IndiaPolitics

ડિજિટલ ઇન્ડિયા ની મોટી મોટી વાતો કરતી મોદી સરકારના રાજમાં ફરી હેકિંગ થયું!?! જાણો!

ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ની બુમો પડતી સરકાર ખુદ સરકારી પ્રોપર્ટી સાચવી શકતી નથી. આખા ગામને ચેતવતી સરકાર ખુદ જ સાવચેત નથી. હાલમાં સમગ્ર દેશમાં ડિજિટલ ઇન્ડિયા ના ભાગરૂપે દરેક જગ્યાએ બધું જ ઓનલાઈન થવા લાગ્યું છે. પૈસા ટ્રાન્સફરથી માંડીને સરકારી કામકાજ પણ ઓનલાઈન થઈ ગયા છે. અને છેલ્લા 1-2 વર્ષમાં ઓનલાઈન પૈસાના ટ્રાન્ઝેકશન વધી ગયા છે. એટલું જ નહીં સરકાર દ્વારા હવે ઘણું બધું જે ઓફલાઈ થતું તે ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે. ઘરના દસ્તાવેજ થી માંડી ને સરકારી યોજનાઓના ફોર્મ પણ ઓનલાઈ થઈ ગયા છે. હવે સ્ટેમ્પ પણ ઓનલાઈ મળે છે ત્યારે સરકાર દ્વારા સાવચેતી રાખવી જોઈએ.

મોદી સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

સરકાર ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરે છે, લોકોને ડિજિટલી સચેત થવાનું કહે છે અને પોતેજ સાવચેતી રાખતી નથી. જણાવી દઈએ કે ભારતીય સંસદ ના ટીવીની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ હતી જેના કારણે હાલ યૂટ્યૂબ દ્વારા તેને બંધ કરી દેવામાં આવી હતી. સંસદ ટીવીને બંધ કરવના બાબતે યૂટ્યૂબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સંસદ ટીવીની યૂટ્યૂબ ચેનલ દ્વારા યૂટ્યૂબ ની કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેના કારણે તે બંધ કરવામાં આવી હતી. જો કે તે બાદ ભારતીય સંસદ ટીવી દ્વારા આ અંગે એક પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી. અને તેમાં ખુલાસો કરવાં આવ્યો હતો કે , કેમ યૂટ્યૂબ દ્વારા સંસદ ટીવી ચેનલ ને બંધ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, યૂટ્યૂબ દ્વારા સંસદ ટીવી ને બંધ કરવામાં આવતાં સંસદ ટીવી દ્વારા એક પ્રેસ રિલીઝ કકરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હેકર્સ દ્વારા સંસદ ટીવી ચેનલ ના અકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું હતું જેના કારણે YouTube દ્વારા આ અસુરક્ષા ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસદની યૂટ્યૂબ ચેનલ એટલે મહત્વની છે કે તે જ ચેનલ પર ભારતની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે છે. હેકર્સ દ્વારા સંસદ ટીવી હેક કરીને ક્રિપ્ટો કરન્સી માંથી એક એવા ઇથેરિયમ બાબતે પોસ્ટિંગ કરવામા આવ્યું હતું. અને કેટલાય કલાકો સુંધી સંસદ ટીવી ને રિકરવર કરી શકાઇ નોહતી. અંતે યૂટ્યૂબ દ્વારા ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ સંસદ ટીવી ચેનલને ટર્મિનેટ કરવામાં આવી હતી.

સંસદ ટીવી તરફથી રિલીઝ કરવામાં આવેલી પ્રેસ રિલીઝ બાદ જાણવા મળ્યું કે સંસદ ટીવી હેકર્સ દ્વારા હેક થઈ ગઈ હતી અને યુટ્યૂબ દ્વારા તેને બંધ કરવામાં આવી હતી. હેકર્સ દ્વારા Sansad TV નું નામ બદલીને Ethereum કરી નાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે હાલમાં બીટકોઈન બાદ ઇથેરિયમ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. જો કે કેટલાય કલાકો બાદમાં સોશિયલ મીડિયા ટીમ દ્વારા સંસદ ટીવી ચેનલને રિકવર કરવામાં આવી હતી. જો કે આવો બનાવ પહેલી વખત નથી બન્યો આ પહેલા પણ આવા અનેક બનાવો બની ચુક્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું એકાઉન્ટ પણ હેક થયું હતું ને તેમાં પણ ક્રિપ્ટોકરન્સી અંગે ટ્વિટ કરવાં આવ્યા હતા. પરંતુ તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!