાવો કર્યો છે કે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન સેફ નથી અને તેમાં છેડછાડ સંભવ છે. તેને સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મને પરવાનગી આપવામાં આવે.

અભિનેતા મંસુર અલી ખાન આ વખતે ડિંડીગુલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. તેમાં તેઓ હારી ગયા હતાને હાર બાદ આ મુદ્દે લડી લેવાનું મન બનાવ્યું હતું. મંસુર અલી ખાને મોટા ભાગની તમિલ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. અને સાઉથની ફિલ્મોના ખુબ જ ફેમસ વિલન માંથી એક છે.

મંસુર અલી ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઇવીએમ માં છેડછાડ સંભવ છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુંટણી પંચ તેમજ એક્સપર્ટ ની સામે તેઓ આ સાબિત કરી બતાવશે પરંતુ આ તમામ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ જજ ની દેખ રેખ માં કરવામાં આવે.