
ગત 10મી માર્ચના રોજ દેશના પાંચ રાજ્યો ગોવા, મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ ના વિધાનસભા પરિણામ આવ્યા જેમાં ચાર રાજ્યોમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પછી ફરી અને એક રાજ્ય પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત સરકાર બનાવવા જઇ રહી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપે સતત બીજી વખત સરકાર બનાવીને સત્તા જાળવી રાખી. તો બંગાળમાં પણ મમતા બેનર્જીનો જાદુ કાયમ રહયો હતો મમતા બેનર્જી દ્વારા બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમિત શાહ દ્વારા દિવસ રાત એક કરવામાં આવ્યા તોય ભાજપનો મેળ બંગાળમાં પડ્યો નહીં. મમતા બેનર્જી હવે રાષ્ટ્રીય રાજકારણ માં એક્ટિવ થઈ ગયા છે.

મમતા બેનર્જી દ્વારા બંગાળના જેટલા મહત્વના લોકો છે જેમાં સિંગર થી માંડી ને મોટા મોટા સ્ટાર અને જે બંગાળને રિપ્રેઝન્ટ કરે છે તેમને તેમની પાર્ટીમાં જોડવાના કામે લાગી ગયા છે. એટલું જ નહીં વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વિકેટ પણ મમતા બેનર્જી એ ખેરવી નાખી છે. આ યાદીમાં કોંગ્રેસ, બીએસપી, સિપિઆઈ, સિપિઆઈએમ અને ભાજપ પણ શામેલ છે. મમતા બેનર્જી દ્વારા ભાજપના મોટા મોટા નેતાઓની પણ વિકેટ ખેરવી દેવામાં આવી છે જેમ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓણ શામેલ છે. મમતા બેનર્જી ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીને બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણી લડાવી રહ્યા છે તો અન્ય એક ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીને લોકસભા ચૂંટણી લડાવી રહ્યા છે.

જણાવી દઈએ કે બંગાળમાં આવતા મહિને એટલે કે 12 એપ્રિલે એક લોકસભા અને ચાર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં બંગાળની આસનસોલ લોકસભા સીટ પાર પણ ચૂંટણી યોજાવા જઇ રહી છે. આસનસોલ લોકસભા બેઠક એટલે બંગાળના ખ્યાતનામ સિંગર અને ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી રહેલા બાબુલ સુપ્રિયોની બેઠક. બાબુલ સુપ્રીયોએ ગત વર્ષે ભાજપ માંથી રાજીનામુ આપી દીધું હતું અને સાથે સાથે પોતાની લોકસભા બેઠક આસનસોલથી પણ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી અને ભાજપને બંગાળમાં મોટો ફટકો પડયો હતો. ભાજપ માંથી રાજીનામુ આપ્યા બાદ બાબુલ સુપ્રીયો મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા જે ભાજપ માટે અસહ્ય દુઃખ સમાન હતું.

બાબુલ સુપ્રીયો બંગાળમાં ભાજપ નો ચર્ચિત ચહેરો હતો. જે મમતા બેનર્જી પોતાની પાર્ટીમાં લાવવામાં સફળ રહ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી તેમને વિધાનસભાની પેટાચૂંટણી લડાવશે અને રાજ્યમાં કોઈક મોટી જવાબદારી સોંપશે. એટલે કે મમતા બેનર્જી એ ભાજપ ના મંત્રીને કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામુ અપાવ્યું અને લોકસભાને બદલે વિધાનસભા લડાવશે. આમ મમતા બેનર્જીએ ભાજપને ખેલ પાડી દીધો. એટલું જ નહીં અન્ય એક પૂર્વ ભાજપ ના મંત્રી ને જ બાબુલ સુપ્રીયો ના સ્થાને ચૂંટણી લડાવશે અને જીતાડસે પણ. મમતા બેનર્જી દ્વારા એક તીર થઈ બે શિકાર કરી નાખ્યા છે. જણાવી દઈએ કે મમતા બેનર્જી દ્વારા ખુદ આ બાબતની જાહેરાત કરવામાં આવી છે કે, ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિંહા બાબુલ સુપ્રીયો ના સ્થાને લોકસભા ચૂંટણી લડશે અને બાબુલ સુપ્રીયો વિધાનસભા ચૂંટણી.
Sri Babul Supriyo, former union minister and noted singer, will be our candidate in Vidhansabha by- election from Ballygunge. Jai Hind, Jai Bangla, Jai Ma- Mati- Manush!(2/2)
— Mamata Banerjee (@MamataOfficial) March 13, 2022
ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મશહૂર અભિનેતા શત્રુઘ્ન સિન્હા બાબુલ સુપ્રીયોના સ્થાને આસનસોલથી લોકસભાની પેટા ચૂંટણી માટે ટીએમસીના ઉમેદવાર તરીકે ઝંપલાવશે અને મશહૂર સિંગર બાબુલ સુપ્રીયો બંગાળ વિધાનસભાની બાલીગંજ વિધાનસભાથી પેટા ચૂંટણી લડશે આ વાતની જાહેરાત ખુદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી છે. ભાજપ ને એક બાદ એક એમ બે ફટકા આપીને મમતા બેનર્જી બંગાળમાં પોતાની જડ વધારે મજબૂત કરી રહ્યા છે. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું, “અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ વતી જાહેરાત કરતા આનંદ થાય છે કે આસનસોલથી લોકસભાની પેટા-ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહા અમારા ઉમેદવાર હશે. બાલીગંજથી યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રસિદ્ધ ગાયક શ્રી બાબુલ સુપ્રિયો અમારા ઉમેદવાર હશે. જય હિન્દ, જય બાંગ્લા, જય મા- માટી- માનુષ.”

ઉલ્લેખનીય છે કે, બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા એમ કુલ પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે જેનું 12 એપ્રિલે મતદાન છે અને 16 એપ્રિલે પરિણામ છે. ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોફ્રન્સ મુજબ આગામી 17મી માર્ચે પાંચ જેમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. નામાંકન દાખલ કરવા માટેની છેલ્લી તારીખ 24મી માર્ચ હશે જ્યારે નામાંકન પત્રોની અંતિમ ચકાસણી 25મી માર્ચે રહેશે. 28મી માર્ચ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ રહશે. 12 એપ્રિલે મતદાન અને 16 એપ્રિલે પરિણામ જાહેર થશે.