
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એમ પણ ખાસ પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ પાર સૌની નજર છે. ભાજપના દરેક નેતાઓ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર અર્થે પોચી ગયા છે અને ફરી પ્રધાનમંત્રી મોદી યુપીમાં ભાજપ સરકાર લાવવા માટે મથી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અસલી મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે. યુપીના મહામુકાબલા પર દેશ-વિદેશમાં રહેતા તમામ લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન પણ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

KRKએ વચન આપ્યું છે કે જો 10 માર્ચે યોગી આદિત્યનાથને હરાવવામાં નહીં આવે તો તે ક્યારેય ભારત પરત નહીં આવે. સાથે તેમણે લખ્યું – બજરંગબલી કી જય. આટલું જ નહીં, કમાલ આર ખાને પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કર્યો. કેઆરકેએ લખ્યું કે સીબીઆઈએ ઋષિ અગ્રવાલની છેતરપિંડી અંગે પૂછપરછ કરી, જેમણે બેંકોમાંથી ₹23,000 લૂંટ્યા પરંતુ સીબીઆઈએ તેમની ધરપકડ કરી ન હતી. શા માટે? કારણ કે તે સાહેબનો મિત્ર છે! બીજા કોઈન હોત અત્યાર સુંધી જેલમાં હોત! આ ઉપરાંત કમલ આર ખાને કોન્ટ્રવરસી ને પણ જન્મ આપ્યો છે પ્રધાનમંત્રી મોદી અને દિલ્લી મુખ્યમંત્રી કેજરીવાલની સરખામણી કરીને.

કમાલ ખાને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી કરતા ટ્વિટર પર લખ્યું કે, મેં છેલ્લા એક સપ્તાહમાં અરવિંદ કેજરીવાલના ઘણા જૂઠ્ઠાણા પકડ્યા છે, તેથી હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે પ્રધાનમંત્રી મોદી જી અને કેજરીવાલ જી બંને એક સિક્કાની બે બાજુઓ છે. આ સાથે કમલ આર ખાન હાલમા ચાલી રહેલી કોન્ટ્રવરસી માં પણ કુદી પડ્યા છે. અને કુમાર વિશ્વાસના ખુલાસા પર કેજરીવાલ ને ટાર્ગેટ કરીને કહ્યું કે, સાહેબ જી અરવિંદ કેજરીવાલ તમે ખાલિસ્તાન અને ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન નથી આપતા એમ કહેવામાં તમને વાંધો શું છે. મને લાગે છે કે તમારે આ કહેવું જોઈએ. કુમાર વિશ્વાસન ખુલાસા બાદ પંજાબ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચનની ના પત્ર બાદ અમિત શાહે યોગ્ય તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.

જણાવી દઈએ કે, ગૃહ પ્રધાન અમિત શાહે પંજાબમાં આમ આદમી પાર્ટી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ વચ્ચેના સંબંધોની તપાસ માટે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીની વિનંતીને સ્વીકારી લીધી છે. કેજરીવાલની પાર્ટી પર આ આરોપો AAPના સ્થાપક સભ્યોમાંથી એક અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ લગાવ્યા છે. તે જ સમયે, આ જ સંગઠને 19 ફેબ્રુઆરીએ પંજાબમાં બંધનું એલાન આપ્યું છે, ત્યારબાદ દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીને લખેલા પત્રમાં ગૃહમંત્રી અમિત શાહે આ વાત કહી છે. અગાઉ, ચન્નીએ ગૃહ પ્રધાનને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ AAPના સતત સંપર્કમાં છે.

અન્ય એક ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કરતા કમાલ આર ખાને લખ્યું કે લો જી, આજે પ્રધાનમંત્રી મોદી જીએ કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી પાઘડી પહેરે છે. સાહેબ તમારા પગ ક્યાં છે? તમે અદ્ભુત છો સર. આ દુનિયામાં એવું કંઈ નથી જે તમે ના કર્યું હોય સાહેબ. અન્ય એક ટ્વિટમાં KRKએ લખ્યું કે ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરને પાર કરી ગઈ છે. મતલબ કે ચૂંટણી પુરી અને પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લીટર! કમાલ ખાને દેશના ભવિષ્ય પર પણ ટોણો માર્યો છે. તેણે લખ્યું, ‘જે દેશનું સ્ટોક એક્સચેન્જ પણ કોઈ યોગીના ઇશારે ચાલે છે, તમે તે દેશનું ભવિષ્ય સ્પષ્ટપણે જોઈ શકો છો.’ કમાલ ખાન ઘણીવાર પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે.