IndiaPolitics

આ રાજ્યમાંથી બોધપાઠ લઈ ચાલક ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેના ના બાગીઓને તક આપી!

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી સત્તા અને સંગઠન સાં સામે આવી ગયા હતા. જેનો કરુંણ અંજામ આવ્યો. મુખ્યમંત્રી પદેથી શિવસેના ના નેતા ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું આપ્યું અને શિવસેના ના બાગી ધારાસભ્યો દ્વારા એકનાથ શિંદે ને પોતાના નેતા ચુંટીકાઢવામાં આવ્યા હતા અને ભાજપ ના સમર્થન ના સહારે મહારાષ્ટ્રમાં શિંદે ગ્રૂપ નું રાજતીલક થયું. પરંતુ આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપ ની ભેદી મૌન કેટલાય રાજનૈતિક પંડિતોની સમજથી પરે હતું. ભાજપ દ્વારા શિવસેના માં થતાં ઘમાસાણ મુદ્દે એક શબ્દ ઉચ્ચાર્યો નોહતો અને કોઈ પણ પ્રકારની જવાબદારી પણ સ્વીકારી નોહતી. એટલું જ નહીં પહેલીવાર બન્યું હશે કે સરકાર પાડ્યા પછી ભાજપે સમર્થનાપીને નોન બીજેપી મુખ્યમંત્રી બન્યા હોય!! ભાજપ ના આ પગલાં ભાજપે અગાઉ બનેલા બનાવો પરથી બોધપાઠ લઈને લીધા હોય તેવું બની શકે છે.

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર જૂથવાદ અને નેતાઓ વચ્ચેના અણબનાવનો શિકાર છે. એક સમયે અમ્મા એટલે કે જયલલિતા આ પાર્ટીના એકમાત્ર વડા હતા. અલબત્ત, પાર્ટીની રચના તેમના રાજકીય માર્ગદર્શક અને ફિલ્મ ઉદ્યોગના પ્રવેશકર્તા એમજી રામચંદ્રન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રામચંદ્રનના મૃત્યુ પછી, જયલલિતાએ તેમની પત્ની જાનકી રામચંદ્રનને હરાવીને સાબિત કરી દીધું હતું કે રામચંદ્રનના રાજકીય વારસદાર જાનકી નહીં પરંતુ તેઓ છે. જયલલિતાના મૃત્યુ બાદ તેમના મિત્ર વીકે શશિકલા પાર્ટીના નેતા બન્યા. મુખ્ય પ્રધાનની ખુરશી પર, તેમણે ભૂતપૂર્વ જયલલિતાના વિશ્વાસુ ઓ પનીરસેલ્વમને બનાવ્યા.

મમતા બેનરજી, ગૃહમંત્રી અમિત શાહ, અમિત શાહ,Amit Shah
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ સત્તા આવતાં જ પનીરસેલ્વમ બાગી બન્યા અને શશિકલા સાથે વિવાદ થયો. સત્તા અને સંગઠન સામ સામે આવી ગયા. સંગઠન શશીકલા પાસે હતું તો સત્તા પનીરસેલ્વમ પાસે હતી. અંતે પનીરસેલ્વમ સાથે વિવાદનું પરિણામ અલગજ આવ્યું અને તામિલનાડુમાં મુખ્યમંત્રી બદલાઈ ગયા. વર્ષ 2017 માં ઓ પલાનીસ્વામીને પનીરસેલ્વમ ના સ્થાને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શશિકલા પોતે મુખ્ય પ્રધાન બનવાની અણી પર હતી પરંતુ છેલ્લીઘડીએ તેમને તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ જેલમાં જવું પડ્યું. અને આખી બાજી બગડી ગઈ. નતે શશિકલાનો જેલ યોગ ઓ પનીરસેલ્વમ એટલે કે ઓપીએસ અને ઈપીએસ એટલે કે ઇ પલાનીસ્વામીને રાસ આવ્યો અને બંને ભેગા થઈ ગયા.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

તામિલનાડુમાં શશિકલા જેલમાં જતાં જ નવું રાજકીય સમીકરણ ઉભું થયું. ઓ પનીરસેલ્વમ એટલે કે ઓપીએસ અને ઈ પલાનીસ્વામી એટલે કે ઈપીએસ બંને એ શશિકલા જેલમાં જતાની સાથે જ હાથ મિલાવ્યા. ઈપીએસ મુખ્યમંત્રીની સાથે પાર્ટીના સહ-સંયોજક પણ બન્યા હતા અને પાર્ટીના કન્વીનર તરીકે નાયબ મુખ્યમંત્રી ઓ.પી.એસ. બન્યા. અને શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી હતી. કાયમી મહાસચિવ તરીકે જયલલિતાનું સન્માન ચાલુ રાખવા પર પણ સહમતિ સધાઈ હતી. એકલ નેતૃત્વને બદલે, OPS અને EPSનું બેવડું નેતૃત્વ પક્ષને ચલાવશે. પરંતુ ગત વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. 234 સભ્યોની વિધાનસભામાં DMK ગઠબંધનને 159 અને AIADMK-BJP ગઠબંધનને 75 બેઠકો મળી હતી.

દક્ષિણ ભારત
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ, શશિકલા વિધાનસભા ચૂંટણી પહેલા જેલમાંથી બહાર આવી હતી, પરંતુ પ્રતિકૂળ વાતાવરણ જોઈને તેમણે પોતાને ચૂંટણીથી દૂર રાખ્યા હતા. પાર્ટીની હાર બાદ OPS અને EPS કેમ્પ વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થઈ. સમય જતાં ભેગા થયેલા બંને બાઘડબિલા વચ્ચે મતભેદ મનભેદ એટલી હદે વધતા ગયાં કે ફરી ખેંચતાણ શરુ થઈ. અને બંને હવે એકબીજા સામે આવી ગયા હતા. રાજકારણમાં કોઈનો કાયમી સંબંધ હોતો નથી. શશિકલાએ પણ EPSને બદલે OPS સાથે હાથ મિલાવ્યા છે. AIADMKના આ જૂથવાદે ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. જો AIADMKનું વિઘટન થશે તો ભાજપ કોના ખભા પર રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારશે?

ભાજપ, મહા વિકાસ અઘાડી, ઉદ્ધવ ઠાકરે
ફોટો સોશિયલ મીડિયા

ભાજપે તામિલનાડુના ઉદાહરણ પરથી બોધપાઠ લીધો અને શિવસેના ના ઝઘડામાં પોતે ના પડવાનું અને પોતાની છબી સફસુતરી રાખવાની રાજરમત રમીને કેટલાયના ગણિત ઊંધા ચત્તા કરી નાખ્યા. જેમ તામિલનાડુમાં સૌથી મજબૂત પક્ષ ગણાતાં AIDMK ની હાલત થઈ એવી જ હાલત અત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના ની થવા જઈ રહી છે. અને ભાજપ આ બાબતે ચૂપ રહીને પોતાની પાર્ટીને મજબૂત કરી રહી છે. આગામી સમયમાં મ્યુનિસિપલ ચુંટણી આવી રહી છે. જ્યાં શિવસેના નો અખંડ કબજો છે જે છીનવવા ભાજપ પોતાની પાંખો મજબૂત કરી રહી છે અને દરેક પગલાં ખૂબ સમજી વિચારીને મૂકી રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!