
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ઘમસાણ હતુંકે કોણ બનશે અધ્યક્ષ. કોંગ્રેસ અધ્યક્ષ માટે બે લોકોએ ફોર્મ ભર્યા હતાં. એક શશી થરૂર અને બીજા મલ્લિકાર્જુન ખરગે. બંને એ પ્રચાર કર્યો રાજ્યો ફર્યા અને વોટિંગ થયું. આજે પરિણામ જાહેર થયા અને મલ્લિકાર્જુન ખરગે ચૂંટણી જીત્યા. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને મળવા માટે સમય માંગ્યો હતો. તે 10 જનપથ પર જઈને તેમનો આભાર માનવા માંગતા હતો.
પરંતુ તેમને સમય મળ્યો ન હતો. જોકે, સોનિયા ગાંધીના મનમાં બીજી જ કોઈ યોજના હતી. સોનિયા ગાંધી ઇચ્છતા હતાં કે તેઓ પોતે ખડગેના ઘરે જઈને વાતાવરણને અલગ રૂપ આપે. ખડગેની જીત બાદ સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમના ઘરે પહોંચ્યા હતા. બંને ખડગે દંપતીને ઉષ્માભેર મળ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

વાસ્તવમાં ખડગે પરંપરાને જાળવી રાખીને પોતે ગાંધી પરિવાર પાસે જવા ઇચ્છુક હતા. પરંતુ સોનિયા ગાંધીએ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કરવાનું મન બનાવ્યું. જે બાદ આખું ફોકસ 10 જનપથને બદલે ખડગેના ઘર 10 રાજાજી માર્ગ પર હતું. પ્રિયંકા સોનિયા સાથે તેમના ઘરે પહોંચ્યા. ફૂલોના ગુલદસ્તાની આપ-લે કરવામાં આવી હતી. સોનિયા ગાંધી અને પ્રિયંકાએ ખડગેની પત્ની રાધાબાઈ સાથે પણ ઉષ્માભેર મુલાકાત કરી હતી અને તેમને પણ શુભેચ્છઓ પાઠવી હતી.
ગાંધી પરિવાર દ્વારા આ બીજી વખત પરંપરા તોડવામાં આવી હતી કે તેઓ પોતે કોંગ્રેસ અધ્યક્ષ કે કોઈ નેતાને સામે ચાલીને શુભેચ્છા પાઠવવા જાય. પરંપરા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ કે નેતા જીત્યા બાદ ગાંધી પરિવાર ને ત્યાં શુભેચ્છા મુલાકાત કરવા જાય છે.

ધ્યાનમાં રાખો કે ગાંધી પરિવારે આ પરંપરા માત્ર એક જ વાર તોડી જ્યારે સોનિયા ગાંધી પોતે મનમોહન સિંહના ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન કોલસા કૌભાંડમાં પૂર્વ પીએમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ પાર્ટી ઓફિસથી મનમોહન સિંહના ઘર સુધી કૂચ કરી હતી. આ કોંગ્રેસની તાકાત અને એકતાનો પુરાવો આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતાઓ ગાંધી પરિવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરે છે જે પરંપરા વર્ષોથી ચાલે છે. જે આજે બીજી વખત તૂટી છે. આ પહેલાં મનમોહનસિંહ માટે આ પરંપરા ખુદ સોનિયા ગાંધી દ્વારા જ તોડવામાં આવી હતી અને આજે સોનિયા ગાંધી દ્વારા જ ખડગે ને શુભેચ્છા આઓવું તેમના નિવસ્થાન પહોંચી ને તોડી છે.

