IndiaPolitics

રાહુલ ગાંધી ના નિવેદન બાબતે ન્યૂઝ એન્કર, ભાજપ સાંસદ વિરુદ્ધ દાખલ થઈ FIR!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડના નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડી ને રાહુલ ગાંધીના નિવેદનને એક ટ્વિસ્ટ આપીને કોંગ્રેસ વિરોધી માનસિકતા ઉભી કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે બાબતે ટીવી ચેનલ ના એન્કર દ્વાર રાહુલ ગાંધીની અને કોંગ્રેસ પાર્ટીની જાહેરમાં માફી મંગવામાં આવી હતી. રાહુલ ગાંધીની વાયનાડની ઓફીસ વિદ્યાર્થી સંગઠનના યુવાનોએ દ્વારા તોડી પાડવા આવી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ તેમને માફ કરીને યુવાનો અમારા ભાઈઓ જ છે જેવું નિવેદન આપ્યું હતું તે નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડીને રાહુલ ગાંધી અને કોંગ્રેસની છબી બગડવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું જે બાબતે કોંગ્રેસ કાર્યકરોમાં રોષની લાગણી છે.

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા

જયપુરના બાનીપાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટીવી ચેનલ અને એન્કરે રાહુલ ગાંધીના નિવેદનને વિકૃત રીતે રજૂ કર્યું છે. ત્યારપછી આ ક્લિપ અન્ય લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જયપુરમાં શનિવારે મોડી રાત્રે ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, ટીવી ન્યૂઝ એન્કર અને અન્ય લોકો વિરુદ્ધ વાયનાડમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનને “ભ્રામક” બનાવવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ છે કે રાહુલ ગાંધીનું નિવેદન “ભ્રામક” હતું તે દેખાડવા માટે કે ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને “બાળકો” કહ્યા અને તેમને “માફ” કરવાની ઓફર કરી.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા રામ સિંહે જયપુરના બાનીપાર્ક પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 504, 505, 153A, 295A, 120B અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ FIRમાં બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, ટીવી ન્યૂઝ એન્કર રોહિત રંજન, મેજર સુરેન્દ્ર પુનિયા અને યુપીના બીજેપી ધારાસભ્ય કમલેશ સૈની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે ટીવી ચેનલ ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજને તેના શોમાં રાહુલ ગાંધીનું નિવેદન વગાડ્યું હતું, જેમાં તેઓ SFI જૂથ દ્વારા તેમની વાયનાડ ઓફિસની તોડફોડ વિશે વાત કરી રહ્યા હતા. જ્યારે ટીવી ચેનલો અને એન્કરોએ તેને એવી રીતે રજૂ કર્યું કે રાહુલ ગાંધી ઉદયપુરમાં કન્હૈયા લાલની જઘન્ય હત્યા પર ટિપ્પણી કરી રહ્યા છે.

રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ કૃત્ય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાઠોડ, મેજર સુરેન્દ્ર પુનિયા (નિવૃત્ત) અને કમલેશ સૈની સાથે મળીને મીડિયા જૂથ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હતું, કારણ કે આ લોકોએ રાજકીય લાભ લેવા અને જાહેર ભાવનાઓને ઉશ્કેરવા માટે ટ્વિટર પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. ફરિયાદી અનુસાર, ન્યૂઝ એન્કર અને પ્રમોટર્સ જાણતા હતા કે વાયનાડમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદન કન્હૈયા લાલની હત્યાના આરોપીઓ માટે નથી. છતાં પણ તેને ખોટી રીતે રજુ કરીને લોકલાગણી ભડકાવીને રાહુલ ગાંધી અને કોંગ્રેસની છબી બગડવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું. આ બાબતે અસંખ્ય કોંગ્રેસ કાર્યકરોમાં રોષની લાગણી છે.

કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

નેતાઓ અને ન્યૂઝ ચેનલ એન્કર દ્વારા જાહેર કરવામાં આવેલી આ વીડિયો ક્લિપ પર માફી માગતા એન્કર રોહિત રંજને કહ્યું હતું કે, ગઈકાલે અમારા શોમાં રાહુલ ગાંધીના નિવેદનને ઉદયપુરની ઘટના સાથે જોડીને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યું હતું, તે માનવીય ભૂલ હતી જેના માટે અમારી ટીમ માફી માંગે છે. આ ઉપરાંત બે લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું કે ન્યૂઝ ચેનલ દ્વારા લેવામાં આવેલ પગલાં બાબતે હજુ સંતોષકારક નથી. જણાવી દઈએ કે FIR નોંધાયા પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ખોટા અહેવાલો ચલાવવા માટે ચેનલની ટીકા કરી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ઘણી વખત કેટલાક કુખ્યાત આઇટીસેલ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને તોડી મારોડીને એડિટ કરીને તેમની છબી બગાડવાના પ્રયત્નો થઈ ચુક્યા છે પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ લોકોને ખબર પડી રહી છે કે હકીકત શું છે. આમ જોઈએ તો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા દરેક નિવેદન બાદ ભાજપના તમામ પ્રવક્તાઓ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા ટીવી મીડિયા પર આવી જાય છે એટલું જ નહીં મોદી સરકારના મંત્રીઓ પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા લાઇનમાં લાગી જાય છે. પરંતુ આ વખતે થયું ઊંધું રાહુલ ગાંધી ના નિવેદન બાદ એક ન્યૂઝ ચેનલે જાણે મોરચો ખોલ્યો હોય એમ રાહુલ ગાંધી નો વિરોધ કરવા ગયા પરંતુ પોતે જ ભરાઈ ગયા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!