ખડગેના ઘરે જઈને ગાંધી પરિવારે એવો સંદેશ પણ આપ્યો હતો કે તેઓ ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સ્વીકારે છે. આ પહેલા રાહુલ ગાંધી પણ ખડગેનું કોંગ્રેસ માં મૂલ્ય વધારતા જોવા મળ્યા હતા કે તેઓ હવે પાર્ટીમાં શું ભૂમિકા ભજવશે તે કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે. 21મી સદીમાં આ પહેલીવાર છે જ્યારે ગાંધી-નેહરુ પરિવાર સિવાય કોઈ અન્ય વ્યક્તિ પાર્ટીના અધ્યક્ષ બન્યા છે.
જોકે, સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેને શુભેચ્છા આપવા પહોંચે તે પહેલાં શશિ થરૂર ખડગેના ઘરે પહોંચી ગયા હતા અને અભિનંદન આપી પરત ફર્યા હતા. શશી થરૂર પ્રથમ વ્યક્તિ હતા જે ખડગે જીત્યા બાદ સૌથી પહેલા શુભેચ્છા આપવા પહોંચ્યા હોય. તેમણે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ ભલે ગમે તે હોય, પરંતુ તે પાર્ટીને મજબૂત કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:
- એબીપી સી-વોટરનો સૌથી મોટો સર્વે: ભાજપ AAPની લડાઈમાં કોંગ્રેસ ક્યાં? કોણ બનાવશે સરકાર!
- ગુજરાત વિધાનસભા માટે કેજરીવાલ નો માસ્ટર પ્લાન! ભાજપ કોંગ્રેસની લડાઈમાં નહીં પડે??
- મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ! શશિ થરૂર, રાહુલ ગાંધીનું મોટું નિવેદન!
- કોંગ્રેસે ભાજપના ગઢમાં ભાજપને હરાવ્યું! ભાજપ માં ચિંતાનું મોજું! હાઇકમાન્ડ નારાજ!
- ગુજરાત નો ધમાકેદાર સી-વોટરનો ઓપિનિયન પોલ! કેજરીવાલ મજબૂત છે કે કોંગ્રેસ? જાણો!
- ભાજપ નેતા અને પૂર્વ મંત્રી અધિકારીને 50 લાખની લાંચ આપવા જતાં જેલભેગા!
- ગુજરાત ની આ બેઠકો જે ભાજપ 27 વર્ષમાં જીતી શક્યું નથી! ભાજપ માટે કપરા ચઢાણ!
- કેજરીવાલ એ ભુપેન્દ્ર નરેન્દ્ર સરકારને ઘેરી! મુખ્યમંત્રી ચિંતામાં! સત્તા પરિવર્તનું વાવાઝોડું?
- અરવિંદ કેજરીવાલ ની જબરદસ્ત જાહેરાત! મોદી શાહના ગઢમાં પાડશે ગાબડું!
- ગુજરાત માં કોંગ્રેસની બેઠકો પર UP, MPના નેતાઓ કરશે આ કામ! ભાજપનો જબરદસ્ત પ્લાન!
- ગુજરાતમાં AAP કોંગ્રેસને પછાડશે! ભાજપ ને મોટું નુકશાન! નવા સર્વેમાં કેજરીવાલને મોટો ફાયદો!
- ભારત જોડો યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદથી ભાજપમાં ચિંતાના વાદળો! મોદી શાહ બદલશે રણનીતિ
- કોંગ્રેસ ગુજરાતમાં ચૂપચાપ નથી! ચૂંટણીમા આ ખાસ રણનીતિ અપનાવી છે! ભાજપ આપમાં ફફડાટ!
- ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! ભાજપના સાથી ધારાસભ્યોની સંખ્યા ઘટી!
- મોટી જીતના દાવા વચ્ચે ભાજપ સતત નબળી તો કોંગ્રેસ સતત મજબૂત થઈ! જાણો ગણિત
- હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ બદલશે! ભાજપ હરકતમાં! ઓપિનિયન પોલ
- અશોક ગેહલોત એ મોદી મંત્રીના કર્યા વખાણ! મોટા ચોકઠાંના એંધાણ?? મોટું રાજકીય ઘમાસાણ?
- ભાજપ મંત્રીના ભત્રીજાની ગુંડાગીરી! બંધ રેસ્ટોરન્ટ ન ખોલવા પર કર્મચારીઓ પર ચડાઈ કાર!?
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે હવે સ્મૃતિ ઈરાની આવ્યા મેદાને!
- ગુજરાત કોંગ્રેસ ને મોટો ફટકો! ફરીથી મોટું ભંગાણ! ભાજપ ને મોટો ફાયદો!
- આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ની દિલ્લીમાં ધરપકડ! મોટું ઘમાસાણ!
- ભાજપ ધારાસભ્ય ને દબંગાઈ ભારે પડી! પળવારમાં ઓકાદ ખબર પડી! રાજકીય ઘમસાણ!
- ભાજપ પર મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા! રાજકીય ઘમાસાણ શરૂ! લગાવ્યો મોટો આરોપ!